યુરોપનો સૌથી મોટો મેળો શરૂ થયો:743 વર્ષ જૂના હલ મેળામાં 250 પ્રકારની રાઈડ્સ લગાવાઈ

લંડન5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈંગ્લેન્ડમાં 2.70 લાખની વસતી ધરાવતા કિંગ્સ્ટન અપોન હલ શહેરમાં 743 વર્ષ જૂના હલ ફેર(મેળા)ની શરૂઆત થઈ ચૂકી છે. આ યુરોપનો સૌથી મોટો મેળો છે. 8 દિવસ ચાલનારા આ મેળામાં દર વર્ષે આશરે 10 લાખ લોકો પહોંચે છે. આયોજકોએ જણાવ્યું કે આ મેળામાં 250 પ્રકારની નાની-મોટી રાઈડ્સ લગાવાઈ છે જે તેને ખાસ બનાવે છે. તેમાં દુનિયાભરના લોકો પહોંચે છે. મેળો 16 ઓક્ટોબર સુધી ચાલશે. ગત વર્ષે આ મેળો કોરોનાને ધ્યાનમાં રાખી રદ કરી દેવાયો હતો. અગાઉ 2019માં 9 લાખથી વધુ લોકો અહીં પહોંચ્યા હતા.

1278માં હલ ફેરની શરૂઆત થઈ હતી
કિંગ્સ્ટન અપોલ હલ સિટીમાં યોજાનાર આ મેળો યુરોપનો સૌથી જૂનો મેળો છે. તેની શરૂઆત માર્ચ, 1278માં થઈ હતી. ત્યારે અહીં 80 રાઈડ્સ લગાવાઈ હતી. પણ થોડા સમય બાદ તેનું આયોજન ઓક્ટોબરમાં થવા લાગ્યું.

અન્ય સમાચારો પણ છે...