અમેરિકામાં કોરોના XBB.1.5નું નવું વેરિયન્ટ મળ્યું છે, જે અન્ય વેરિયન્ટની સરખામણીમાં ખૂબ જ ખતરનાક છે. ચાઇનીઝ મૂળના અમેરિકન આરોગ્ય નિષ્ણાત એરિક ફિગેલ ડિંગે જણાવ્યું હતું કે એ અગાઉના BQ1 વેરિયન્ટ કરતાં 120 ગણી ઝડપથી સંક્રમણ ફેલાવે છે. એ માણસની રોગપ્રતિકારક સિસ્ટમને ચકમો આપવામાં અગાઉનાં તમામ વેરિયન્ટ કરતાં વધુ શક્તિશાળી છે. આ દરમિયાન, ભારતમાં પણ આ XBB.1.5 વેરિયન્ટનો પ્રથમ કેસ મળી આવ્યો છે. જોકે ગુજરાતમાં પણ નવા વેરિયન્ટનો દર્દી મળ્યો હોવાનો દાવો આરોગ્ય વિભાગે નકારી દીધો છે.
ડિંગે કહ્યું હતું કે XBB.1.5 કોરોનાનું સુપર વેરિયન્ટ છે. આ કારણે, કોરોના સંબંધિત કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર સતત વધી રહ્યો છે. એક વૈજ્ઞાનિકે ન્યૂયોર્કમાં ફેલાતા આ વેરિયન્ટના મોડલનો અભ્યાસ કર્યો છે. તેમણે એક પછી એક 17 ટ્વીટ કરીને આરોપ લગાવ્યા કે ચીનની જેમ અમેરિકા કોરોનાના નવા વેરિયન્ટનો ડેટા પણ છુપાવી રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાના નવો વેરિયન્ટ નથી
ગુજરાત ફેમિલી વેલ્ફેરના એડિશનલ ડાયરેક્ટર, ડૉ. નિલમ પટેલે ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું છે કે, આ કોઈ નવો વેરિયન્ટ નથી, આખા ગુજરાત અને દેશમાં ચાલે છે. આ એક રુટિન ઓમિક્રોન વેરિયન્ટ છે. 75.1% કેસમાં XBB કેસ જ આવે છે. છેલ્લા એક મહિનામાં જેટલા કેસ થયા છે તેમાંથી 75 ટકા કેસ એટલે કે 222 જેટલા કેસ XBB વેરિયન્ટના જ છે.
અભ્યાસમાં નવા વેરિયન્ટની ત્રણ ખાસ બાબત સામે આવી છે
XBB15 એ કોરોનાનું 'સુપર વેરિયન્ટ' છે. XBB.1.5 17 દિવસમાં એટલા લોકોને સંક્રમિત કરી રહ્યું છે જેટલો BQ1 26 દિવસમાં સંક્રમિત કરતું હતું. એનું R મૂલ્ય એટલે કે રિપ્રોડકેસન વેલ્યુ BQ1 કરતાં વધુ છે. R વેલ્યુ દર્શાવે છે કે કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિમાંથી કેટલા લોકોને સંક્રમણ લાગી રહ્યું છે અથવા લાગી શકે છે. XBB.1.5 ક્રિસમસ પહેલાં BQ1 કરતાં 108% વધુ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. ક્રિસમસ પછી આ ઝડપ વધીને 120% થઈ ગઈ છે.
ડિસેમ્બરમાં નવા વેરિયન્ટથી સંક્રમણના કેસોમાં 40%નો વધારો થયો છે
આરોગ્યનિષ્ણાત એરિકે દાવો કર્યો છે કે CDCએ છેલ્લાં 2 અઠવાડિયાંમાં XBB.1.5 વેરિયન્ટના સાચા આંકડા જાહેર કર્યા નથી. ડિંગે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલને આંકડાઓની તસવીરો શેર કરી છે. તેમના કહેવા પ્રમાણે, CDC દ્વારા કોરોનાના આ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
એરિકે દાવો કર્યો હતો કે કેન્દ્રએ નવા વેરિયન્ટ સાથે જોડાયેલા કેસોમાં 1%થી 40% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. યુએસમાં ડિસેમ્બર મહિનામાં જ આ કોરોનાના નવા વેરિયન્ટથી કેસોમાં 40%નો વધારો થયો છે.
