તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:એસયુવી-મોટી કારની હેડલાઈટની આંખો આંજતી રોશની મોટી મુશ્કેલી, ભારતમાં રાત્રે સર્જાતી 33% દુર્ઘટનાઓનું કારણ તે છે

ન્યુયોર્ક9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકનોની નવી સમસ્યા હેડલાઈટ, 14 હજાર લોકોએ ઓનલાઈન અરજી દાખલ કરી

અમેરિકાના રાજ્ય આયોવામાં રહેતા 48 વર્ષીય શૉન ડીવેરિઝ ડ્રાઈવિંગ કરતી વખતે કાર હેડલાઈટની આંખો આંજી દેતી રોશની આવતા જ એક આંખ બંધ કરી દે છે. શૉન કહે છે કે છેલ્લાં બે વર્ષથી મને આવી ટેવ પડી ગઈ છે. એસયુવી અને મોટી કારની હેડલાઈટના પ્રકાશથી મને આંખોમાં દુખાવો પણ થાય છે. ક્યારેક તો એટલું દર્દ થાય છે કે આંખો બહાર કાઢીને ફેંકી દઉં. શૉનના ડૉક્ટર કહે છે કે તેમને બ્લડપ્રેશર, શુગર જેવી કોઈ તકલીફ નથી. એટલે તેમની આંખના દુ:ખાવાનું સૌથી મોટું કારણ કારની હેડલાઈટનો પ્રકાશ જ છે.

હેડલાઈટની આધુનિક ટેક્નોલોજીના કારણે જ આપણે રાત્રે અને ખરાબ હવામાનમાં પણ સરળતાથી ડ્રાઈવિંગ કરી શકીએ છીએ. જોકે, રાત્રે કારની હેડલાઈટોમાંથી ફેંકાતા પ્રકાશ મુદ્દે વ્યાપક સ્તરે વિરોધ થઈ રહ્યો છે. આ મુશ્કેલીને લઈને અમેરિકામાં 14 હજાર લોકોએ ઓનલાઈન અરજી પણ કરી છે. અમેરિકાની એક બિનસ્વૈચ્છિક સંસ્થાએ 2016માં પહેલીવાર હેડલાઈટ રેટિંગ જારી કર્યું હતું. તેમાં કુલ 80 પ્રકારની હેડલાઈટમાંથી ફક્ત એકને સારું રેટિંગ મળ્યું હતું. આ વર્ષે અપાયેલા રેટિંગમાં પણ ફક્ત 25% જ સારી છે. નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને જ્યારે લોકો પાસે આ મુદ્દે સવાલ કર્યા તો ચાર હજારથી વધુ લોકોએ લેખિતમાં ફરિયાદ આપી. તેમાં 30% લોકો કહે છે કે, રાત્રે હેડલાઈટના પ્રકાશથી અમે કંટાળી ગયા છીએ. રેર વ્યૂ મિરરમાંથી હેડલાઈટનો પ્રકાશ આવે છે, તેનાથી પણ આંખો બંધ થઈ જાય છે. આ ફરિયાદકર્તાઓમાં 65 વર્ષથી વધુ ઉંમરના 11% અને 45% લોકો 35થી 54 વર્ષના છે. આશ્ચર્યજનક એ છે કે તેમાં સૌથી વધુ 18થી 24 વર્ષના છે.

ફોર્ચ્યુનના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 74% વાહન હાઈ બિમનો બિનજરૂરી ઉપયોગ કરે છે. રોડ એક્સિડન્ટ ફોરમનો દાવો છે કે ભારતમાં પણ રાત્રે થતાં 33% અકસ્માત હાઈ બિમ લાઈટના ખોટા ઉપયોગના કારણે થાય છે. હજુ પણ એવા લોકો છે જેમને કારમાં હાઈ અને લૉ બિમ શું છે તે પણ ખબર નથી.

ઓટોમેટિક બીમ એડજસ્ટ કરતી ટેક્નોલોજી કારગર: નિષ્ણાતો
ઈન્સ્યોરન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈવે સેફ્ટી ટેક્નોલોજીના ડેવિડ આયલરના મતે હાઈ બિમ આસિસ્ટ ટેક્નોલોજીની મુશ્કેલીનો ઉકેલ આવી શકે છે. જ્યારે સામેથી કારનો સંકેત મળે તો તે લાઈટને લૉ બિમમાં બદલી નાંખે છે. યુરોપમાં એડેપ્ટિવ ડ્રાઈવિંગ બિમ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. લાઈટિંગ ટેક્નોલોજી સાથે સંકળાયેલા રેટ્રોફિટ સોર્સના મેટ કોસોફ કહે છે કે આ ટેક્નોલોજી સેન્સર આધારિત છે. તે ટ્રાફિકનું અનુમાન લગાવીને સામેની વ્યક્તિને પરેશાન કર્યા વિના પૂરતી લાઈટવાળી બિમ પેટર્ન તૈયાર કરે છે. આઈઈએમ એલઈડી લાઈટિંગ ટેક્નોલોજીના વડા નિસા ખાન કહે છે કે આંખો પર લાઈટની અસર પડે જ છે. એટલે હેડલાઈટના પ્રકાશમાં ઓટોમેટિક સંતુલન રહે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...