તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • The 150 Million Masks Used This Year Will Go To Sea, Creating More Than 6,800 Tonnes Of Plastic Pollution.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્કથી ‘મહા’સંકટ:આ વર્ષે ઉપયોગમાં લેવાયેલા 150 કરોડ માસ્ક દરિયામાં જશે, 6,800 ટનથી વધુ પ્લાસ્ટિકથી પ્રદૂષણ સર્જાશે

હોંગકોંગ2 મહિનો પહેલા
માસ્કને લઇ જતી માછલીની તસવીર - Divya Bhaskar
માસ્કને લઇ જતી માછલીની તસવીર
 • કોરોનાને કારણે આ વર્ષે 5,200 કરોડ માસ્ક બન્યા, જેના 3% દરિયામાં જશે
 • ખાસ પ્રકારના પ્લાસ્ટિકથી બનેલા આ માસ્ક 450 વર્ષ સુધી ટકે છે

કોરોના વાઇરસ વિવિધ પ્રકારની બહુસ્તરીય સમસ્યાઓ લઇને આવ્યો છે. એક રિપોર્ટ મુજબ ઉપયોગમાં લેવાયેલા માસ્કના કારણે આ વર્ષે દરિયાઇ ઇકોસિસ્ટમ પણ ઘણી પ્રદૂષિત થશે. વપરાયેલા લગભગ 150 કરોડ ફેસ માસ્ક વિવિધ માધ્યમોથી આ વર્ષે દરિયામાં પહોંચશે. આ હજારો ટન પ્લાસ્ટિકથી દરિયાના પાણીમાં ફેલાનારા પ્રદૂષણથી દરિયાઇ જીવોને ભારે નુકસાન થશે.

હોંગકોંગની પર્યાવરણ સંરક્ષણ સંસ્થા ઓશન્સ એશિયાએ આ સંદર્ભે એક ગ્લોબલ માર્કેટ રિસર્ચના આધારે જારી કરેલા રિપોર્ટ મુજબ, કોરોના મહામારીના કારણે આ વર્ષે લગભગ 5,200 કરોડ માસ્ક બન્યા છે. પરંપરાગત ગણતરી મુજબ, તેના 3% માસ્ક દરિયામાં પહોંચશે. આ સિંગલ યુઝ ફેસ માસ્ક મેલ્ટબ્લોન પ્રકારના પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે.

તેની રચના, જોખમ અને ઇન્ફેક્શનના કારણે તેને રિસાઇકલ કરવાનું ઘણું મુશ્કેલ હોય છે. આ માસ્ક કચરામાં હોય કે બેદરકારીથી ક્યાંય પણ ફેંકી દેવાય કે વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અપૂરતી હોય કે ફેલ જાય ત્યારે તે દરિયામાં પહોંચે છે. એક માસ્કનું વજન 3-4 ગ્રામ હોય છે. આ હિસાબે અંદાજે 6,800 ટનથી વધુ પ્લાસ્ટિક પ્રદૂષણ સર્જાશે. તેનો નિકાલ થતાં અંદાજે 450 વર્ષ લાગશે. રિપોર્ટમાં જણાવાયું છે કે માસ્કની રબર કે પ્લાસ્ટિકની દોરી દરિયાઇ જીવો માટે ઘાતક બની રહી છે. ઓગસ્ટમાં મિયામી બીચ પર સફાઇ દરમિયાન ડિસ્પોઝેબલ માસ્કમાં ફસાઇને મોતને ભેટેલી એક પફર ફિશ મળી આવી હતી. સપ્ટે.માં બ્રાઝિલમાં એક મૃત પેંગ્વિનના પેટમાંથી માસ્ક મળી આવ્યું હતું.

રિયુઝેબલ અને વોશેબલ માસ્કનો ઉપયોગ થવો જોઇએ : રિપોર્ટ
રિપોર્ટમાં આ જોખમથી બચવા વારંવાર ઉપયોગમાં લઇ શકાય તેવા, વોશેબલ કાપડમાંથી બનેલા માસ્ક પહેરવા સૂચન કરાયું છે. બ્રિટનની રોયલ સોસાયટીએ પશુ-પક્ષીઓની સુરક્ષા માટે તાજેતરમાં સૂચન કર્યું હતું કે લોકોએ માસ્ક ફેંકતાં પહેલાં તેની દોરી કાઢી નાખવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો