તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોસ્મેટિક્સ:ઈટાલીની લિપસ્ટિક વેલીનો રંગ ફરી ચમકવા લાગ્યો

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિલાન પાસેની કંપનીઓમાં વિશ્વનો મેકઅપનો 55% સામાન બને છે
  • મહામારીની મંદી પછી સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ પાટે ચડવા લાગ્યું છે

વીસ વર્ષ પહેલા સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપની એસ્ટી લાઉડરના વારસદાર લિયોનાર્ડ લાઉડરે કહ્યું હતું કે, આર્થિક સંકટ વચ્ચે ગ્રાહકો નાના-નાના શોખ પાછળ ખર્ચ કરવાનું પસંદ કરે છે. તેમણે તેને લિપસ્ટિક પ્રભાવ જણાવ્યો હતો. જોકે, ઈટાલીની લિપસ્ટિક વેલીમાં મહામારી દરમિયાન ગ્રાહકોની અછત રહી છે. અહીં દુનિયાની આઈ શેડો, મસ્કારા, ફેસપાઉડર, લિપસ્ટિક અને મેક-અપનો 55% સામાન બને છે. ગયા વર્ષે ઈટાલીના મેક-અપ નિર્માતાનું વેચાણ 13 % ઘટી ગયું હતું. આ બજાર હવે ફરી તેજીમાં છે.

દુનિયામાં કોન્ટ્રાક્ટ પર મેક-અપનો સામાન બનાવતી સૌથી મોટી કંપની ઈન્ટરકોઝ ડેરિઓ ફેરારીનું કહેવું છે કે, જૂનમાં લોકોના ચહેરા પરથી જ્યારે માસ્ક ઉતરી જશે ત્યારે લોકો ખરીદી માટે ઉતાવળા બનશે. લિપસ્ટિક વેલીની કંપનીઓમાં લાંબા સમયથી ચાલી રહેલા બે અન્ય ટ્રેન્ડથી પણ ફાયદો થશે - ઈમેજ પ્રત્યે સજાગ એશિયન ગ્રાહક અને સીધા કન્ઝ્યુમર સાથે જોડાયેલી મેક-અપ બ્રાન્ડ. મિલાનથી થોડે દૂર મધ્યયુગના શહેર ક્રીમા (લિપસ્ટિક વેલી)માં નવું ઔદ્યોગિક ક્ષેત્ર વિકસ્યું છે. ઈન્ટેસા સેનપાવલો બેન્કના અનુસાર અહીં 2012થી 2017 વચ્ચે લગભગ 350 કોસ્મેટિક્સ કંપનીઓ બની છે. જોકે, ફ્રાન્સ સ્કિન કેર અને બોડી લોશન સહિત વધુ સૌંદર્ય પ્રસાધન બનાવે છે, પરંતુ ઈટાલીએ મેક-અપ ઉદ્યોગમાં અલગ સ્થાન બનાવેલું છે.

લિપસ્ટિક વેલીમાં મેક-અપ સેક્ટરની એક હજારથી વધુ કંપનીઓ છે. જેમનો વાર્ષિક વેપાર રૂ.1 લાખ કરોડથી વધુનો છે. ફેરારીને વિશ્વાસ છે કે, કંપની ટૂંક સમયમાં જ નુકસાનની ભરપાઈ કરી લેશે. બર્નસ્ટીન કંપનીના બ્રોકર લુકા સોલ્કા કહે છે કે, સોશિયલ મીડિયાઅને ડિજિટલ પહોંચે સૌંદર્ય કારોબારમાં વિવિધતા પેદા કરી છે. ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાક્સને આશા છે કે, એકલા ચીનમાં 2019થી 2025 વચ્ચે કોસ્મેટિક્સનું વેચાણ બમણું વધીને રૂ.10.71 લાખ કરોડ થઈ જશે. © 2019 The Economist Newspaper Limited. All rights reserved.

અન્ય સમાચારો પણ છે...