તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Chinese Established A Village In The Bhutanese Region Near Arunachal Pradesh, And Also Built Army Camps And Power Plants Here.

ભૂટાનમાં ચીનની ઘુસણખોરી:અરુણાચલ નજીક ભૂટાનના વિસ્તારમાં ચીને ગામ વસાવ્યું, અહીં આર્મી કેમ્પ અને પાવર પ્લાન્ટ પણ બનાવી લીધા

બેઇજિંગ/થિંપુ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂટાનની જમીન પર કબ્જો કરવા પાછળનો મૂળ ઉદ્દેશ ભારતને નિશાન કરવાનો છે

ઓસ્ટ્રેલિયાના મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનને ભૂટાનમાં 8 કિમી અંદર ગ્યાલાફૂગ નામનું એક ગામ વસાવી લીધુ છે. અહીં ચીને માર્ગ, ઈમારતો અને પોલીસ સ્ટેશન તથા આર્મી બેઝ પણ બનાવી લીધો છે. આ ગામમાં પાવર પ્લાન્ટ, ગોદામ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની ઓફિસ પણ છે. એક રિસર્ચ જર્નલમાં છપાયેલા અહેવાલને ટાંકી ઓસ્ટ્રેલિયાના મીડિયાએ આ અહેવાલ જાહેર કર્યો છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ચીનના કબ્જાવાળા ગ્યાલાફૂગ ગામમાં 100થી વધારે લોકો અને એટલી જ સંખ્યામાં યાક રહેલા છે. કન્સ્ટ્રક્શન વર્કર્સની પણ અહીં અવર-જવર છે. અહેવાલ પ્રમાણે આ વિસ્તાર ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશની બિલકુલ નજીક છે અને ચીન અરુણાચલ પ્રદેશ પર પણ પોતાનો દાવો કરી રહ્યું છે. આ સંજોગોમાં એવું માનવામાં આવે છે કે ભૂટાનની જમીન પર કબ્જો કરવા પાછળનો મૂળ ઉદ્દેશ ભારતને નિશાન કરવાનો છે.

બન્ને દેશો વચ્ચે 470 કિમી લાંબી સરહદ
ઓસ્ટ્રેલિયાના મીડિયા અહેવાલ પ્રમાણે ચીન એ વાત સમજી ચુક્યું છે કે તિબેટ 1 અબજ 40 કરોડની વસ્તી ધરાવતા ચીનનો વધારે વિરોધ કરી શકશે નહીં. ચીનના સૈનિકોએ અહીં એક મોટું બેનર લગાવ્યું છે. જેમાં લખ્યું છે કે શી જિનપિંગ પર વિશ્વાસ જાળવી રાખો. તાજેતરમાં જ સીમા વિવાદને લઈ બન્ને દેશો વચ્ચે કુનમિંગ શહેરમાં 25 બેઠક યોજાઈ છે. બન્ને દેશ 470 કિમી લાંબી સરહદ શેર કરે છે. જોકે, બોર્ડરની વહેચણીને લઈ ભૂટાન અને ચીનનો તર્ક અલગ-અલગ છે.

વર્ષ 1980ના ચીનના નકશામાં ભૂટાનમાં પોતાનું ગામ દેખાડ્યું હતું
આ જમીન પર કબ્જો કરી ચીને વર્ષ 1998ના એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ચીન આ જમીનના કબ્જાથી ભૂટાનના લોકોમાં નિરાશા વધી ગઈ છે. અહેવાલ પ્રમાણે વર્ષ 1980માં ચીનના જે નકશા હતા, તેમાં ગ્યાલાફૂગને ભૂટાનની અંદર દેખાડ્યું હતું. ભૂટાન પણ માને છે કે ચીન જે જમીન પર પોતાનો દાવો કરી રહ્યું છે તે તેના માટે પણ નવી બાબત છે. આ અગાઉ ચીને આ જનીમ પર ક્યારેય દાવો કર્યો ન હતો.

ભૂટાનની 12 ટકા જમીન પર ચીન દાવો કરે છે
ચીન બાબતના નિષ્ણાત રોબર્ટ બર્નેટનું કહેવું છે કે ચીન આ એક ખાસ રણનીતિના ભાગરૂપે તૈયારી કરી રહ્યું છે. તે ઈચ્છે છે કે તેની આ ગતિવિધિના કારણ ભૂટાન તેનો વિરોધ શરૂ કરે અને તે કબ્જા હેઠળની જમીન પર પોતાનો દાવો કરી દે. બર્નેટ કહે છે કે બુદ્ધિસ્ટ વસ્તી ધરાવતો ભૂટાન અને ચીનના કબ્જા હેઠળના તિબેટમાં ઘણીબધી બાબતો સમાન છે.

ભૂટાને ચીનની તુલનામાં ભારત સાથે સારા સંબંધ છે. ભૂટાન સૌથી વધારે વ્યાપાર પણ ભારત સાથે જ કરી રહ્યું છે. તેનાથી વિપરીત ચીન ભૂટાનમાં એવી કોઈ જ તક ધરાવતું નથી. ચીને ભૂટાનના કુલ ક્ષેત્રફળના 12 ટકા હિસ્સા પર પોતાનો દાવો કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વધી રહેલી તાકાત સાથે ચીનની દાદાગીરી પણ વધી રહી છે. એવી જ રીતે ચીન દક્ષિણ ચાઈના સમુદ્રના મોટાભાગ પર પોતાનો દાવો કરી રહ્યું છે.