બ્રિટનના 56માં PM બન્યાં લીઝ ટ્રસ:38 મિનિટ વગર વડાપ્રધાન વગર રહ્યું બ્રિટન; કેબિનેટમાં ઋષિ સુનકને સ્થાન નહીં

લંડન20 દિવસ પહેલા

લિઝ ટ્રસ બ્રિટનના 56માં વડાંપ્રધાન બની ગયા છે. મંગળવારે સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં ક્વીન એલિઝાબેથે તેમને શપથ અપાવ્યા. સામાન્ય રીતે આ કાર્યક્રમ લંડનના બર્કિંગહામ પેલેસમાં યોજાય છે, પરંતુ ક્વીન હાલ સ્કોટલેન્ડમાં છે. 96 વર્ષનાં ક્વીનની તબિયતને લઈને તેઓ યાત્રા કરી શકે તે શક્ય નથી. તેથી નવાં PMના શપથ સ્કોટલેન્ડમાં થયા.

આ અંગે ખાસ વાત એ રહી કે લિઝે તે ક્વીન એલિઝાબેથની સામે શપથ લીધાં, જેમનો તેમને 1994માં ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. એ પણ રસપ્રદ છે કે રાજાશાહીના વિરોધ કરનાર પહેલાં મહિલા વડાંપ્રધાનને ક્વીને જ PMનું સીલ અને મહોર સોંપ્યા.

ધ મિરરના એક રિપોર્ટ મુજબ ઋષિ સુનકને ટ્રસ કેબિનેટમાં જગ્યા નહીં મળે. તમામ નામ નક્કી થઈ ગયા છે. ટોપ 4 પોઝિશનમાં તમામ અશ્વેત સાંસદોના નામ જણાવવામાં આવ્યા છે. જોનસન સરકારમાં સુનક નાણા મંત્રી હતા. કોવિડ દરમિયાન બ્રિટનને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે વિશ્વભરમાં તેમની ભારે પ્રશંસા થઈ હતી.

બ્રિટનને આશાસ્પદ દેશ બનાવવા માગુ છું
વડાપ્રધાન બન્યા પછી લિઝે પહેલી સ્પીચ આપી. કહ્યું- બોરિસ જોનસને બ્રેક્ઝિટ, કોવિડ અને રશિયા જેવાં મુદ્દાઓને સફળતાથી હેન્ડલ કર્યા. હવે અમે બ્રિટનને આશાઓથી ભરેલો દેશ બનાવવા માગીએ છીએ. અમારે નવા રસ્તા, મકાન બનાવવા પડશે. વધુ સ્પીડથી કામ કરે તેવા બ્રોડબેન્ડ જોઈશે. બ્રિટનના લોકો પર જે બોજો છે, તેને ઘટાડવો પડશે. અમે ટેક્સ ઘટાડીશું અને ઈકોનોમીને પાટા પર લાવીશું કે જેથી ગ્રોથ મળે.

આ પહેલા બોરિસ જોનસને PM હાઉસ 10 ડાઉનિંગ સ્ટ્રીટથી વડાપ્રધાન તરીકે અંતિમ ભાષણ આપ્યું. જેમાં તેઓએ પરત ફરવાનો વિશ્વાસ આપ્યો. પછી પત્ની કૈરીની સાથે સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલ પહોંચ્યા. જ્યાં તેમને ક્વીનને રાજીનામું સોંપ્યું હતું.

લગભગ 38 મિનિટ PM વગર રહ્યું બ્રિટન
BBCના એક રિપોર્ટ મુજબ, સ્કોટલેન્ડમાં ક્વીન સાથે મુલાકાત માટે લિઝ અને જોનસન અલગ અલગ એરક્રાફ્ટથી પહોંચ્યા. જોનસને રાજીનામું આપવાનું હતું અને લિઝને અપોઈમેન્ટ લેટર મળવાનો હતો. લંડનથી બાલ્મોરલ કાસલ આવવા જવાનો સફર લગભગ 1300 કિલોમીટરનો છે.

