તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સપર્ટ્સ પેનલનો દાવો:કોવિડ-19 મહામારીને અટકાવી શકાય તેમ હતી, સરકારો અને નેતાઓએ તમામ પ્રકારની બેદરકારીઓ દાખવી

લંડન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

ઈન્ડિપેન્ડેન્ટ એક્સપર્ટની એક પેનલે દાવો કર્યો છે કે કોરોના વાયરસ અથવા કોવિડ-19નો સામનો કરી શકાતો હતો. પણ વિશ્વભરની સરકારોએ તમામ સ્તરો પર બેદરકારી દાખવતા અને તેને પગલે લાખો લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે.

આ રિપોર્ટ ઈન્ડિપેન્ડેન્ટ પેનલ ફોર પેન્ડેમિક પ્રિપેયર્ડનેસ એન્ડ રિસ્પોન્સ (IPPPR) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અહેવાલ પ્રમાણે મહામારી એ બેદરકારીઓ અને નિષ્ફળતાનું ટોક્સિક કોકટેલ એટલે કે ઝેરીલા મિશ્રણ છે.

પરસ્પર સહયોગ ન હતો
IPPPRના રિપોર્ટ પ્રમાણે સંસ્થાઓ (સરકારો) લોકોને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ નિવડી રહી છે. કેટલાક નેતાઓ એવા હતા કે જે વૈજ્ઞાનિક હકીકતોને ખોટી ઠરાવતા હતા. અને આ બેદરકારી આટલી મોટી મહામારીનું કારણ બની. જો સમયસર પરસ્પર સહયોગ કરવામાં આવ્યો હોત તો આ સ્થિતિનું સર્જન થયું ન હોત.

લાઈબેરિયાના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ અને પેનલના કો-ચેરમેન એલન જોનસન સરલીફે કહ્યું કે હકીકત એ છે કે અમને અમારી તપાસમાં દરેક સ્તર પર નિષ્ફળતા અને બેદરકારી જણાઈ હતી. અમે કહી શકીએ છીએ કે જો આ બેદરકારી ન સર્જાઈ હોત તો મહામારીને અટકાવી શકાઈ હોત. ડિસેમ્બર,2019માં ચીનના વુહાનમાં મહામારીની શરૂઆત થઈ. કોઈ સાવચેત ન હતું અને ન તો તૈયાર હતું. ફેબ્રુઆરી,2020માં જ્યારે મોત મોત થયા લાગ્યા ત્યારે કોઈ એલર્ટ ન હતું.

હવે શું કરવામાં આવે?કેવી રીતે અટકશે મહામારી?
રિપોર્ટ પ્રમાણે- જો મહામારીને અટકાવવી છે તો સૌથી પહેલા ગરીબ દેશોને વિના મૂલ્યે એક અબજ વેક્સિન ડોઝ આપવી પડશે. સમૃદ્ધ દેશોએ આગળ આવવું પડશે. આ દેશ એવા સંગઠનોની મોટી આર્થિક મદદ કરે કે જે રિસર્ચમાં લાગેલા છે. તેનાથી આપણે હવે પછીની મહામારીને અટકાવી શકીએ તેમ છીએ.

WHO પણ નિષ્ફળ રહ્યું
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ફક્ત સરકારો જ શા માટે WHO પણ મહામારીને અટકાવવા અને ઓળખ કરવામાં નિષ્ફળ સાબિત થઈ. માટે, તેમની પણ ટીકા યોગ્ય છે. WHOએ 30 જાન્યુઆરી, 2020ના રોજ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેના 6 સપ્તાહ બાદ કોવિડને મહામારી જાહેર કરવામાં આવી. ગ્લોબલ ઈમર્જન્સીની જાહેરાતમાં એક સપ્તાહથી વધારે સમય લાગવો જોઈએ નહીં.