• Home
  • International
  • The 50 year old group that carried out the attack in Karachi wants the independence of Balochistan, Jia ul Haq began talks with them.

શું છે બલોચ લિબરેશન આર્મી? / કરાચીમાં હુમલો કરનાર 50 વર્ષ જૂનું સંગઠન બલોચિસ્તાનની આઝાદી ઇચ્છે છે, જિયા ઉલ હકે તેમની સાથે વાતચીત શરૂ કરી હતી

આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. દાવો છે કે આ ચાર હુમલાખોર સ્ટોક એક્સચેન્જ પર હુમલો કરવામા સામેલ હતા
આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. દાવો છે કે આ ચાર હુમલાખોર સ્ટોક એક્સચેન્જ પર હુમલો કરવામા સામેલ હતા
X
આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. દાવો છે કે આ ચાર હુમલાખોર સ્ટોક એક્સચેન્જ પર હુમલો કરવામા સામેલ હતાઆ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. દાવો છે કે આ ચાર હુમલાખોર સ્ટોક એક્સચેન્જ પર હુમલો કરવામા સામેલ હતા

  • 1970ની આસપાસ પહેલી વાર બલોચ લિબરેશ આર્મી (BLA)નું ગઠન થયું
  • બલોચિસ્તાનમાં BLA ચીનની દખલગીરીનો વિરોધ કરે છે, 2018માં ચીનના કોન્સ્યૂલેટ પર હુમલો કર્યો હતો

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 04:23 PM IST

કરાચી. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ પર સોમવારે થયેલા હુમલાની જવાબદારી બલોચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે. 1970માં આ સંગઠન  અલગ બલોચિસ્તાન પ્રાંતની માંગ સાથે અસ્તિત્વમાં આવ્યું હતું. જ્યારે તેનો પ્રભાવ વધવા લાગ્યો ત્યારે જનરલ જિયા ઉલ હકની સરમુખ્ત્યાર સરકારના સમયે તેમની સાથે વાતચીત શરૂ કરવામા આવી હતી. જોકે સમસ્યાનું કોઇ સમાધાન થયું ન હતું. BLA પર પાકિસ્તાની સેના અને સરકારી સંસ્થાનો પર હુમલાના આરોપ લાગતા રહ્યા છે. અમેરિકાએ ગત વર્ષે તેને આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કર્યું હતું. 

નેતાઓની ટ્રેનિંગ મોસ્કોમાં થઇ હોવાનો દાવો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બલોચ આર્મીમાં લગભગ 6 હજાર ફાઇટર્સ છે. તેમાંથી બે હજાર યુદ્ધની ટ્રેનિંગ લઇ ચૂક્યા છે. 2006 બાદ BLA પાકિસ્તાની સેના અને સરકાર માટે એક પડકાર બની ગઇ છે. તેના હુમલામાં સેંકડો પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. ફેબ્રુઆરીમાં એક હુમલામાં 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હતા. દાવો કરવામા આવે છે કે BLAના અમુક ફાઇટર્સની ટ્રેનિંગ રશિયાની પૂર્વ ગુપ્ત સંસ્થા કેજીબી હસ્તક મોસ્કોમાં થયેલી છે. ત્યારબાદ તેમણે તેમના સહયોગીઓને તાલીમ આપી હતી. 

બે કબીલાનો પ્રભાવ
બલોચિસ્તાનમાં બે મુખ્ય કબીલા છે. બન્નેનો BLA પર દબદબો છે. આ કબીલા છે મારી અને બુગતી. પરિસ્થિતિ એવી છે કે અમુક સ્થળોએ તેમના ડરના લીધે પાકિસ્તાનની સેના જમીન પર ઉતરતી નથી. તેથી હવાઇ હુમલા કરવામા આવે છે. તાજેતરમાં જ BLAએ પાકિસ્તાની સેનાની અમુક ચેકપોસ્ટ પર કબ્જો કરી લીધો હતો. સૈનિકોને પણ મારી નાખ્યા હતા. ત્યારબાદ હવાઇ હુમલા કરવામા આવ્યા હતા. 

ચીનને પણ મુશ્કેલી
2004માં ચીને બલોચિસ્તાનમાં પગપેસારો શરૂ કર્યો હતો. BLAએ તેનો વિરોધ કર્યો. તેણે ચીનના સીપેક અને ગ્વાદર પોર્ટ જેવા પ્રોજેક્ટ્સનો વિરોધ શરૂ કર્યો. BLAનું કહેવું છે કે ચીન સાથે મળીને પાકિસ્તાન તેમની સંસ્કૃતિને ખતમ કરવા માગે છે. ચીનના લોકોનો સુરક્ષા આપવા માટે પાકિસ્તાને લગભગ 30 હજાર સૈનિકો અહીં તૈનાત કર્યા છે. 2018માં કરાચીમાં ચીની કોન્સ્યુલેટ પર હુમલાની જવાબદારી પણ BLAએ લીધી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી