તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Customers Who Went To Eat At The Restaurant Wrote On The Table I Have A Corona, Clean The Table Properly, Also Caught A Counterfeit Note In The Tip.

ટિપનું ચક્કર:રેસ્ટોરાંમાં જમવા ગયેલા ગ્રાહકોએ ટેબલ પર લખ્યું- મને કોરોના છે, ટેબલ બરાબર સાફ કરજો, ટિપમાં નકલી નોટ પણ પકડાવી

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહક કેવું વર્તન કરે છે તેની દુનિયાભરના વેઇટર્સ પાસેથી મળેલી માહિતી

ખાવાના શોખીનો ઘણીવાર બહાર જમવા જાય છે. રેસ્ટોરાંમાં પણ વેઇટર કસ્ટમરનો મૂડ જોઇને વિવિધ પ્રકારે તેમને ખુશ કરવા પ્રયાસ કરે છે. બાદમાં ખુશ થઇને લોકો તેમને ટિપ પણ આપે છે પરંતુ દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે કે જેઓ ટિપ આપવાનું તો દૂર પણ વેઇટર માટે તકલીફો ઊભી કરે છે. આવા લોકો વિશે ‘બોર્ડ પાન્ડા’ નામના એક મેગેઝિને દુનિયાભરમાં સરવે કર્યો, જેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી.

મેગેઝિને વેઇટર સાથે ગ્રાહકોના વર્તનનો ડેટા એકત્રિત કર્યો છે. સરવેમાં એવા ઘણાં લોકો મળ્યા કે જેમણે રેસ્ટોરાંમાં જમ્યા બાદ વેઇટરને ટિપ તો આપી પણ નકલી નોટોની. એવા ગ્રાહક પણ મળ્યા કે જેમણે જતાં-જતાં ટેબલ પર લખ્યું- મને કોરોના છે, ટેબલ બરાબર સાફ કરજો.

રેસ્ટોરાંમાં પોતાનો મોબાઇલ નંબર ખોટો આપનારા પણ ઘણાં લોકો છે તો ટેબલ પર પગ રાખીને બેસનારા પણ મળ્યા. એવું કહેનારા ગ્રાહકો પણ મળ્યા કે બારીની પોઝિશન બરાબર હોત તો તેમણે ટિપ આપવા અંગે એકવાર જરૂર વિચાર્યું હોત.

અન્ય સમાચારો પણ છે...