નિત્યાનંદના કૈલાસાને મળ્યો વિશેષ દરજ્જો છીનવી લેવાયો:અમેરિકાના નેવાર્ક શહેરે સિસ્ટર સિટી ગણાવ્યું હતું, હવે કહ્યું- છેતરપિંડીથી કરાર કરાયો હતો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના શહેર નેવાર્કે ભારતના ભાગેડુ સ્વામી નિત્યાનંદના દેશ કૈલાસા સાથેનો તેનો સિસ્ટર સિટી કરાર રદ કર્યો છે. નેવાર્કના પ્રેસ સેક્રેટરી સુઝાન ગારોફાલોએ કરાર પર ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- અમે કૈલાસની સ્થિતિ વિશે જાણતા જ કરાર સમાપ્ત કર્યો. આ કરાર છેતરપિંડીથી કરવામાં આવ્યો હતો.

આ તસવીર નેવાર્ક અને કૈલાસા વચ્ચે 11 જાન્યુઆરીએ થયેલા કરારની છે.
આ તસવીર નેવાર્ક અને કૈલાસા વચ્ચે 11 જાન્યુઆરીએ થયેલા કરારની છે.

હકીકતમાં, યુએસ શહેર નેવાર્કે 11 જાન્યુઆરીએ કૈલાસા સાથે સિસ્ટર સિટી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી નિત્યાનંદે દાવો કર્યો હતો કે અમેરિકાએ તેમના દેશને માન્યતા આપી છે. નિત્યાનંદે આ કરાર સાથે સંબંધિત સમારોહની ઘણી તસવીરો પણ ફેસબુક પર શેર કરી હતી.

કરાર હેઠળ, કૈલાસાને નેવાર્કની સિસ્ટર સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
કરાર હેઠળ, કૈલાસાને નેવાર્કની સિસ્ટર સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

યુએનની બેઠકમાં કૈલાસના પ્રતિનિધિ જોવા મળ્યા હતા
અગાઉ 24 ફેબ્રુઆરીએ જિનીવામાં યુએનની બેઠકમાં નિત્યાનંદના કથિત દેશ કૈલાસના પ્રતિનિધિ વિજયપ્રિયા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે આર્થિક અને સામાજિક અધિકારો સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ચર્ચામાં ભાગ લીધો હતો. વિજયપ્રિયાએ કહ્યું હતું કે હિંદુ વિરોધી લોકો નિત્યાનંદને તેમના જન્મસ્થળે હેરાન કરી રહ્યા છે. જોકે, બાદમાં તેમણે એક વીડિયો જાહેર કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી.

2019માં દેશ છોડી નાસી ગયો હતો
2010માં નિત્યાનંદની એક શિષ્યએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તપાસ પછી 2019માં ગુજરાત પોલીસે જણાવ્યું હતું કે, નિત્યાનંદના આશ્રમમાં બાળકોને ગોંધી રાખવામાં આવતા હતા. તેના પછી પોલીસે રેડ કરી 2 લોકોની ધરપકડ કરી હતી. આશ્રમમાં બાળકોને મારમારવામાં પણ આવતું હતું. નિત્યાનંદે હંમેશા પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા છે.

નિત્યાનંદ 2019માં દેશ છોડી નાસી ગયો હતો. તેના પછી તેણે અમેરિકાની નજીક 'રિપબ્લિક ઑફ કૈલાસા' નામનું પોતાનું અલગ દ્વીપ વસાવવાનો દાવો કર્યો હતો. નિત્યાનંદે તેને વિશ્વનો પ્રથમ આઝાદ હિંદુ દેશ ગણાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...