તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • The Case Was Found 2 Months Later In New Zealand, With A Lockdown In Britain Until July 17; More Than 1,000 Deaths In 4 Countries, Including The United States

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કેર:ન્યૂઝીલેન્ડમાં 2 મહિના પછી કેસ મળ્યો, બ્રિટનમાં 17 જુલાઈ સુધી લૉકડાઉન; અમેરિકા સહિત 4 દેશોમાં ફરી 1000થી વધુ મૃત્યુ

નવી દિલ્હી, વેલિંગ્ટનએક મહિનો પહેલા
 • કૉપી લિંક

દુનિયામાં કોરોના ચેપગ્રસ્તોનો આંકડો 9.93 કરોડને વટાવી ચૂક્યો છે અને દુનિયામાં આ વાઈરસનો કેર ઘટી રહ્યો નથી. આ મામલે ન્યૂઝીલેન્ડ પણ સામેલ છે. જેની સારી રીતે વાઈરસનો સામનો કરવા બદલ દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. હવે ત્યાં બે મહિના પછી કોરોનાનો સામુદાયિક ફેલાવાનો મામલો સામે આવ્યો છે. સ્વાસ્થ્ય મહાનિર્દેશક એશલે બ્લૂમફીલ્ડે રવિવારે કહ્યું કે કોરોનાનો આ મામલો એક 56 વર્ષીય મહિલામાં સામે આવ્યો હતો જે તાજેતરમાં યુરોપનો પ્રવાસ કરી પાછી ફરી હતી. તેણે 14 દિવસ ક્વૉરન્ટાઈન પૂરું કર્યુ અને બે વાર રિપોર્ટ નેગેટિવ પણ આવ્યો.

13 જાન્યુઆરીએ તે ઘરે જતી રહી. થોડા દિવસ પછી તેમાં કોરોનાના લક્ષણ દેખાયા અને તપાસમાં પોઝિટિવ આવી. તેની પણ તપાસ ચાલી રહી છે કે મહિલા સાથે આવેલી બીજી મહિલાઓ ક્યાંક તેના સંપર્કમાં આવીને ચેપગ્રસ્ત તો થઇ નથી ને? બ્રિટનમાં દેશવ્યાપી લૉકડાઉન 17 જુલાઇ સુધી આગળ વધારાયું છે. સાથે જ વધુ ખતરાવાળા દેશોથી આવનારા યાત્રીઓને 10 દિવસ ક્વૉરન્ટાઈન કરાશે. બીજી બાજુ જર્મની પ્રથમ એવો યુરોપિયન દેશ બનવા જઈ રહ્યો છે જે ટ્રમ્પને સાજા કરવા વપરાયેલી એન્ટીબોડી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવા શરૂ જઈ રહ્યો છે.

દુનિયામાં 7 કરોડ સાજા થયા, બ્રિટનમાં દર લાખે સૌથી વધુ મૃત્યુ

 • દુનિયામાં દર્દીઓની સંખ્યા 9.94 કરોડ થઈ ગઈ છે. સોમવારે આંકડો 10 કરોડને વટાવી શકે છે. તેમાં સાત કરોડથી વધુ સાજા થઈ ચૂક્યા છે.
 • એશિયન દેશોમાં કેસ ઘટી રહ્યા છે. જ્યારે યુરોપ અને અમેરિકામાં કેર યથાવત્ છે. સૌથી વધુ મૃત્યુદરવાળા 5 દેશોમાં અમેરિકા ઉપરાંત 4 યુરોપિયન દેશ સામેલ છે.
 • દર એક લાખ પર મૃત્યુ મામલે બ્રિટન સૌથી આગળ છે. પછી ચેક રિપબ્લિક, ઈટાલી, અમેરિકા અને સ્પેન છે.
 • બ્રિટનમાં ગત 7 દિવસથી દરરોજ 1000થી વધુ મૃત્યુ થઈ રહ્યા છે. એક દિવસમાં સૌથી વધુ 1820 મૃત્યુ ગત બુધવારે નોંધાયા હતા.
 • દુનિયામાં મૃત્યુ મામલે ભારત 9માં ક્રમે છે. અહીં એક લાખની વસતીએ ફક્ત 11 મૃત્યુ થયા છે.

અભ્યાસ : સાજા થનારા દર્દીઓ નવા વાઇરસથી છ મહિના સુધી સુરક્ષિત
એક નવા અભ્યાસમાં જાણ થઈ કે કોરોના મહામારીથી સાજા થઈ ચૂકેલા લોકો ઓછામાં ઓછા છ મહિના કે તેનાથી વધુ સમય સુધી વાઈરસના નવા પ્રકારથી સુરક્ષિત રહે છે. અભ્યાસ અનુસાર ચેપગ્રસ્ત થયા બાદ લાંબા સમય સુધી પ્રતિરોધક તંત્ર એટલે કે એન્ટીબોડી વિકસિત થાય છે. આ વાઈરસના અન્ય સ્વરૂપ જેમ કે સંક્રમણના દ.આફ્રિકી સ્વરૂપને પણ રોકી શકાય છે. અમેરિકાની રૉકફેલર યુનિ.ના વિજ્ઞાનીઓનું રિસર્ચ નેચર મેગેઝિનમાં પ્રકાશિત કરાયું. તેમાં જણાવાયું કે પ્રતિરોધક કોષ એન્ટીબોડી બનાવે છે જે પછી વિકસિત થયા કરે છે. વિજ્ઞાનીઓ કહે છે કે આ અભ્યાસ અત્યાર સુધીના એ સૌથી મજબૂત પુરાવા રજૂ કરે છે કે પ્રતિરોધક તંત્ર વાઈરસને યાદ રાખે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો