અફઘાનિસ્તાન:અફઘાની સૈન્ય તાલિબાન પાસેથી પોતાની જમીન મુક્ત કરાવવા પ્રયાસ કરી રહ્યું છે

કાબુલ / તાશકંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૈન્યએ પાકિસ્તાની સરહદે બોલ્ડકમાં અભિયાન શરૂ કર્યું
  • બોલ્ડક જિલ્લામાં તાલિબાની લડાકુઓની ભરતી થઇ રહી છે

અફઘાની સૈન્યએ શુક્રવારે પાકિસ્તાની સરહદે તાલિબાન વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું. બોલ્ડક જિલ્લામાં અફઘાની સૈનિક તાલિબાની લડાકૂઓ સાથે બાખડી પડ્યા. બોલ્ડના વ્યાપારિક માર્ગ, બજાર અને સૈન્ય ચોકરીઓ પર તાલિબાને મંગળવારે કબજો કરી લીધો હતો. અફઘાન સૈન્ય તેને મુક્ત કરાવવા પ્રયાસ કરી રહ્યું છે. ઘટનાસ્થળે હાજર પત્રકારોએ જણાવ્યું કે અફઘાનના સૈન્યની કાર્યવાહીમાં ડઝનેક તાલિબાની લડાકૂઓ ઘવાયા હતા. સરહદ નજીક પાકિસ્તાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. એક ઘાયલ તાલિબાની લડાકૂ મુલ્લા મુહમ્મદ અહસને કહ્યું કે અફઘાની સૈન્યની કાર્યવાહીમાં અમારો એક સાથી મૃત્યુ પામ્યો. જોકે ડઝનેક ઘવાયા હતા.

બોલ્ડક વતની મોહમ્મદ જહીરે કહ્યું કે અફઘાની સૈનિકો અને તાલિબાની લડાકૂઓ મુખ્ય બજારમાં લડી રહ્યાં છે. ખરેખર બોલ્ડકથી બલૂચિસ્તાનનો સીધો રસ્તો છે. બલૂચિસ્તાનમાં દાયકાથી તાલિબાનના ટોચના કમાન્ડરોનો ડેરો રહ્યો છે. અહીંથી અફઘાન માટે લડાકૂઓની ભરતી કરવામાં આવે છે.

પાક. તાલિબાનને મદદ કરી રહ્યું છે : અફઘાની પ્રમુખ
અફઘાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલહએ કહ્યું કે પાક. એરફોર્સ અફઘાની આર્મી અને એરફોર્સને ચેતવણી આપી રહી છે કે બોલ્ડક જિલ્લાથી તાલિબાનને હટાવવાનો પ્રયાસ ન કરે. જો પ્રયાસ પણ કરશો તો પાક. તેનો જવાબ આકરી કાર્યવાહી તરીકે આપશે. આટલું જ નહીં પાક. એરફોર્સે તાલિબાનને અમુક ક્ષેત્રોમાં હવાઈ સહાય પણ કરી છે. પાક.ના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરી કહ્યું કે સાલેહના આરોપો પાયાવિહોણા છે.

ભારતીય વિદેશ મંત્રી જયશંકર અફઘાનના પ્રમુખને મળ્યાં
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે તાશ્કંદમાં અફઘાનનના પ્રમુખ અશરફ ગની સાથે મુલાકાત કરી. તેના બાદ જયશંકરે કહ્યું કે અફઘાનિસ્તાનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ પ્રત્યે અમારું સમર્થન છે. ગનીના કાર્યાલયે કહ્યું કે જયશંકરે તેમને જણાવ્યું કે ભારત અફઘાનને માનવીય મદદ જારી રાખશે. તેને 1.50 લાખ ટન ઘઉં મોકલશે. અફઘાનના સમર્થનમાં ભારત ક્ષેત્રીય સંમતિ મજબૂત બનાવવા કામ કરતું રહેશે.

સૈન્યની મદદ કરનારને અમેરિકા સાથે લઈ જશે
અહીં તાલિબાન સામે લડવામાં અમેરિકી સૈનિકોની મદદ કરનારા નાગરિકો હવે ચિંતિત છે કે સૈન્યના ગયા બાદ તાલિબાનીઓ તેમની કેવી હાલત કરશે. તેને લઈને અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જેમણે તાલિબાન સામે લડવામાં અમારી મદદ કરી છે અમે તેમને અમારા સૈનિકો સાથે બહાર કાઢીશું. જે લોકો પહેલાથી વિશેષ અપ્રવાસી વિઝા મેળવવા પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે અફઘાનથી જુલાઈના અંતથી ફ્લાઈટો શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...