• Gujarati News
  • International
  • The 90 year old William Became The Oldest Person To Go Into Space, Making History With Jeff Bezos' Blue Origin In An 11 minute Flight.

11 મિનિટની અવકાશી ઉડાન:90 વર્ષના હોલિવૂડ એક્ટર રીલ લાઇફમાં સ્પેસમાં ગયા હતા, હવે રિયલ લાઇફમાં સ્પેસમાં જનારા સૌથી મોટી ઉંમરની વ્યક્તિ બન્યા

ન્યૂયોર્ક12 દિવસ પહેલા

જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનના રોકેટે આ વર્ષે પાંચમી વખત ઉડાન ભરી અને સ્પેસ સુધી પહોંચ્યું, જેમાં કેનેડાના એક્ટર વિલિયમ શેટનર પણ ક્રૂ-મેમ્બર તરીકે સામેલ રહ્યા હતા. તેમની ઉંમર 90 વર્ષ છે. જે રોકેટથી આ ઉડાન લોન્ચ કરવામાં આવી એનું નામ NS-18 છે, જેમાં 4 ક્રૂ-મેમ્બર હતા. શેટનર ઉપરાંત બ્લૂ ઓરિજિનના વાઈસ- પ્રેસિડન્ટ ઓડ્રે પોવર્સ, પ્લાન્ટ લેબના કો-ફાઉન્ડર ક્રિસ બાસહુઇઝેન અને મેડિડેટાના કો-ફાઉન્ડર ગ્લેડ ડી વ્રિસ હતા.

કુલ 11 મિનિટની રહી ઉડાન
બ્લૂ ઓરિજિનની પાસે અમેરિકાના વેસ્ટ ટેક્સાસમાં પોતાનું લોન્ચ પેડ અને પ્રાઈવેટ ફેસિલિટી છે. બુધવારે અહીંથી રોકેટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાને થોડી મિનિટ બાદ જ ધરતી પર ઊતર્યું હતું. શરૂઆતથી અંત સુધીમાં આ મિશન પાર પડતાં 11 મિનિટ લાગી હતી, જેમાંથી 3 મિનિટ સૌથી રોમાંચક હતી, જ્યારે ક્રૂ-મેમ્બર્સે લગભગ 3 મિનિટ સુધી વેઈટ લેસનેસમાં પસાર કર્યા. આ દરમિયાન વ્યક્તિનું વજન એકદમ શૂન્ય હોય છે અને તેઓ પોતાને ઊડતા હોય એવો અનુભવ કરે છે.

ક્રૂ-મેમ્બર્સ પેરેશૂટ્સની મદદથી ટેક્સાસના રણ વિસ્તારમાં ઊતર્યા.
ક્રૂ-મેમ્બર્સ પેરેશૂટ્સની મદદથી ટેક્સાસના રણ વિસ્તારમાં ઊતર્યા.

રીલથી રિયલ લાઈફની સફર
રસપ્રદ વાત એ રહી કે શેટનરે હોલિવૂડની સુપરહિટ સિરીઝ 'સ્ટાર ટ્રેક'માં કેપ્ટન કિર્કની ભૂમિકા ભજવી હતી. ત્યારે આ વખતે તેઓ હકીકતમાં એક એવા મિશનનો ભાગ બન્યા, જેને સ્પેસ ટૂરિઝમની દિશામાં ઘણું જ મહત્ત્વનું અને સફળ ગણાવવામાં આવે છે. તેમની ઉંમર 90 વર્ષની છે. આ પહેલાં વેલી ફેન્કે 82 વર્ષની ઉંમરમાં સ્પેસ તરફ વળ્યા હતા. આ મિશન પણ બ્લૂ ઓરિજિનનું જ હતું અને આ પહેલાં મિશનને જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

બ્લૂ ઓરિજિન બ્લાસ્ટ ઓફ એટલે કે ઉડાન સમયે.
બ્લૂ ઓરિજિન બ્લાસ્ટ ઓફ એટલે કે ઉડાન સમયે.

રોકેટની સ્પીડ અવાજથી ત્રણ ગણી
મિશન દરમિયાન રોકેટની સ્પીડ એના અવાજથી ત્રણ ગણી વધુ હતી. વધુ એક ખાસ વાત એ હતી કે આ રોકેટ સંપૂર્ણપણે ઓટોનોમસ મોડ પર હતું, જેમાં કોઈ પાયલોટ ન હતો. પરત ફરતા સમયે ક્રૂએ પેરેશૂટ્સનો સહારો લીધો અને આ ટેક્સોસના રણ વિસ્તારમાં સુરક્ષિત ઊતર્યું હતું. આ રોકેટને ભવિષ્યમાં ફરીથી ઉપયોગમાં લઈ શકાશે. આ રોકેટનો ઉપયોગ કાર્ગો મિશનમાં પણ કરી શકાય છે.

ઉડાન પહેલાં બ્લૂ ઓરિજિનના મેમ્બર્સ.
ઉડાન પહેલાં બ્લૂ ઓરિજિનના મેમ્બર્સ.

બેઝોસે જુલાઈમાં લોન્ચ કરી હતી સ્પેસ ટૂરિઝમ સર્વિસ
બ્લૂ ઓરિજિનના જેફ બેઝોસે પહેલી સ્પેસ ફ્લાઈટ આ વર્ષે જ જુલાઈમાં લોન્ચ કરી હતી. સ્પેસ ટૂરિઝમ સેક્ટરમાં તેમની હરીફાઈ વર્જિન એટલાન્ટિકાના સર રિચર્ડ બ્રેન્સન સાથે છે. રિચર્ડ અને બેઝોસ સ્પેસ ટૂરિઝમને નવા સ્તરે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બેઝોસનું કહેવું છે કે બ્લૂ ઓરિજિન અત્યારસુધીમાં 100 મિલિયનની ટિકિટ વેચી ચૂક્યું છે. જોકે બુધવારે કોઈ પેસેન્જર એટલે કે ક્રૂને કેટલા ડોલરમાં ટિકિટ આપવામાં આવી એનો ખુલાસો હજુ સુધી કરાયો નથી.

પ્રાઈવેટ સ્પેસ ટૂરિઝમને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કેટલાક સવાલો ઉઠાવી રહ્યા છે. તેની સાથે જોડાયેલા એક બિનસરકારી સંગઠને પણ અનેક સવાલો કર્યા છે. બ્લૂ ઓરિજિનના CEO બોબ સ્મિથે આ સવાલોને જ નકામા ગણાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...