તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Approaching Drone Was Swallowed By A Crocodile, Google CEO Sundar Pichai Also Shared The Video On Social Media

મગરમચ્છનું અલગ સ્વરૂપ:નજીક પહોંચેલા ડ્રોનને મગરમચ્છ ગળી ગયો, ગૂગલના CEO સુંદર પિચાઈએ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
(પ્રતિકાત્મક તસવીર)

સોશિય મીડિયા પર જંગલી જાનવરના અનેક વીડિયો વાયરલ થતા જોયા હશે. તે કોઈ પશુ કે પક્ષીના શિકારને લગતા હોય શકે છે. પણ તાજેતરમાં એક એવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે કે જેમાં મગરમચ્છે કોઈ પશુ-પક્ષી નહીં પણ એક ડ્રોનનો શિકાર કર્યો છે. ગૂગલના CEO સુંદર પિચાઈએ પણ આ ઘટનાને લગતો વીડિયો રીટ્વિટ કર્યો છે.

આ આશ્ચર્યજનક વીડિયોમાં જોઈ શકાય છે કે એક મગરમચ્છ ડ્રોનને પોતાની ઝપટમાં લઈ છે અને ત્યારબાદ તેને ખાઈ જાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મગરમચ્છના મોઢામાંથી ધૂમાડો નિકળવા લાગે છે,જેને જોઈ વીડિયોમાં કેટલાક લોકો બૂમો પાડવા લાગે છે,જેમનો અવાસ સાંભળવા મળે છે.

આ વીડિયોને સોશિયર મીડિયા પર કેલિફોર્નિયા સ્થિત ડ્રોન કંપની 3DRના સંસ્થાપક અને ભૂતપુર્વ CEO ક્રિસ એન્ડરસને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે એવો દાવો કરવામાં આવે છે કે આ ઘટના અમેરિકાના ફ્લોરિડાની છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મગરમચ્છની નજીક એક નાનું ડ્રોન પહોંચે છે,ત્યારબાદ મગરમચ્છ ઉછળીને ડ્રોનને પોતાની ઝપટમાં લઈ લે છે અને ડિવાઈસ થોડી વાર બાદ સળગી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે, કારણ કે વીડિયોમાં મગરમચ્છના મોઢામાંથી ધૂમાડો નિકળવા લાગે છે.

સોશિયલ મીડિયા પરના આ વીડિયોમાં અનેક મગરમચ્છ એક નદીમાં છે, ત્યારે ત્યાં એક ડ્રોન આવે છે. ત્યારબાદ મગરમચ્છ પાણીમાંથી બહાર નિકળે છે અને ડ્રોનને તે પોતાનો શિકાર બનાવવા માટે ઉછળે છે, જોકે આ સ્થિતિમાં ડ્રોન પાછળ જતું રહે છે અને મગરમચ્છને કોઈ સફળતા મળતી નથી.

વીડિયો સાથે એક કેપ્શનમાં ડ્રોન ઓપરેટરે સ્વીકાર કર્યો છે કે જનવરનો ક્લોઝ-અપ શોટ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે લાગ્યું કે ડ્રોન સેન્સર તેને મગરમચ્છથી સુરક્ષિત અંતર જાળવી રાખવામાં મદદ કરશે.