બ્રિટન-ફ્રાન્સમાં ચીનથી આવનારાઓ માટે ટેસ્ટ ફરજિયાત, WHOએ કહ્યું- ચીન સાચા આંકડા જણાવે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ શનિવારે ચીનને કોરોનાના સાચા આંકડા જાહેર કરવા અપીલ કરી છે. ખરેખર ચીનની સરકારે હાલમાં જ દૈનિક કેસ જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે. અહીં, ફ્રાન્સ અને બ્રિટને ચીનથી આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે.
મલેશિયામાં ચીની પ્રવાસીઓનું ટેસ્ટિંગ જરૂરી નથી
અત્યારસુધી મલેશિયામાં ચીનથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો નથી. તેમની પાસેથી માત્ર નેગેટિવ કોરોના ટેસ્ટ રિપોર્ટ અને વેક્સિનેશન સર્ટિફિકેટ માગવામાં આવે છે, એટલે કે ચીનમાં જ ટેસ્ટ કરાવ્યા બાદ તેઓ મુસાફરી કરી શકે છે. આવી સ્થિતિમાં જોખમ વધી શકે છે, કારણ કે ચીન ખોટા અથવા નકલી પ્રમાણપત્રો જારી કરી શકે છે. ચીની સરકાર કોઈપણ રીતે સંક્રમણના આંકડા છુપાવી રહી છે.
મલેશિયા મુસાફરોનું સ્ક્રીનિંગ કરશે
મલેશિયાની હેલ્થ ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે હાલ તેઓ માત્ર મુસાફરોનું જ સ્ક્રીનિંગ કરશે. સ્ક્રિનિંગથી જ ખબર પડે છે કે વ્યક્તિને તાવ છે કે નહીં. સ્વાસ્થ્યમંત્રી જલીહા મુસ્તફાએ કહ્યું- જેમને તાવ છે તેમને ક્વોરેન્ટીન કરવામાં આવશે. જો આપણને લાગે કે વ્યક્તિમાં કોરોનાનાં લક્ષણો છે, તો માત્ર તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
યુએસ, મલેશિયા ગંદા પાણીમાં નવા વેરિયન્ટની તપાસ કરશે
અમેરિકા કોરોનાના નવા વેરિયન્ટને ટ્રેક કરવા માટે નવી તપાસ શરૂ કરવા જઈ રહ્યું છે. આ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વપરાતા ગંદા પાણીના સેમ્પલ લેવામાં આવશે. હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ આ પ્રસ્તાવ મૂક્યો છે. આના પરથી ખબર પડશે કે અમેરિકામાં કોરોનાનું નવું વેરિયન્ટ કેવી રીતે એન્ટ્રી કરી રહ્યું છે. મલેશિયાએ ફ્લાઈટ્સના ગંદા પાણીના ટેસ્ટિંગની વાત પણ કરી છે.
ચીનમાં પાર્કિંગમાં સારવાર
ચીન અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખતી માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગે કેટલાક વીડિયો પોસ્ટ કર્યા છે. હોસ્પિટલોમાં જોવા મળે છે. પરિસ્થિતિ કેટલી ખરાબ છે? અહીં દર્દીઓની સંખ્યા વધી રહી છે. અહીં પથારી ઓછી છે. હોસ્પિટલના પાર્કિંગમાં લોકો સારવાર લઈ રહ્યા છે. પહેલાં ઘણા વીડિયો સામે આવ્યા હતા, જેમાં લોકો રસ્તા પર દોરડા બાંધીને બોટલો ચઢાવતા જોઈ શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.