ભારતીય સરહદમાં ચીનનો ધ્વજ ફરકાવાયો નથી:ગલવાનમાં જે ચીનનાં ધ્વજને વિપક્ષે ઘૂસણખારી ગણાવ્યો હતો, તે ધ્વજ ચીનની સરહદમાં જ હતો

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • ચીનનાં આ ધ્વજ મુદ્દે રાહુલ ગાંધી સહીત વિપક્ષના નેતાઓએ મોદી સરકાર સામે નિશાન સાધ્યું હતુ

નવા વર્ષનાં દિવસે ચીને ગલવાન ઘાટીમાં જે વિસ્તારમાં પોતાનો ધ્વજ લગાવ્યો હતો, તે વિસ્તાર હંમેશાથી જ તેની સરહદમાં જ છે. તે વિસ્તારને લઈને કોઈ વિવાદ નથી. સેનાના સુત્રોએ આ વાતની પુષ્ટી કરી છે. જો કે, ચીન તરફથી જ્યારે આ વીડિયો સામે આવ્યો હતો, ત્યાર બાદ વિપક્ષે સરકાર પર હુમલા કર્યા હતા. આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે વિપક્ષનાં અન્ય નેતાઓએ પણ મોદી સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.

સેનાના સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે- ચીને સોશિયલ મીડિયા પર જ્યાં ચીનનો ધ્વજ ફરકાવ્યો હતો તે વિસ્તારને લઈને કોઈ વિવાદ નથી. તે વિસ્તાર શરૂઆતથી જ ચીનના નિયંત્રણમાં રહેલો છે. સરળ શબ્દોમાં કહીએ તો ચીને પોતાનો ધ્વજ પોતાના વિસ્તારમાં જ ફરકાવ્યો છે, તે ગલવાનનો વિસ્તારમાં નથી કે જ્યાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ છે.

વીડિયો બાદ વિવાદ શરુ થયો હતો
આ તમામ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ચીનના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ગલવાનમાં ચીની ધ્વજ ફરકાવતો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું- 2022ના નવા વર્ષનાં દિવસે, ગલવાન ઘાટી પર ચીનનો ધ્વજ ફરકી રહ્યો છે. આ ધ્વજ ખાસ છે કારણ કે તે એક સમયે બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર પર લહેરાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર
વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું- 'ગલવાન પર અમારો તિરંગો જ સારો લાગે છે. ચીને જવાબ આપવો પડશે. મોદીજી, મૌન ન રહો. જ્યારે આ તરફ યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બી એ સોશિયલ મીડિયા પર લખ્યું હતુ. નવા વર્ષ નિમિત્તે ભારતનાં ગલવાન ઘાટીમાં ચીનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. 56 ઇંચનો ચોકીદાર ક્યાં છે?

નવા વર્ષે ભારત- ચીનની સેનાએ એક-બીજાને મીઠાઈ આપી હતી
ભારતીય સેનાના જવોનો અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નાં જવાનોએ નવા વર્ષનાં દિવસે LAC પર જુદી-જુદી જગ્યાએ એક-બીજાને મીઠાઈ આપતા શુભેચ્છા પાઠવી હતી. બંને દેશની સેનાએ હોટ સ્પ્રીંગ્સ, નાથૂ લા, કોંગરા લો, કેકે પાલ, DBO, બોટન લેક, કોકાલા, ચુશુલ મોલ્ડો, બૂમ લા અને વાછા દમાઈ ખાતે પરસ્પર મીઠાઈ આપીને નવા વર્ષની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...