તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • International
 • The Care Of The Authorities On Democracy Around The World, The Grandfathering Of Governments In Many Countries, Including India

ધ ઈકોનોમિસ્ટમાંથી...:દુનિયાભરમાં લોકશાહી પર સત્તાધીશોનો કેર, ભારત સહિત અનેક દેશોમાં સરકારોની દાદાગીરી

ન્યુયોર્ક8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૈનિક વિદ્રોહના બદલે ચૂંટણી જીતીને આવેલા નેતા લોકશાહી સંસ્થાઓ માટે જોખમ બન્યા
 • ભારતમાં એક પાર્ટીનું સામ્રાજ્ય સ્થપાવાની શંકા : ધ ઈકોનોમિસ્ટ
 • અમેરિકામાં ન્યાયતંત્ર અને અધિકારીયોની વ્યવસાયિક કાર્ય પદ્ધતિએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર અંકુશ લગાવ્યો છે

1990ના દાયકામાં સોવિયત સંઘનું પતન થયા પછી અનેક દેશોમાં લોકશાહી ફેલાઈ, પરંતુ હવે ટ્રેન્ડ વિપરીત થયો છે. અમેરિકા, ભારત અને અનેક દેશોમાં સત્તાધારી નેતા લોકશાહી પરંપરાને નુકસાન પહોંચાડી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્તમાન ચૂંટણીને અમેરિકાના ઈતિહાસની સૌથી ભ્રષ્ટ ચૂંટણી જાહેર કરી છે. ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો. બાઈડેન માટે સતત મુશ્કેલીઓ ઊભી કરાઈ રહી છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીએ અદાલતો સહિત તમામ સંસ્થાઓ પર કબજો કરી લીધો છે. ચૂંટણી પંચ પણ સત્તાધારી પક્ષથી પ્રભાવિત હોવાની આશંકા છે. બ્રાઝીલ, હંગેરી, પોલેન્ડ, વેનેઝુએલા, તૂર્કી અને અનેક દેશોમાં સરકારો પોતાની મરજી ચલાવી રહી છે.

ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (ઈઆઈયુ) અનુસાર 2006 પછી ગયા વર્ષે લોકશાહી સૂચકાંક સૌથી ખરાબ રહ્યો છે. લોકશાહીનું જોખમ સૈનિક વિદ્રોહથી નહીં પરંતુ સત્તાધારી સરકારોથી છે. એવા દેશ જ્યાં આ પ્રકારની સ્થિતિ અકલ્પનીય હતી, ત્યાં પણ નિયમ-કાયદા અને સંસ્થાઓનું સ્તર નીચે જતાં સ્થિતિ બગડી છે. સવાલ એ છે કે, આવું શા માટે થયું છે? ટ્રમ્પ સહિત અનેક નેતા લોકશાહી સરકારોની નિષ્ફળતાના કારણે સત્તામાં આવ્યા છે. ધનિક દેશોમાં કામદાર વર્ગના મતદારોમાં વિશ્વાસ બેસી ગયો છે કે, નેતાઓ તેમની ચિંતા કરતા નથી. મધ્ય અને પૂર્વ યુરોપમાં સરકારોએ પોતાનાં મતદારોને બદલે યુરોપિયન યુનિયન સાથે જોડાયેલા મુદ્દા પર વધુ ધ્યાન આપ્યું છે. વિકાસશીલ દેશોમાં ભ્રષ્ટાચારથી એવો સંદેશો ગયો છે કે, સત્તાધારી વર્ગનો રસ માત્ર પૈસા બનાવવામાં છે.

જનતાનો મૂડ જાણતા સાહસિક નેતાઓએ નીતિઓના બદલે પોતાની ઓળખની રાજનીતિને આગળ વધારી છે. તેમણે મતદારોને આશ્વાસન આપ્યું છે કે, તેમની તકલીફ સૌથી વધુ મહત્ત્વની છે. આ ઊથલ-પાથલમાં જુની પાર્ટીઓનો સફાયો થઈ ગયો છે. 2017માં ફ્રાન્સમાં તમામ જૂની પાર્ટીઓને કુલ મળીને માત્ર 25 ટકા વોટ મળ્યા હતા. પોલેન્ડમાં સત્તાધારી પાર્ટીએ લોકોને દેશભક્તિ અને વિદેશીઓના ભયના નામે એકજૂથ કર્યા છે. બ્રાઝીલમાં જેયર બોલસોનારોએ મતદારોના મનમાં નેતાઓ પ્રત્યે અસન્માનનો ભાવ પેદા કર્યો છે. આવી રાજનીતિ લોકશાહી માટે જરૂરી સહિષ્ણુતા અને સંવાદ પ્રત્યેથી લોકોને દૂર લઈ જાય છે.

