તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માજીએ કોરોનાને ભગાડ્યો:ઇટાલીમાં 101 વર્ષનાં માજીએ 3 વખત કોરોનાને માત આપી

રોમ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડૉક્ટરે કહ્યું- આ ઉંમરના દર્દીઓને આટલા જલદી સાજા થતા નથી જોયા

ઇટાલીનાં 101 વર્ષનાં મારિયા ઓરસિંઘેરની ગણતરી હવે કોરોના વૉરિયર તરીકે થવા લાગી છે. ડૉક્ટર પણ કહી રહ્યા છે કે 9 મહિનામાં ત્રણ વખત કોરોના પોઝિટિવ થવા છતાં દર વખતે તેમણે આ જીવલેણ વાઇરસને આ ઉંમરે માત આપીને અમને ચોંકાવી દીધા છે. મારિયા પહેલીવાર ફેબ્રુઆરીમાં કોરોના પોઝિટિવ થયાં હતાં.

તેમની પુત્રી કાર્લાએ જણાવ્યું કે, ‘મેં મમ્મીને ફેબ્રુઆરીમાં સોન્ડાલોની હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યારે અહીં કોરોના પોઝિટિવ વૃદ્ધોના મોટી સંખ્યામાં મોત થઇ રહ્યા હતા. અમે બહુ ડરેલા હતા. મમ્મી સાજી થયા બાદ ડૉક્ટર્સે મને જણાવ્યું કે તેમણે ક્યારેય કોરોનાના આટલી મોટી ઉંમરના દર્દીને આટલા જલદી સાજા થતા નહોતા જોયા. તેમને શ્વાસ લેવામાં કોઇ મદદની પણ જરૂર નહોતી પડી કે વધારે તાવ પણ નહોતો. તેમણે આ વર્ષે જુલાઇમાં જ 101મો જન્મદિન મનાવ્યો હતો. સપ્ટેમ્બરમાં તેઓ બીજીવાર સંક્રમિત થયા અને નવેમ્બરમાં ત્રીજીવાર તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. હાલ તેઓ ઘરે આરામ કરી રહ્યા છે.’

ભારતના 106 વર્ષનાં આનંદીબાઇ પણ કોરોનાને માત આપી ચૂક્યાં છે
કોરોનાને માત આપનારા મારિયા પહેલા વૃદ્ધ નથી. ભારતમાં કેરળના અલુવામાં રહેતા 103 વર્ષનાં પુરાક્કાટ વેટ્ટિલ પારીદે ઓગસ્ટમાં અને મહારાષ્ટ્રના થાણેનાં 106 વર્ષીય આનંદીબાઇ પાટીલ સપ્ટેમ્બરમાં કોરોનાને માત આપી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો