અત્યારે બ્રિટનની સ્કૂલોમાં બાળકોને દયાળુ બનાવવા માટે સામાજિક આંદોલન ચાલી રહ્યું છે. બાળકોને દયાળુ બનવાની તાકાતનો અનુભવ કરાવાઇ રહ્યો છે. વાસ્તવમાં, સ્કૂલોના અભ્યાસક્રમમાં દયાના ભાવના પ્રકરણને પણ સામેલ કરવામાં આવી રહ્યાં છે. નાની ઉંમરમાં દયાભાવ અંગે બાળકોને શીખવવામાં આવી રહ્યું છે.
અંદાજે 30 હજારથી વધુ સ્કૂલો દયાના સબસિડી સાથે. ભાવના પાઠને અભ્યાસક્રમમાં સામેલ કરી ચૂકી છે. કાઇન્ડનેસ યુકે સંસ્થા શિક્ષકો અને સ્કૂલોને 50 હજારથી વધુ દયાનો ભાવ કેળવવાનું શીખવતી કિટની વહેંચણી કરી ચૂકી છે.
કિટમાં બાળકોને દયાળુ બનાવવા માટે એક પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે, જેમાં દયાળુ બનવા અંગેની ચર્ચાથી લઇને ગતિવિધિઓ પણ સામેલ છે. બ્રિટિશ રેડક્રોસ સોસાયટી પણ શિક્ષકો તેમજ બાળકોને દયાના ભાવમાં રહેલી શક્તિ અંગે માહિતગાર કરી રહી છે.
કાઇન્ડનેસ યુકેના સીઇઓ ડેવિડ જેમિલીએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારતની સંસ્કૃતિમાં પહેલાથી જ દયા અને પરોપકાર વણાયેલા છે. ભારત પણ સ્કૂલોના અભ્યાસક્રમમાં દયાભાવ અંગેની શીખને સામેલ કરીને વિશ્વને એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડી શકે છે. દેશની વિશાળ વસ્તી દયાભાવના પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
લોર્ન્સહિલ એકેડમીના શિક્ષક મેકિનટોસ જણાવે છે કે, આ એક બહેતર ઇનોવેશન છે. અમે સ્કૂલમાં દયા અંગેના સપ્તાહની પણ ઉજવણી કરીએ છીએ. દયાના ભાવને કેળવવા માટે બાળકોને શિક્ષણ અપાઇ રહ્યું છે. બાળકો અન્ય પ્રત્યે દયા ભાવ કેળવીને કઇ રીતે આ વિશ્વમાં બદલાવ લાવી શકે છે તે અંગે પણ તેઓને સ્કૂલમાં શીખવવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.