તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Chief Scientist Said That The Delta Variant Is Spreading Very Fast, Its Case Has Also Increased In Germany.

WHOની ચેતવણી:મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું- ડેલ્ટા વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જર્મનીમાં પણ એના કેસમાં વધારો થયો

જીનિવા3 મહિનો પહેલા
જર્મનીમાં ડેલ્ટા વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં વેક્સિનેશન પણ હવે ઝડપી બની રહ્યું છે. - ફાઇલ
  • જર્મનીમાં પણ ડેલ્ટા વાયરસના કેસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું છે કે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ આગળ વધી રહ્યો છે અને હવે એ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડબ્લ્યુએચઓના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથનના કહેવા પ્રમાણે, આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, કારણ કે તેની ટ્રાન્સમિસિબિલિટી વધી ગઈ છે.

બીજી તરફ, જર્મનીની આરોગ્ય એજન્સીએ પણ એક નિવેદનમાં સ્વીકાર્યું છે કે દેશમાં આ પ્રકારના કેટલાક કેસો નોંધાયા છે અને હવે એની પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. નવા કેસમાંથી આ વેરિયન્ટ લગભગ 6% દર્દીઓમાં જોવા મળ્યો છે. આ તમામ દર્દીઓની ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.

જર્મનીમાં ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
જર્મનીમાં ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

હજી વધુ ડેટાની જરૂર છે
કોવિડ-19ને લગતા પ્રશ્નોના જવાબમાં સૌમ્યાએ કહ્યું- અત્યારસુધીમાં આપણી પાસે જેટલી પણ વેક્સિન ઉપલબ્ધ છે અને જેનો ઉપયોગ અત્યારસુધી કરવામાં આવી રહ્યો છે એના વિશે વધુ માહિતી જોઈએ છે. અમારે એ જાણવું છે કે કયા દેશમાં કયા પ્રકારના વેરિયન્ટ અને કઇ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવે છે. અમારી પાસે ડેટા છે, પરંતુ કેટલાક વધુ ડેટાની જરૂર છે. એ પછી આપણે આ વેરિયન્ટ સામે લડવા અને સંશોધન કરવા માટે વધુ સારી યોજના બનાવી શકાશે.

જર્મનીની વેક્સિન નિષ્ફળ
WHOનાં ચીફ સાયન્ટિસ્ટે એ હકીકત પર દુઃખ વ્યક્ત કર્યું હતું કે જર્મન કંપની ક્યોર વેકની વેક્સિન WHOના કાર્યક્ષમતાનાં ધોરણોને પૂર્ણ કરી શકી નથી. તેમનું માનવું છે કે ડેલ્ટા જેવા હાઇ ટ્રાન્સમિસિબલ સ્ટ્રેન પર એ ખૂબ અસરકારક સાબિત થઇ નહીં. તેમના મતે આ વેક્સિનની અસરકારકતા 50% કરતાં ઓછી છે. સૌમ્યાએ કહ્યું- કોઈપણ મહામારીને કાબૂમાં લેવા માટે જે વેક્સિનની જરૂરી છે એ ઓછામાં ઓછી 50 ટકા અસરકારકતા હોવી આવશ્યક છે.

જર્મન કંપની ક્યોર વેકની વેક્સિન WHOના કાર્યક્ષમતાનાં ધોરણોને પૂર્ણ કરી શકી નથી.
જર્મન કંપની ક્યોર વેકની વેક્સિન WHOના કાર્યક્ષમતાનાં ધોરણોને પૂર્ણ કરી શકી નથી.

તેમણે કહ્યું હતું કે હવે જે ટ્રાયલ ચાલી રહી છે એમાં આપણે આ બધી બાબતોમાંથી શીખીને આગળ વધી રહ્યા છીએ. આ વાયરસને કારણે અમારા રિસર્ચર્સને વધુ વિગત મળી છે. આ પહેલાં WHOએ ડેલ્ટા વેરિયન્ટને ચિંતાજનક ગણાવ્યો હતો. ભારતમાં એ હવે પરિવર્તિત થઈ ગયો છે અને એ વાયરસ ડેલ્ટા પ્લસનું સ્વરૂપ લઈ ચૂક્યો છે.