ચીનના શેનજેન શહેરમાં અચાનક 300 મીટર ઊંચો SEG પ્લાઝા નામનો ટાવર હલવા લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, કોઈ ભૂકંપ ન આવ્યો હોવા છતાં 73 માળનો ટાવર હલતો હતો. આ દરમિયાન ટાવરમાં હાજર લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ત્યાં હાજર લોકો આ જોઈને ડરીને ત્યાંથી ભાગી ગયાં હતાં. આ વીડિયો ત્યાં હાજર લોકોએ તેમના મોબાઇલમાં બનાવીને શેર કર્યાં હતાં. વર્ષ 2000માં બનેલા આ ટાવર હલતો હોવા અંગે સ્થાનિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.