પહેલાં જોનસન અને પત્ની કૈરી ક્વીનની પાસે પહોંચ્યા. રાજીનામું આપ્યું અને વડાપ્રધાન બનાવવા માટે ક્વીનનો આભાર માન્યો. જેના લગભગ 38 મિનિટ પછી લિઝ પહોંચી. અપોઈમેન્ટ લેટર લીધો અને ક્વીનનો આભાર માનતા હાથ મિલાવ્યા. જોનસનના રાજીનામા અને લિઝની નિમણૂંક વચ્ચે જે સમય લાગ્યો તે સમયે બ્રિટનના કોઈ વડાપ્રધાન ન હતા.

બ્રિટિશ PMનો શપથગ્રહણ સમારોહ સામાન્ય રીતે લંડનના બકિંગહામ પેલેસમાં થાય છે, પરંતુ આ વખતે એ સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં થશે. રાણી હાલમાં સ્કોટલેન્ડમાં છે.
બ્રિટિશ PMનો શપથગ્રહણ સમારોહ સામાન્ય રીતે લંડનના બકિંગહામ પેલેસમાં થાય છે, પરંતુ આ વખતે એ સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં થશે. રાણી હાલમાં સ્કોટલેન્ડમાં છે.

લિઝે ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવ્યા છે
47 વર્ષીય લિઝ ટ્રસને ઋષિ સુનકે 20 હજાર 927 મતથી હરાવ્યા છે. લિઝને બ્રિટિશ રાજકારણમાં ફાયરબ્રાન્ડ લીડર તરીકે ઓળખવામાં આવે છે. સોમવારે જીતની જાહેરાત બાદ લિઝે સુનક વિશે કહ્યું- હું ભાગ્યશાળી છું કે મારી પાર્ટીમાં ઘણા સમજદાર નેતાઓ છે. પરિવાર અને મિત્રોનો પણ આભાર.

જોકે લિઝને 21 વર્ષમાં સૌથી ઓછા પક્ષના સભ્યોના મત મળ્યા છે
મીડિયા અને સર્વેક્ષણો લિઝની મોટી જીતની આગાહી કરી રહ્યાં હતાં, જ્યારે પરિણામ આવ્યું ત્યારે ચિત્ર અલગ જ જોવા મળ્યું. 2001 પછી લિઝ પ્રથમ બ્રિટિશ પીએમ ચૂંટાયેલાં, જેમને 60% કરતાં ઓછા મત મળ્યા. પક્ષના સભ્યોના મતોમાં લિઝનો હિસ્સો 57% હતો. સુનકને 42.6% મત મેળવ્યા છે. 2019માં જ્યારે બોરિસ જોનસન વડાપ્રધાન બન્યા ત્યારે તેમને 66.4% મત મળ્યા હતા.

ડેવિડ કેમેરોનને 2005માં 67.6% મત મળ્યા હતા, જ્યારે ડંકન સ્મિથને 2001માં 60.7% મત મળ્યા હતા. થેરેસા પાસે ક્યારેય મેમ્બરશિપ બેલેટ, એટલે કે પાર્ટી સભ્યોના મતની જરૂર પડી ન હતી, કારણ કે તેમની સામે લડતા ઉમેદવાર, એન્ડ્રિયા લીડસમ, પ્રથમ રાઉન્ડ પછી હાર સ્વીકારી હતી.

લિઝ ત્રીજાં મહિલા વડાપ્રધાન

લિઝ બ્રિટનનાં ત્રીજાં મહિલા વડાપ્રધાન બન્યાં છે. તેમની પહેલાં માર્ગારેટ થેચર અને થેરેસા મે આ પદ પર રહી ચૂક્યાં છે. લિઝ માર્ગારેટ થેચરને પોતાનો આદર્શ માને છે.

અન્ય સમાચારો પણ છે...