તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:ક્રિપ્ટોકરન્સીમાં ખંડણી ચૂકવવાના ચલણથી સાઈબર હુમલા વધ્યા

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુનિયામાં રેન્સમવેરનો ઉપયોગ સાઈબર હુમલા કરવા માટે વધ્યો છે.

દુનિયામાં રેન્સમવેરનો ઉપયોગ સાઈબર હુમલા કરવા માટે વધ્યો છે. આ સાથે જ હેકર્સને ખંડણી ચૂકવવા ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ પણ ઝડપથી વધ્યો છે કારણ કે, ક્રિપ્ટોકરન્સીમાં ડિજિટલ રીતે ગુમનામ લેવડદેવડ કરી શકાય છે. આ કારણથી ડિજિટલ ખંડણીનો હેકરો હથિયારની જેમ ઉપયોગ કરી રહ્યા છે.

  • સાઈબર ગુનામાં ક્રિપ્ટોનો ઉપયોગ કેવી રીતે થાય છે?

કોઈ કંપની કે સંગઠનને રેન્સમવેર હુમલાની ખબર ત્યારે પડે છે જ્યારે તેની વ્યવસાયિક વેબસાઈટ ડાઉન થઈ જાય અથવા સિસ્ટમ એક્સેસ ના થઈ શકતી હોય. તેમાં બિટકોઈનનું એડ્રેસ હોય છે. જ્યારે કંપની સિસ્ટમને ફરી એક્સેસ કરવાનું શરૂ કરે, ત્યારે ચુકવણી કરવી પડે છે.

  • શું ક્રિપ્ટોકરન્સી ગુનેગારોને આકર્ષે છે?

બિલકુલ. ક્રિપ્ટોકરન્સી બ્લોકચેન ટેક્નોલોજી પર આધારિત છે. બિટકોઈનમાં અપાયેલી ખંડણી તથાકથિત ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી ઝડપથી વસૂલી શકાય છે. બીજો એક વિકલ્પ ક્રિપ્ટો એક્સચેન્જના માધ્યમથી ખંડણીની ચુકવણીને એક જુદી ક્રિપ્ટોકરન્સીમાં બદલવાનો છે.

  • આ પ્રકારની કેટલી ઘટનાઓ ઘટી છે?

રેન્સમવેર હુમલા 2020માં શરૂ થયા હતા. ત્યારે પીડિતોએ રૂ. 3000 કરોડ ખંડણીચૂકવી. બ્લોકચેન વિશ્લેષણ ફર્મ ચૈનાલિસિસ ઈન્કના મતે, આ વર્ષે મે સુધી રૂ. 600 કરોડ જેટલી ડિજિટલ ખંડણી ચૂકવાઈ છે.

  • બિટકોઈન પહેલા સાઈબર ગુનેગારો કેવી રીતે ખંડણી લેતા હતા?

વેસ્ટર્ન યુનિયન, પ્રીપેડ ગિફ્ટ કાર્ડ, બેન્કખાતામાં ખંડણી મોકલાતી હતી. કેટલાક કેસમાં તો નક્કી સ્થળે ડફલ બેગમાં રોકડ ભરીને પણ પહોંચાડાતી હતી.

  • શું ક્રિપ્ટોકરન્સીમાં કરાયેલી ચુકવણીની ખબર પડી શકે?

હા. બિટકોઈન લેવડદેવડ ગુમનામ હોવા છતાં જોઈ શકાય છે. કોઈ ખાસ બિટકોઈન વૉલેટટ્રેક કરનારી કોઈ વ્યક્તિ રોકડનો પ્રવાહ જાણી શકે પરંતુ વૉલેટમાં પૈસા સુધી પહોંચવા પાસવર્ડની જરૂર પડે છે.

  • શું કોઈ સાઈબર હુમલાની ખંડણી નિષ્ફળ થઈ છે?

હા. યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને રશિયામાં જોડાયેલા એક રેન્સમવેર ઓપરેશનમાં અમેરિકાની સૌથી મોટી ગેસોલીન પાઈપલાઈન કંપની દ્વારા ખંડણીમાં આપેલા 75 બિટકોઈનમાંથી 63.7ની વસૂલાત કરી લીધી હતી.

  • શું તેના પર કોઈ કાર્યવાહી કે નિયમ બનવો શક્ય છે?

સિસ્ટમ આવી શકે છે. એપ્રિલમાં સુરક્ષા અને ટેક્નોલોજી સંસ્થા દ્વારા બનાવેલી રેન્સમવેર ટાસ્ક ફોર્સે સૂચન કર્યું હતું કે સરકારોએ સાઈબર હુમલા કેવી રીતે રોકવા જોઈએ, તેમાં સરકારો પાસે કેવાયસી, એન્ટિ મની લોન્ડરિંગ અને ટેરર ફન્ડિંગ કાયદામાં સુધારાનું સૂચન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...