ભારતમાં ન્યાયતંત્ર, ચૂંટણી પંચ સહિત અનેક સરકારી સંસ્થાઓ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનું દબાણ અનુભવી રહી છે

 • સુપ્રીમ કોર્ટે પત્રકાર અર્નબ ગોસ્વામીની જામીન અરજી પર તાત્કાલિક સુનાવણી કરી. બીજી તરફ અદાલતોમાં જામીનના 60 હજાર કેસ પડતર છે. જમ્મુ-કાશ્મીરના 550 લોકોની હેબિયસ કોર્પસ અરજીઓ સુનાવણીની પ્રતીક્ષામાં છે.
 • સુપ્રીમ કોર્ટ બંધારણીય કેસોની સુનાવણી પણ ટાળે છે. રાજકીય પક્ષોને ફંડ આપનારા ચૂંટણી બોન્ડની કાયદેસરતા, જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવું, નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ 140 અરજીઓ સહિત અનેક મોટા સવાલો પર ન્યાયાધિશોએ વિચાર કર્યો નથી.
 • હાઈકોર્ટના પૂર્વ જજ અજિત પ્રકાશ કહે છે, આ સરકારે અંગત આઝાદીને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. અદાલતો- ખાસ કરીને સુપ્રીમ કોર્ટ અસહમતિને હિંસક અને અંધાધૂંધ રીતે કચડી નાખવા સામે મૂક દર્શક બનેલી છે.
 • ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કાયદાના વાઈસ ડીન તરૂનાભ ખૈતાન કહે છે કે, કટોકટીના સમયે જોખમ એકદમ સ્પષ્ટ હતું. અનેક રીતે બંધારણનો નાશ કરાયો હતો. હવે આપણે ધીમે-ધીમે સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે એક પાર્ટી શાસન ઉપરાંત એકાધિકારવાદી સરકાર જોઈ રહ્યા છીએ.
 • ભાજપના સમર્થક એ માન્યતાને ખોટી બતાવે છે કે મોદી સરકારમાં લોકશાહી નબળી પડી છે. દક્ષિણ પંથી મેગેઝિન સ્વરાજ્યના સંપાદક રાઘવન જગન્નાથન કહે છે કે, આપણી લોકશાહીમાં ખામીઓ છે, પરંતુ તે સતત ચાલતી પ્રક્રિયા છે. તે માત્ર સત્તાધારી લોકો સાથે જ સંબંધિત નથી.

અનેક દેશોમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે
અમેરિકામાં ન્યાયાધિશો અને અધિકારીઓની વ્યવસાયિક વિચારધારા અને કાર્યશૈલીને કારણે સંસ્થાઓ સલામત છે. જ્યારે ટ્રમ્પે આ સંસ્થાઓમાં તોડફોડના પ્રયાસ કર્યા તો તેઓ નિષ્ફળ રહ્યા. લોકોને ફોસલાવાની રાજનીતિએ દુશ્મનાવટ અને રાજકીય ગતિરોધ દ્વારા અમેરિકાને નુકસાન પહોંચાડ્યું છે. જોકે, લોકશાહીમાં નવી શરૂઆત કરવાની ક્ષમતા છે. હંગેરી અને પોલેન્ડના શહેરોમાં લોકોએ દમન અને મૂડીપતિઓને પ્રોત્સાહન આપવાની રાજનીતિને ફગાવી દીધી છે. ગયા વર્ષે યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં લોકોને લલચાવતી રાજનીતિ કરતા નેતાઓની સ્થિતિ નબળી પડી હતી. ભારત આટલો વિશાળ અને વિવિધતાથી ભરપૂર દેશ છે કે, એક પાર્ટી માટે તેના પર શાસન કરવું મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...