તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ડોનેશિયા:લગ્નમાં શુભેચ્છા આપવા આવેલા એક્સ બોયફ્રેન્ડને જોઈને દુલ્હન ભાવુક થઈ, પતિની હાજરીમાં ભેટી પડી

એક મહિનો પહેલા

વીડિયો ડેસ્ક: ઈન્ડોનેશિયાની દુલ્હને જ શેર કરેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે તેના લગ્નની શુભેચ્છાઓ આપવા માટે તેનો પૂર્વ પ્રેમી પહોંચી જાય છે ત્યારે કેવી સ્થિતીનું નિર્માણ થાય છે. વાત જાણે એમ હતી કે આ યુવતી જ્યારે લગ્ન કરી રહી હતી ત્યારે ત્યાં તેનો ભૂતપૂર્વ પ્રેમી પણ તેને લગ્નની શુભેચ્છાઓ આપવા માટે પહોંચી ગયો હતો. પોતાની પૂર્વ પ્રેમિકાને આમ દુલ્હનના વેશમાં સજીધજીને જોઈ તેણે તેની સાથે હાથ મિલાવવા પણ પ્રયત્ન કર્યો હતો. પોતાના ભૂતપૂર્વ પ્રેમીને જોઈને તેણે તેના પતિને ઓળખાણ પણ આપી હતી. બાદમાં દુલ્હને પણ તેના પતિ પાસેથી ભૂતપૂર્વ પ્રેમીને ભેટવા માટેની પરમિશન માગી હતી. પતિએ આ પાડતાં જ બંને જણા એકબીજાને ભેટી પડ્યા હતા. પોતાની પૂર્વ પ્રેમિકાને લગ્નની શુભેચ્છાઓ આપ્યા બાદ તેના પતિ પ્રત્યે પણ તેણે આભાર વ્યક્ત કરીને તેને ગળે મળે છે. આ વીડિયો દુલ્હને જ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો હતો જે જોઈને યૂઝર્સે પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. કોઈ પ્રેમમાં સફળ થાય છે તો કોઈને પોતાનો પ્રેમ નથી પણ મળતો. જો કે, આવા પ્રેમીઓ પણ જૂના સંબંધોને ભૂલાવી દઈને રાજીખુશીથી આગળ વધી જઈને સારા ભવિષ્યની શુભેચ્છાઓ આપે ત્યારે જોનારાઓના હૃદયને પણ સ્પર્શી જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો