તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The 99 year old Prince And Queen Of The UK Ventured Into Adulthood With The Vaccine; The Vaccine Also Sent A Message To 78 year old Bide

વિશ્વના મોટી ઉંમરવાળા લીડર્સનું વેક્સિનેશન:99 વર્ષના યુકેના પ્રિન્સ અને મહારાણીએ વેક્સિન લઈ મોટી ઉંમરે સાહસ દેખાડ્યું; વેક્સિન લગાવીને 78 વર્ષના બાઇડને પણ સંદેશો આપ્યો હતો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વભરના 117 દેશોમાં કોરોનાવાયરસને લઈને વેક્સિનેશન ડ્રાઇવ શરૂ થઈ ગયું છે

વિશ્વભરના 117 દેશોમાં કોરોનાવાયરસને લઈને વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થઈ ગયું છે. અનેક અફવાઓને પગલે હજુ પણ મોટી સંખ્યમાં લોકો વેક્સિન લગાડવાથી ડરી રહ્યા છે. ત્યાં સુધી કે ડોકટર્સ અને ફ્રંટલાઈનવર્કર્સ પણ વેક્સિન લગાડવાથી દૂર ભાગી રહ્યા છે. એવામાં લોકોને 78 વર્ષના અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તેવો સંદેશ આપ્યો છે કે વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને લોકો અફવાઓ પર ધ્યાન ન આપે.

સોમવારે 70 વર્ષના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો. આ કોવેક્સિનને ભારતીય કંપની ભારત બાયોટેકે તૈયાર કરી છે. આ એ જ વેક્સિન છે, જેના પર વિપક્ષના નેતા સવાલો કરી રહ્યા છે. હવે વડાપ્રધાને પોતે આ વેક્સિનનો ડોઝ લગાવીને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.