તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારીનો ઈતિહાસ:આજથી 300 વર્ષ અગાઉ આવી હતી કોરોના જેવી ચેચક મહામારી, 280 વર્ષ બાદ એનો સંપૂર્ણ અંત આવ્યો હતો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

કોરોનાએ સમગ્ર વિશ્વમાં ભયાનકતા ફેલાવી છે. આ મહામારીને લીધે અત્યારસુધીમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. અલબત્ત, આ મહામારી માનવજાત માટે સૌપ્રથમ નથી, અગાઉ પણ પૃથ્વી પર માનવજાત આ પ્રકારની મહામારીનો સામનો કરી ચૂકી છે. બોસ્ટનની લાઈબ્રેરી એન્ડ આર્કાઈવ્સ દ્વારા ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા નવા ડિજિટલ રેકોર્ડમાં જાણવા મળ્યું છે કે 1700ની સદીમાં આવેકા ચેચક મહામારીએ ભારે ખુવારીનું સર્જન કર્યું હતું. એને લીધે હજારોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હતો.

રેકોર્ડથી જાણવા મળ્યું છે કે 17મી સદીમાં અમેરિકાના તટ પ્રદેશથી દૂરના વિસ્તારોમાં ભયાનક મહામારી ફેલાઈ હતી. હવે ત્રણ દાયકા બાદ કોરોનાવાયરસનો પ્રકોપ સામે આવ્યા બાદ નિષ્ણાતો તેની સમાનતા 3 સદી અગાઉ ફેલાયેલી મહામારીને જોઈ ભારે આશ્ચર્ય ધરાવે છે. ન્યૂ ઈંગ્લેન્ડ હિસ્ટોરિક વંશાવલી સોસાયટી સાથે મળી કામ કરતા દસ્તાવેજોનું ડિજિટલીકરણનું નેતૃત્વ કરનારા CLAના પુરાતત્ત્વ અધિકારી જાચારી બોદનારનું કહેવું છે કે આપણે કેટલા ઓછા બદલાયા છીએ.

બોદનારે એક મુલાકાતમાં કહ્યું હતું કે હકીકત એ છે કે આપણે આપણા ભૂતકાળના રેકોર્ડમાં આ સમાનતાઓને શોધી રહ્યા છે, આ રસપ્રદ સમાંતર પ્રક્રિયા છે. ક્યારેક-ક્યારેક જેટલું વધારે આપણે શીખીએ છી એટલું જ આપણે વધારે શીખવાની જરૂર રહે છે.

જે સમયે ચેચક મહામારીથી વિશ્વમાં સફાયો થઈ ગયો હતો એ સમયે આ મહામારી વિશ્વભરમાં લાખો લોકોનાં મૃત્યુનું કારણ બન્યું હતું. U.S. કેન્દ્રનું કહેવું છે કે સંયુક્ત રાજ્ય અમેરિકામાં ચેચકની છેલ્લે કુદરતી પ્રકોપ 1949માં આવ્યો હતો.

વર્ષ 1980માં WHOએ ચેચક રોગના અંતની જાહેરાત કરેલી
વર્ષ 1980માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની નિર્ણય લેનારી શાખાએ એનો વિશ્વમાં અંત આવ્યો હોવાની જાહેરાત કરી હતી અને ત્યારથી સ્વાભાવિકપણે ચેચકના કોઈ જ કેસ સામે આવ્યા નથી. આ રીતે ચેચકનો અંત લાવવામાં 280 વર્ષનો સમય લાગ્યો હતો.

વર્ષ 1897માં ચેચક સામે 4 વર્ષના બાળકને પહેલી વેક્સિન આપી હતી
1600ના દાયકામાં યુરોપથી આવેલી ચેચક મહામારીને લીધે અમેરિકામાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં હતાં. એ સદીના અંત ભાગ સુધી વિશ્વમાં ચેચક મહામારી સામે કોઈ જ વેક્સિન ન હતી. એક અંગ્રેજ ડોક્ટરે વર્ષ 1897માં ચેચક સામે 4 વર્ષના બાળકને પહેલી વેક્સિન આપી હતી.