ડિજિટલ મીડિયાએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં દુનિયાને એટલી હદે અસર કરી છે કે આ પ્લેટફોર્મ પરના લોકપ્રિય લોકો પરંપરાગત કારકિર્દીથી પણ ઘણું જ વધારે કમાણી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ પ્લેટફોર્મ પર કમાણીની દૃષ્ટિએ કોઈ વયમર્યાદા નથી. આનું નવીનતમ ઉદાહરણ યુટ્યૂબ છે, જ્યાં વર્ષ 2020માં સૌથી વધુ કમાણી એક એવા છોકરાએ કરી છે, જે હાલમાં 10 વર્ષનો પણ નથી થયો.
યુટ્યૂબ દ્વારા 29.5 મિલિયન ડોલરની કમાણી કરી
અમેરિકાના ટેક્સાસમાં રહેતા 9 વર્ષીય રાયન કાઝી યુટ્યૂબ પર રમકડાં અને ગેમ્સને અનબોક્સ અને સમીક્ષા કરે છે. તે વર્ષ 2020માં યુટ્યૂબ દ્વારા 29.5 મિલિયન ડોલર એટલે કે 221 કરોડની કમાણી કરી ચૂક્યો છે. આ સિવાય વર્લ્ડ બ્રાન્ડેડ ટોય અને ક્લોથિંગ દ્વારા પણ આ બાળકે 200 મિલિયન ડોલરની કમાણી કરી છે.
રાયને તાજેતરમાં જ નિકેલોડિયેન સાથે તેની પોતાની ટીવી-સિરીઝનો સોદો કર્યો છે. કાઝીનો સૌથી લોકપ્રિય વિડિયો હ્યુઝ એગ્સ સરપ્રાઈઝ ટોય ચેલેન્જના 2 બિલિયનથી વધુ જોવાયા છે. આ વિડિયો યુટ્યૂબના ઇતિહાસમાં 60 સૌથી વધુ જોવાયેલા વિડિયોઝમાં સામેલ છે.
રાયન 2018 અને 2019માં પણ યુટ્યૂબ પર સૌથી વધુ કમાણી કરનાર
રાયને વર્ષ 2015માં વિડિયો બનાવવાની શરૂઆત કરી હતી. તેને આ વિચાર ત્યારે આવ્યો જ્યારે તેણે રમકડાના રિવ્યૂના વિડિયો જોવાનું શરૂ કર્યા હતા. રાયનના વિડિયો સમીક્ષાની પદ્ધતિ લોકોને ખૂબ જ પસંદ આવવા લાગી અને તેના ચાહકો વધવા લાગ્યા. રાયનની લોકપ્રિયતા ત્રણ વર્ષ પછી ટોચ પર પહોંચી હતી અને તે 2018 અને 2019માં પણ યુટ્યૂબ પર સૌથી વધુ કમાણી કરનાર યુટ્યૂબર હતો.
રાયનની લોકપ્રિયતા જોતાં અનેક રમકડાં કંપનીઓ તેમની પાસે આવે છે અને રાયન નવીનતમ રમકડાં અનબોક્સ કરે છે અને તેમની સમીક્ષા કરે છે. જ્યારે યુટ્યૂબ પર કરોડો લોકો તેના આ વિડિયો જુઓ છે. રાયન છેલ્લાં પાંચ વર્ષમાં પોતાને એક સફળ બ્રાન્ડ બનાવવામાં સફળ રહ્યો છે. વર્ષ 2020ની ફોર્બસ લિસ્ટ ઓફ યુટ્યૂબ સ્ટાર્સમાં બીજા નંબર પર 22 વર્ષના જિમી ડોનાલ્ડસન છે જે લગભગ મિસ્ટર બીસ્ટ તરીકે ઓળખાય છે, જેમણે લગભગ 24 મિલિયનની કમાણી કરી છે અને તેઓ પ્રથમ વખત આ યાદીમાં સામેલ થવામાં સફળ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.