તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Ban Was Extended For A Week In Sydney Without A Source Of Transit For One Person; A Big Difference In The Two Countries' Methods For Transition Control

બ્લૂમબર્ગમાંથી:સિડનીમાં એક વ્યક્તિના સંક્રમણનો સ્ત્રોત ન મળતા પ્રતિબંધ અઠવાડિયું લંબાયા; સંક્રમણ પર કાબૂ માટેની બે દેશની પદ્ધતિઓમાં મોટો તફાવત

સિડની3 મહિનો પહેલાલેખક: એલ્ફી ચિઉ
  • કૉપી લિંક

એક દર્દીના સંક્રમણનો સ્ત્રોત ન મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાના સિડની શહેર અને આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધ એક અઠવાડિયું લંબાવાયા છે. ન્યૂ સાઉથ વેલ્સની પ્રાંતીય સરકારે 17 મે સુધી પ્રતિબંધ લાગુ કર્યા છે. તે 6 મેએ લદાયા હતા અને સોમવારે પૂર્ણ થવાના હતા.

બન્યું એવું કે અહીં 5 મેએ કોરોના સંક્રમણનો એક કેસ સામે આવ્યો હતો. ત્યાર બાદ સ્વાસ્થ્ય અધિકારીઓએ તેના સંક્રમણનો સ્ત્રોત શોધવા પ્રયાસ કર્યો. તે વિદેશ નહોતો ગયો. સ્થાનિક સ્તરે પણ ખબર ન પડી કે તે સંક્રમિત કેવી રીતે થયો? તેની પત્ની પણ સંક્રમિત જણાઇ છે પણ તે પછી સ્થાનિક સ્તરે કોઇ નવો કેસ સામે નથી આવ્યો. એવું મનાય છે કે હજુ સુધી સામે નહીં આવેલા કોઇ સંક્રમિતના સંપર્કમાં આવવાથી આ વ્યક્તિને સંક્રમણ થયું છે. તેથી પ્રતિબંધ થોડા દિવસ માટે લંબાવાયા છે, જે અંતર્ગત ઘરમાં વધુમાં વધુ 20 લોકો જ ભેગા થઇ શકશે. ઇનડોર વેન્યૂમાં લગ્ન સિવાયના કોઇ કાર્યક્રમ નહીં થઇ શકે.

સિંગાપોરમાં કેસ ફરી વધી રહ્યા છે, કોન્ટેક્ટ ટ્રેસિંગ ન થતાં હજારો લોકોના ટેસ્ટિંગની તૈયારી
સિંગાપોરમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ ન થવાથી કેસ વધી રહ્યા છે, જેના પગલે હજારો લોકોના કોરોના ટેસ્ટ કરાશે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ પણ વધુ કડક કરાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે ચાંગી એરપોર્ટના 3 કર્મચારી અને જુનિયર કોલેજનો એક સ્ટુડન્ટ તાજેતરમાં જ સંક્રમિત જણાતા હવે એરપોર્ટના 2 ટર્મિનલના કર્મચારી, શોપિંગ મોલ કર્મચારીઓ, જુનિયર કોલેજના તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને મુલાકાતીઓના ટેસ્ટ થશે. જુનિયર કોલેજના 2,200 લોકોના આજે ટેસ્ટ કરાશે. સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરાશે. સિંગાપોરમાં 2 અઠવાડિયાથી અઠવાડિયે 10-10 એવા કેસ આવ્યા છે કે જેના સ્ત્રોત જાણી શકાયા નથી. થોડાં અઠવાડિયા અગાઉ સુધી દેશમાં સંક્રમણ ઘટી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...