પોલેન્ડમાં કેનાલની વચ્ચે બ્લાસ્ટ:બીજા વિશ્વયુદ્ધ સમયનો 5400 કિગ્રા વજનનો બોમ્બ થયો બ્લાસ્ટ, ડિફ્યૂઝ કરવા માટે બોમ્બને કેનાલની અંદર લઈ ગયા હતા

વારસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્લાસ્ટ થયા બાદ કેનાલનું પાણી 30 ફૂટથી પણ ઊંચે સુધી ઉછળ્યુ હતું. બોમ્બને ડિફ્યૂઝ કરતાં પહેલા કેનાલની નજીકથી 750 લોકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. - Divya Bhaskar
બ્લાસ્ટ થયા બાદ કેનાલનું પાણી 30 ફૂટથી પણ ઊંચે સુધી ઉછળ્યુ હતું. બોમ્બને ડિફ્યૂઝ કરતાં પહેલા કેનાલની નજીકથી 750 લોકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
  • બોમ્બને કેનાલમાં લઈ જનાર તમામ ડાઇવર્સ બોમ્બ બ્લાસ્ટ થતાં પહેલા જ બહાર નીકળી ગયા હતા
  • બોમ્બનું નામ ટોલબોય હતું, તે સપ્ટેમ્બર 2019માં જેકીન શહેરમાં ખોદકામ દરમિયાન મળ્યો હતો

પોલેન્ડમાં થોડા દિવસ પહેલા મળેલો બીજા વિશ્વયુદ્ધના સામનો સૌથી મોટો બોમ્બ મંગળવારે બોમ્બ ડિફ્યૂઝ કરવા દરમિયાન બ્લાસ્ટ થયો હતો. પોલેન્ડના નૌકાદળના ડાઇવર્સ બોમ્બને ડિફ્યૂઝ કરવા માટે એક કેનાલના પાણીમાં લઈ ગયા હતા. જો કે બ્લાસ્ટમાં કોઈપણ નુકશાની થયાની જાણકારી નથી. બોમ્બને કેનાલમાં લઈ જનાર તમામ ડાઇવર્સ બ્લાસ્ટ થયા પહેલા જ ભયજનક ઝોનમાથી બહાર નીકળી ગયા હતા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલા આ બોમ્બનું નામ ટોલ બોય હતું. સપ્ટેમ્બર 2019માં પોલેન્ડના જેકિન શહેરમાં નાળાના ખોદકામ દરમિયાન મળ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના રોયલ એરફોર્સ (RAF) આવા બોમ્બનો ઉપયોગ કરતું હતું. તેનું કુલ વજન 5,400 કિગ્રા હતું. તેની અંદર 2,400 કિગ્રા વિસ્ફોટક ભરેલો હતો.

હવે આ બોમ્બથી કોઈ ખતરો નથી : પોલેન્ડ નેવી
બોમ્બને ડિફ્યૂઝ કરવા માટે લઈ જતાં પહેલાં પિએસ્ટ કેનાલ નજીક 750 લોકોને દૂર કરવામાં આવ્યા હતા. નૌકાદળના પ્રવકતા ગ્રિગોર્જ લેવેન્ડોસ્કીએ જણાવ્યુ કે બોમ્બને ડિફ્લેગ્રેશન પ્રક્રિયાથી ડિફ્યૂઝ કરવાની યોજના હતી. જોકે, તે ડેટોનેટ થઈ ગયો. તે વિસ્ફોટ થયો છે, એટલે કે તે સંપૂર્ણ રીતે ઇન્ટરેક્ટિવ થઈ ગયો છે. હવે તેનાથી કોઈપણ પ્રકારનો ભય નથી.

આ પોલેન્ડનું આ પ્રકારનું સૌથી મોટું ઓપરેશન
તેમણે જણાવ્યુ કે પોલેન્ડમાં બીજા વિશ્વયુદ્ધના સમયના ઘણા એવા બોમ્બ, મિસાઇલ કે ગ્રેનેડ મળ્યા છે જે બ્લાસ્ટ થયા ન હતા. જો કે, આ અત્યાર સુધુની સૌથી મોટુ ઓપરેશન હતું. આ બોમ્બને બ્રિટીશ એરોનોટિકલ એન્જિનિયર બાન્ર્સ વલિસે ડિઝાઇન કર્યો હતો.

બોમ્બ ન ફૂટવા પાછળનું કારણ નિષ્ણાંતો જાણી શક્યા નથી
રોયલ એરફોર્સે 1945માં જર્મન ક્રૂઝર લુટજો પર હૂમલો કરવા માટે તેને ફેંક્યો હતો. તે સામાન્ય રીતે જર્મનીની નાઝી સરકારની સંપત્તિઓનો નાશ કરવા માટે ફેંકવામાં આવતો હતો. નિષ્ણાંતો તે જાણી શક્યા ન હત કે આખરે આ બોમ્બ અત્યાર સુધી ફૂટ્યો કેમ ન હતો.

અન્ય સમાચારો પણ છે...