તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • International
 • Terrorists Target School going Girls; The Target Of The Terrorists Is Afghan Women Who Want To Move Forward

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી...:આતંકીઓએ સ્કૂલે જતી બાળકીઓને નિશાન બનાવી; ટારગેટ એવી અફઘાન મહિલાઓ કે જે આગળ વધવા માગે છે

કાબુલ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
આતંકીઓએ સ્કૂલે જતી બાળકીઓને નિશાન બનાવી - Divya Bhaskar
આતંકીઓએ સ્કૂલે જતી બાળકીઓને નિશાન બનાવી
 • પત્રકાર, ઉચ્ચ શિક્ષિત અને સામાજિક કાર્યકરો નિશાના પર

અમેરિકી સેના જેમ જેમ અફઘાનિસ્તાનથી તેનું સામાન સમેટી રહી છે તેમ તેમ આતંકી હુમલા વધી રહ્યા છે. શનિવારે કાબુલમાં સૈયદ ઉલ શોહદા હાઈસ્કૂલની બહાર બોમ્બ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 53 થઈ છે. હુમલો ત્યારે થયો જ્યારે બાળકો સ્કૂલેથી પાછા ફરી રહ્યા હતા. ગૃહ મંત્રાલય અનુસાર મૃતકોમાં 11થી 15 વર્ષની બાળકીઓ છે.

આમનો શું વાંક હતો?
આમનો શું વાંક હતો?

મંત્રાલયના પ્રવક્તા તારિક અરિયાને કહ્યું કે ઘાયલોની સંખ્યા 100થી વધુ છે. આ સ્કૂલમાં છોકરા અને છોકરીઓ બંને ભણે છે પણ બધાનું ટાઈમિંગ અલગ છે. આ સ્કૂલ ત્રણ શિફ્ટમાં ચાલે છે. વિદ્યાર્થિનીઓ બીજી શિફ્ટમાં ભણે છે અને હુમલો પણ ત્યારે જ થયો જ્યારે તેઓ ઘરે પાછી ફરી રહી હતી. હુમલા પછી અમેરિકા-તાલિબાન વચ્ચે થયેલા સીઝફાયર સામે સવાલો ઊભા થયા છે. ઈસ્લામિક સ્ટેટ દેશમાં નેટવર્ક મજબૂત કરી રહ્યું છે. એવામાં આગળ વધવાનું સપનું જોનાર અફઘાની મહિલાઓની સુરક્ષાને લઇને થઈ રહેલી ચિંતાઓ સાચી ઠરી રહી છે.

અફઘાનિસ્તાન... શિક્ષણ તરફ વધતા પગલાં લોહીલુહાણ
અફઘાનિસ્તાન... શિક્ષણ તરફ વધતા પગલાં લોહીલુહાણ

આગળ વધવા માગતી 400 મહિલાઓને મારી નાખી
અફઘાનિસ્તાનમાં મહિલાઓની ફક્ત એક જ ચિંતા છે કે અમેરિકી સેનાના ગયા બાદ તેમનું શું થશે? અફઘાનમાં યુએન મિશન અનુસાર 2020માં આતંકીઓએ આગળ વધવાનું સપનું જોનારી આશરે 400 મહિલાઓની હત્યા કરી નાખી હતી. તેમાં પત્રકાર, ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસ કરનાર અને સામાજિક કાર્યકરો પણ સામેલ છે. તાલિબાને 2001 પછી આગળ વધનારી મહિલાઓની હત્યા કરવા માટે હિટલિસ્ટ પણ બનાવ્યું છે.

એક મહિનાથી એવો કોઈ દિવસ નથી જ્યારે બ્લાસ્ટ ન થયો હોય
અફઘાનિસ્તાનમાં ગત એક મહિનામાં આશરે 428 સુરક્ષાકર્મી અને સામાન્ય નાગરિકો તાલિબાની હુમલામાં માર્યા ગયા. જ્યારે 500થી વધુ સામાન્ય લોકો ઘવાયા હતા. 190 જગ્યાએ વિસ્ફોટ થયા હતા. મોટાભાગના હુમલા ઉરુજગન, જાબુલ, કંધાર, નાનગહર, બદખ્વાન અને તાખર ક્ષેત્રમાં થયા હતા. કુંનાર પ્રાંતીય પરિષદના સભ્ય નાસિર કામવાલ કહે છે કે કુનારમાં એવો કોઈ દિવસ નથી જ્યારે કોઈ બ્લાસ્ટ ન થયો હોય.

શિયા બહુમતીવાળા વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો
હુમલો શિયા બહુમતીવાળા વિસ્તારમાં કરાયો હતો. જોકે તાલિબાને તેની જવાબદારી સ્વીકારી નથી પણ ઘટનાની ટીકા પણ કરી નથી. આ વિસ્તાર શિયા મુસ્લિમો પર હુમલા માટે કુખ્યાત છે. અહીં હુમલાની જવાબદારી અનેકવાર આઈએસ જ સ્વીકારે છે. કટ્ટર સુન્ની મુસ્લિમ સમૂહે અફઘાનિસ્તાનના શિયા મુસ્લિમો વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી છે.

1 મેના રોજ વાપસીનું અલ્ટિમેટમ આપી 30 એપ્રિલથી હુમલા વધાર્યા

 • 1 મે સુધી તાલિબાનના આતંકીઓએ અમેરિકાને પોતાની સેના અફઘાનિસ્તાનથી હટાવવાનું અલ્ટિમેટમ આપ્યું હતું.
 • 25 એપ્રિલથી અમેરિકાએ ત્યાંથી તેની સેના હટાવવાની શરૂઅત કરી પણ યુદ્ધનું સામાન અને જવાન 11 સપ્ટેમ્બર સુધી પાછા ફરશે.
 • 30 એપ્રિલે લોગર પ્રાંતમાં એક ગેસ્ટની બહાર ટ્રકમાં વિસ્ફોટ કરી તેને ઉડાવી દેવાયો. હુમલામાં 27 વિદ્યાર્થીઅે જીવ ગુમાવ્યા.
 • 2 મેના રોજ બદખ્વાન પ્રાંતમાં વારદૂજમાં આતંકીઓએ સેનાના એક મહત્ત્વપૂર્ણ પુલ પર કબજો કરી લીધો, 8 જવાનોને મારી નાખ્યા.
 • 6 મેના રોજ ગજનીમાં તાલિબાનીઓએ એક ચેકપોસ્ટ અને મિલિટ્રી બેઝ પર કબજો કરી લીધો. 8 જવાનોએ આત્મસમર્પણ કરવું પડ્યું.
 • 1 અઠવાડિયામાં આતંકીઓના અલગ અલગ હુમલામાં સુરક્ષાદળોના 140 જવાન અને 44 સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા.