તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસાકામાં સ્કૂલની મનમાની:વાળ કાળા નહીં હોવાથી વિદ્યાર્થિનીને આવવાની ના કહી, કોર્ટે કહ્યું- સ્કૂલનો આ નિર્ણય ગેરકાયદે છે

ટોક્યો6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થિની કોર્ટ પહોંચી, રાહત મળીઃ રૂ. 2.27 લાખ વળતર ચૂકવવાનો આદેશ

જાપાનના લોકો દુનિયામાં સૌથી વધુ શિસ્તપ્રિય છે. અહીં નિયમ-કાયદાનું ચુસ્ત પાલન થાય છે, પરંતુ એક સ્કૂલને આ નિયમ-કાયદા ભારે પડી ગયા છે. આ સ્કૂલે ભૂરા વાળ ધરાવતી એક વિદ્યાર્થિનીને કડક ભાષામાં કહ્યું હતું કે ‘જો તું વાળ કાળા નહીં કરાવે, તો તને સ્કૂલમાં એન્ટ્રી નહીં મળે.’

આ ચેતવણી પછી યુવતીએ સ્કૂલ જવાનું બંધ કરી દીધું. બાદમાં તે કોર્ટમાં ગઈ. આ ઘટના ઓસાકા પ્રાંતના હૈબિકિનોની છે. અહીં કૈફૂકન પ્રાંતીય હાઈસ્કૂલમાં 2015માં એક યુવતી ભણતી હતી. તે વખતે તેની ઉંમર હતી 15 વર્ષ. તેના વાળ કુદરતી રીતે જ ભૂરા હતા, પરંતુ સ્કૂલને લાગ્યું કે તેણે વાળમાં ભૂરો રંગ કરાવ્યો છે. પરિણામે સ્કૂલે તેને ચેતવણી આપી કે ‘તમામ બાળકોના વાળ કાળા જ હોવા જોઈએ તેથી તારે પણ કાળા વાળ સાથે જ સ્કૂલમાં આવવાનું છે.

જાપાનના લોકોના વાળ કુદરતી રીતે કાળા જ હોય છે.’ બાદમાં સ્કૂલે તેના વાળની તપાસ કરાવતા તેનાં મૂળિયાં કાળાં જ હોવાનું માલુમ પડ્યું. તેથી સ્કૂલ એ નિષ્કર્ષ પર આવી કે આ વિદ્યાર્થિનીએ વાળ ભૂરા રંગના કરાવ્યા છે. ત્યાર પછી તેને સ્કૂલ ટ્રીપમાંથી પણ પડતી મૂકાતી.

છેવટે તેણે કંટાળીને સ્કૂલ જવાનું જ બંધ કરી દીધું. સ્કૂલે પણ તેનું નામ રદ કરી દીધું. બાદમાં આ યુવતીએ 2017માં સ્કૂલ વિરુદ્ધ અદાલતમાં અરજી કરી. ચુકાદો આવતા ચાર વર્ષ થઈ ગયાં. આ યુવતી હવે 21 વર્ષની છે. અદાલતે તેને રાહત આપતા કહ્યું કે આ યુવતીને વળતર તરીકે 3.30 લાખ યેન (આશરે રૂ. 2.27 લાખ) ચૂકવવામાં આવે કારણ કે સ્કૂલમાંથી તેનું નામ રદ કરવાનો નિર્ણય ગેરકાયદે હતો.

જાપાનની સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ વાળ રંગવાની મનાઈ છે
જાપાનની સ્કૂલોમાં નિયમો હેઠળ વિદ્યાર્થીઓને વાળમાં રંગ કરવાની મનાઈ છે. આ સ્કૂલે કોર્ટમાં દલીલ કરી હતી કે અમારા ઉપ-આચાર્યે યુવતીના પરિવારના વાળનાં મૂળિયાં વિશે સર્વેઈંગ સેશનમાં જાણકારી લીધી હતી. જોકે, કોર્ટે માન્યું કે સ્કૂલે નિયમોનું પાલન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનાથી તે વિદ્યાર્થિની તણાવમાં આવી ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો