દીપોત્સવ વિશેષ:દેશથી બહાર દિવાળીનો સૌથી મોટો ઉત્સવ બ્રિટનના લેસ્ટરશાયરમાં શરૂ

લેસ્ટરશાયરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘વ્હીલ ઓફ લાઈટ’ જોવા સમગ્ર બ્રિટનથી લોકો પહોંચી રહ્યા છે
  • અહીં 7 દિવસ ઉત્સવ ચાલશે ... 5 લાખથી વધુ લોકો આવશે

ભારતથી બહાર દિવાળી પર ઊજવાતો સૌથી મોટો ઉત્સવ બ્રિટનના લેસ્ટરશાયરમાં રવિવારે શરૂ થઈ ગયો. 7 દિવસના આ ઉત્સવ માટે અહીં એક મોટા વિસ્તારમાં વ્હિલ ઓફ લાઇટ અને ફાયર આર્ટ સહિત અનેક આકર્ષણ લોકો માટે ઊભાં કરાયાં છે.

લેસ્ટરશાયરના મેયર પીટર સોલ્સબી કહે છે કે દર વર્ષની જેમ બેલગ્રેવ રોડ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારના સ્થાનિક લોકો ગોલ્ડન માઈલના નામે ઓળખાય છે.

સોલ્સબીનું કહેવું છે કે 7 દિવસના ઉત્સવમાં 5 લાખથી વધુ લોકોના આવવાનું અનુમાન છે. તેમાં લેસ્ટરશાયરમાં રહેતા ભારતીય સમુદાયના લોકો પણ સામેલ છે. જોકે કોરોનાને કારણે આ વખતના આયોજનમાં અનેક ફેરફાર કરાયા છે. તેમ છતાં મેયર સોલ્સબીને આશા છે કે કોરોના પ્રોટોકોલનું પાલન કરતા લોકો ઉત્સવમાં જરૂરથી ભાગ લેશે.

લોકોનો જમાવડો ઉત્સવ દરમિયાન એક જગ્યાએ વધુ ન થાય એટલા માટે ઉત્સવનાં આકર્ષણોને 7 અલગ અલગ સ્પોટમાં વહેંચી દેવાયો છે. ઉત્સવ સ્થળના કેન્દ્રમાં વ્હિલ ઓફ લાઈટ નામનું મોટું ચકડોળ લગાવાયું છે. જ્યારે કોસિંગ્ટન પાર્કમાં ફાયર ગાર્ડન બનાવાયું છે.

તેમાં મીણબત્તીઓની મદદથી મોડર્ન આર્ટવર્ક પ્રદર્શિત કરાયું છે. ખરેખર ભીડથી બચવા માટે આ વર્ષે દરેક વખતની જેમ આતશબાજીનો કાર્યક્રમ રખાયો નથી. તેની જગ્યાએ ફાયર આર્ટની વ્યવસ્થા કરાઈ છે.

સંપૂર્ણ ઉત્સવના સ્થળે અનેક જગ્યા પર વિશાળ સ્ક્રીન લગાવાઈ છે જેના પર પ્રી-રેકોર્ડેડ સાંસ્કૃતિક કાર્યક્રમ બતાવાઈ રહ્યા છે. લોકો વચ્ચે ફરતી હનુમાનજી, રાવણ, લક્ષ્મીજી તથા ગણેશજીની વિશાળકાય કઠપૂતળીઓ ખાસ કરીને બાળકો માટે આકર્ષણ જમાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...