ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી:કોરોના મહામારીનો સમય મહિલાઓને દસ વર્ષ પાછળ કરી દેશે, અનેક નોકરીઓમાં તેમનું સ્થાન જોખમમાં મુકાશે

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
અમેરિકા સહિત અનેક દેશોમાં મહિલાઓને પગાર સાથેની મેટરનીટિ લીવ મળતી નથી. - Divya Bhaskar
અમેરિકા સહિત અનેક દેશોમાં મહિલાઓને પગાર સાથેની મેટરનીટિ લીવ મળતી નથી.
  • નાના બાળકોની સ્કૂલ અને તેમને સાચવવાના સેન્ટર બંધ થવાને લીધે સૌથી વધુ નુકસાન
  • અમેરિકામાં કોરોનાવાઈરસ ફેલાયા પછી 56% મહિલાઓને નોકરીમાંથી હાથ ધોવો પડ્યો છે

કોરોનાવાઈરસ મહામારીથી પ્રભાવિત થતા વિષયોની લાંબી યાદીમાં મહિલાઓનો રોજગાર પણ સામેલ થઈ ગયો છે. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે, નોકરીની બાબતે મહિલાઓ ઘણી પાછળ રહી જશે. મહામારીમાં એવી નોકરીઓ મોટી સંખ્યામાં ગઈ છે, જેમાં મહિલાઓ વધુ છે. સામાન્ય સ્થિતિ બન્યા પછી બધી નોકરીઓ ફરીથી શરૂ થવામાં લાંબો સમય લાગી શકે છે. જુલાઈમાં મેકિન્સે ગ્લોબલના રિપોર્ટ મુજબ વાઈરસને કારણે અમેરિકામાં 56% મહિલાઓની નોકરીઓ ગઈ છે.

ડાર્ટમાઉથ કોલેજમાં અર્થશાસ્ત્રી ક્લાડિયા ઓલિવેટ્ટીએ કહ્યું કે, ‘વર્ષોના રિસર્ચથી અમે જાણીએ છીએ કે, નાના બાળકોનું શિક્ષણનું ક્ષેત્ર મહિલાઓ માટે અનુકૂળ રહ્યું છે. તેમાં મહિલા-પુરુષ વચ્ચેનો ભેદભાવ મર્યાદિત છે. હવે મહામારીએ બાળકોની સ્કૂલ અને તેમની સારસંભાળના સેન્ટર બંધ કરી દીધા છે’. રોજગારમાં મહિલાઓ સાથે પહેલાથી જ ભેદભાવ થતો રહ્યો છે. વાઈરસના પ્રકોપે તેને વધાર્યો છે. અમેરિકા સહિત અનેક દેશોમાં મહિલાઓને પગાર સાથેની મેટરનીટિ લીવ મળતી નથી. ઈંગ્લેન્ડના લીસેસ્ટરમાં નિ:સહાય મહિલાઓ માટે જિંથિયા ટ્રસ્ટ ચલાવતી જિંથિયા ગણેશપંચને કહ્યું કે, ‘બાળકોના સ્કૂલ અને કેર સેન્ટર બંધ થવાને કારણે મહિલાઓ દસ વર્ષ પાછળ રહી જશે.’

આ બાબતે ઈઝરાયેલની સ્થિતિ સારી છે. સરકાર બાળકોને ત્રણ વર્ષની વયથી મફત શિક્ષણ આપે છે. નાના બાળકોની સારસંભાળના સેનટ્ર પણ મફત ચાલે છે. ઈઝરાયલની થિન્ક ટેન્ક તઉબ સામાજિક નીતિ અધ્યયન સંસ્થાના અનુસાર આ કારણે મહામારથી પહેલા કામકાજમાં મહિલાઓની ભાગીદારી 74% હતી. શ્રીમંત દેશોના સંગઠન ઓસીઈડીમાં તે 66% છે. અહીં વેતરનું અંતર પણ ઓછું છે. કોવિડ-19 ફેલાયા પછી માર્ચમાં સ્કૂલ અને કેર સેન્ટર બંધ થઈ ગયા હતા. ઈઝરાયેલમાં 56% મહિલોનો રોજગાર ગયો છે.

નોકરીમાં છટણીની સ્થિતિમાં સૌથી પહેલા મહિલાઓનો નંબર આવે છે. બાળકોની સારસંભાળના સેન્ટર બંધ થવાને લીધે મોટી સંખ્યામાં મહિલાઓને કામ છોડવું પડે છે. પુરુષોની સરખામણીએ મહિલાઓની આવક ઓછી હોય છે.

પરિવારમાં જો કોઈને નોકરી છોડવાની સ્થિતિ બને છે તો ઓછી આવકને કારણે માતાએ ઘરે બેસવું પડે છે. યેરુશલેમની સ્વેતા સ્કિબિન્સ્કી રસ્કિને કહ્યું કે, જ્યારે સ્કૂલ અને કેર સેન્ટર બંધ થઈ તો તેને કામ છોડવું પડ્યું છે. હવે બીજી લહેરના કારણે દેશમાં લૉકડાઉન છે. બ્રિટનમાં પણ કપરી સ્થિતિ છે. જિંથિયા ગણેશપંચન કહે છે કે, ખાસ કરીને લઘુમતી અને બીજા દેશોમાંથી આવેલી મહિલાઓ પર લૉકડાઉનને કારણે વધુ દબાણ છે.

અન્ય સામાજિક સ્થિતિઓને કારણે શ્રીમંત અને ગરીબ મહિલા પર અલગ-અલગ ફરક પડે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે, વધુ પૈસા કમાતા પતિ-પત્ની જવાબદારીની વહેંચણી કરી લે છે. એક વ્યક્તિ ઘરમાંથી બહાર જઈને કામ કરે છે અને એક ઘરે રહી બાળકોને સંભાળે છે. મોટાભાગના કિસ્સામાં મહિલાએ ઘરની જવાબદારી સંભાળવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...