રાનિલ વિક્રમસિંગ શ્રીલંકાના નવા વડાપ્રધાન બની ગયા છે. રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ ગુરુવારે તેમને યુનિટી ગર્વમેન્ટના વડાપ્રધાન તરીકે ગોપનીયતાના શપથ અપાવ્યા. તેઓ પહેલાં પણ પાંચ વખત વડાપ્રધાન પદે રહી ચુક્યા છે. 73 વર્ષના રાનિલ દેશના સૌથી સારા પોલિટિકલ એડમિનિસ્ટ્રેટર અને અમેરિકાના સમર્થક ગણાય છે.
બીજી તરફ એક મહત્વના પોલિટિકલ ડેવલપમેન્ટ અંતર્ગત પૂર્વ PM મહિન્દા રાજપક્ષે અને તેમના નજીકના 8 સાથીઓને દેસ છોડવાને લઈને કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. જણાવવામાં આવ્યું કે આ તમામના પાસપોર્ટ જપ્ત કરવામાં આવી રહ્યાં છે. મહિન્દા રાષ્ટ્રપતિ ગાતાબાયાના ભાઈ છે અને હાલ એક નેવલ બેઝમાં છુપાયા છે.
કોણ છે રાનિલ વિક્રમસિંઘે
રાનિલ વિક્રમસિંઘે 1994થી યુનાઈટેડ નેશનલ પાર્ટીના અધ્યક્ષ છે. તેઓ અત્યાર સુધીમાં 4 વખત શ્રીલંકાના પીએમ રહી ચૂક્યા છે. 73 વર્ષીય રાનિલે કાયદાનો અભ્યાસ કર્યો છે 70ના દેયકામાં રાનિલે રાજકારણમાં પ્રથમ વખત 1977માં સાંસદ તરીકે ચુંટાયા હતા. 1993માં પ્રથમ વખત PMબનતા પહેલા રાનિલ ડેપ્યુટી ફોરેન મંત્રી, યુવા અને રોજગાર મંત્રી સહિત ઘણાં અન્ય મંત્રાલયો સંભાળી ચુક્યા છે. તેઓ બે વખત સંસદમાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.
આર્થિક કટોકટી સાથે હિંસક આંદોલનનો સામનો કરી રહેલા શ્રીલંકામાં શાંતિ પુનઃસ્થાપિત કરવા સરકારે સેનાને રસ્તા પર ઉતારી છે. એ બાદ સૈનિકો ટેન્ક પર સવાર થઈને શેરીઓમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ જાહેરાત કરી છે કે તેઓ એક અઠવાડિયામાં નવા વડાપ્રધાનના નામની જાહેરાત કરશે.
રાષ્ટ્રપતિ ગોતાબાયાએ કહ્યું હતું કે આગામી એક સપ્તાહમાં હું એવા વડાપ્રધાનની નિમણૂક કરીશ, જેમની પાસે બહુમતી હોય અને લોકો વિશ્વાસ કરે. હું મંત્રીઓની નવી કેબિનેટની પણ નિમણૂક કરીશ. આ સાથે તેમણે લોકોને નફરત ફેલાવવાથી બચવા અપીલ કરી હતી.
શ્રીલંકા સંકટ પર અપડેટ્સ...
સેન્ટ્રલ બેંકના ગવર્નરે પદ છોડવાની વાત કરી
શ્રીલંકા સેન્ટ્રલ બેંકના ગવર્નર પી. નંદલાલ વીરસિંઘનું કહેવું છે કે જો આગામી 2 સપ્તાહની અંદર દેશમાં રાજકીય સ્થિરતા નહીં આવે તો તેઓ પોતાનું પદ છોડી દેશે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી વર્તમાન રાજકીય સંકટનો ઉકેલ આવતો નથી ત્યાં સુધી દેશની અર્થતંત્રને ઠીક કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહેશે.
આજે સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કર્ફયૂ હટાવી લેવામાં આવશે
રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રીલંકામાં 12 મેના રોજ સવારે 7 વાગ્યાથી બપોરે 02 વાગ્યા સુધી કર્ફ્યૂ હટાવી લેવામાં આવશે. ત્યાર બાદ 13 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ ચાલુ રહેશે. સંરક્ષણ સચિવ કમલ ગુણારત્નેએ કહ્યું હતું કે થોડી નાની ઘટનાઓને બાદ કરતાં ગઈકાલનો દિવસ એકદમ શાંત રહ્યો હતો.
ટ્રેડ યુનિયનોએ હડતાળ પાછી ખેંચી
શ્રીલંકાના ટ્રેડ યુનિયનોએ બુધવારે સરકાર સામેની તેમની હડતાળ પાછી ખેંચી હતી. દેશમાં વધી રહેલી હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યુનિયનો કહે છે કે દેશને સ્થિર રાખવામાં મદદ કરવી એ અમારી જવાબદારી છે. ટ્રેડ યુનિયનો વતી રવિ કુમુદેશે કહ્યું- કેટલાક લોકો આ સંકટનો ફાયદો ઉઠાવવા માગે છે, તેથી અમે તેમને તક નહીં આપીએ.
ઓઈલ અને ગેસનું વિતરણ હંગામી રીતે અટકાવી દીધું
શ્રીલંકા પેટ્રોલિયમ પ્રાઈવેટ ટેન્કર ઓનર્સ એસોસિયેશન (SLPPTOA)એ ઓઈલ અને ગેસના વિતરણને હંગામી રીતે અટકાવી દીધું છે. SLPPTO કહે છે કે જ્યારે સલામતી નિશ્ચિત નથી, તો ઓઈલનું વિતરણ થશે નહીં. જ્યારે એસોસિયેશનના સેક્રેટરી શાંતા સિલ્વા કહે છે કે એઈલ ફક્ત અમુક સ્થળોએ જ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.