ગોપનિયતાનો ભંગ હવે લોકો માટે ધીમે-ધીમે સામાન્ય થઈ જવા લાગ્યો છે. લોકો તેને અલગ રીતે જોઈ રહ્યા છે અને પોતાને તેનાથી અનુરૂપ ઢાળી રહ્યા છે. તેઓ ન્યૂ નોર્મલને અનુકૂળ ઢળતા જઈ રહ્યા છે. એપલના સીઇઓ ટિમ કુકે પ્રાઇવસીના વિષય પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જો આપણને એવું લાગવા લાગે કે દરેક સમયે આપણા પર નજર રાખવામાં આવી રહી છે તો આપણા વ્યવહારમાં પરિવર્તન આવી જાય છે.
આપણે મુક્તમને રહેવાને બદલે ખચકાટ અનુભવીએ છીએ અને પોતાની વિચારવાની પદ્ધતિ બદલવા લાગીએ છે. કુકે એપલના ઉપાયોગ વિશે જણાવ્યું જેનાથી લોકોની અંગતતા કાયમ રહે છે. કુકે દાવો કર્યો કે એપલ પોતાના ગ્રાહકોની પ્રાઇવસી સાચવી રાખે છે. આ બાબત એપલને અન્ય કંપનીઓથી અલગ કરે છે. તેમણે કહ્યું કે એક અજબની વાત એ છે કે લોકોનો અંગત ડેટા અંગત નથી રહ્યો. એવું કહેવું મુશ્કેલ છે કે એક કંપની કેવી રીતે લોકોનો અંગત ડેટા લે છે.
ટિમે કહ્યું કે 2014માં સમલૈંગિકતા વિશે દુનિયાને જણાવવું મારી ગોપનિયતાથી વિરુદ્ધ હતું, પરંતુ યુવાઓની મદદ કરવા માટે તેઓએ આવું કર્યું. તેમને જાણવા મળ્યું કે એલજીબીટી-ક્યૂ સમુદાયને ખૂબ પરેશાન કરવામાં આવી રહ્યો હતો. તેમણે વિચાર્યું કે જો તેઓ પોતાના સમલૈંગિક હોવા વિશે દુનિયાને જણાવીને એક પણ વ્યક્તિની મદદ કરી શકે છે તો તેમને ગર્વ થશે. જેથી પોતાની ગોપનિયતાને પોતાની ઈચ્છાથી બાજુએ મૂકી દીધી. અંતમાં તેઓને લાગ્યું કે તેઓ એવી સ્થિતિમાં છે કે કંઈક સારું કરી શકે.
ગંભીરપણે વિચાર્યા બાદ સમલૈંગિકતાને સાર્વજનિક કરી હતી
ટાઇમના શિખર સંમેલનમાં ટિમ કુકે સમલૈંગિકતાના સવાલ પર એક્ઝિક્યુટિવ એડિટર જૉન સિમન્સને કહ્યું કે સમલૈંગિકતાને સાર્વજનિક કરવાનો નિર્ણય ગહન વિચાર-વિમર્શ બાદ લીધો હતો. લોકો આ વાતને કેવી રીતે સાંભળશે અને સ્વીકારશે એના વિશે પણ વિચાર્યું. તેમને લાગ્યું કે આવું કરવાથી ક્યાંક કંપનીની પ્રોડક્ટથી હટીને લોકોનું તમામ ધ્યાન તેમની પર કેન્દ્રીત તો નહીં થઈ જાય ને.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.