• Gujarati News
  • International
  • The 900 year old 'Living Book' Of The Maya Civilization Includes An Accurate Description Of The Planet Venus

રહસ્ય:માયા સંસ્કૃતિનું 900 વર્ષ પ્રાચીન ‘જીવિત પુસ્તક’, તેમાં શુક્ર ગ્રહનું પણ સચોટ વર્ણન

ન્યુયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોડેક્સ નામના પુસ્તકમાં અંતરિક્ષનો પણ ઉલ્લેખ

મધ્ય અમેરિકાની પ્રાચીન માયા સંસ્કૃતિના લોકોએ અંજીરનાં વૃક્ષોની છાલમાંથી કાગળ બનાવ્યા. તેનાથી બનેલાં પુસ્તકો પર પોતાની ચિત્રલિપિ વિકસિત કરી. આ પુસ્તકોને ‘કોડેક્સ’ કહેવામાં આવે છે. દુનિયાના સૌથી પ્રાચીન પુસ્તકમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

પુસ્તકના ચોથા કોડેક્સમાં સિવિલાઇઝેશન સ્ટ્રેટેજી અંગેનો ઉલ્લેખ છે. જ્યારે પુસ્તકમાં સમય, અંતરિક્ષ અને માણસની ભૂમિકા અંગે પણ માહિતી છે. તેમાં શુક્ર ગ્રહ વિશે 584 દિવસના ચક્રની ભવિષ્યવાણી કરવામાં આવી છે. સૂર્ય અને તારા અને તેની અદ્રશ્યતાનો સમયગાળો દર્શાવાયો છે. કાર્બન ડેટિંગથી અત્યાર સુધી 1100 વર્ષ સુધીનું ડીકોડિંગ થયું છે.

કોડનો અભ્યાસ કરનારા કાંટન રિવેરા લખે છે કે તેઓને જ્યારે લોકો વરસાદી જંગલોનો વપરાશ કરતા ન હતા તે દોરના આ પ્રાચીન પુસ્તકને વાંચવાની તક સાંપડી છે. કોડેક્સમાં શુક્રની અદ્રશ્યતાના 8 દિવસ, ચોથા પેજમાં ચારકોલથી બનેલું પેઇન્ટિંગ છે. સ્કેચનો લાલ રંગ રક્તને દર્શાવે છે.

ડ્રેસડન, મેડ્રિડ અને પેરિસમાં બાકીનાં 3 પુસ્તકો
મધ્ય અમેરિકાના કોડેક્સ નામના આ પુસ્તકના ત્રણ વોલ્યુમ ડ્રેસડન, મેડ્રિડ અને પેરિસના મ્યુઝિયમમાં ઉપલબ્ધ છે. કોડેક્સનું એક વોલ્યૂમ જ અત્યારે મેક્સિકોમાં સુરક્ષિત છે. તેને વેક્યુમ બોક્સમાં સુરક્ષિત રખાયું છે.

અન્ય સમાચારો પણ છે...