તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગોમાં આતંકવાદી હુમલો:યુનાઈટેડ નેશન્સના કાફલા પર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું, ઈટાલીના રાજદૂત સહિત 2 વ્યક્તિના મોત

રોમ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગોમાં ઈટાલીના એમ્બેસેડર લુકા અટાનાસિયો અશાંત વિસ્તારના પ્રવાસ પર ગયા હતા. તે સમયે તેમના કાફલા પર હુમલો થયો હતો-ફાઈલ ફોટો - Divya Bhaskar
કોંગોમાં ઈટાલીના એમ્બેસેડર લુકા અટાનાસિયો અશાંત વિસ્તારના પ્રવાસ પર ગયા હતા. તે સમયે તેમના કાફલા પર હુમલો થયો હતો-ફાઈલ ફોટો

આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં સોમવારે ઈટાલીના રાજદૂત લુકા અટાનાસિયોની હત્યા કરવામાં આવી છે. તેઓ યુનાઈટેડ નેશન્સના કાફલામાં સામેલ હતા. તે સમયે આતંકવાદીઓએ તેમની કાર પર હુમલો કર્યો હતો. તેમાં 43 વર્ષના લુકા ઈજાગ્રસ્ત થઈ ગયા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઈટાલીના વિદેશ મંત્રાલયે તેની પૃષ્ટી કરી છે. આ હુમલો ઈસ્ટર્ન રિજનલ કેપિટલ ગોમા પાસે થયો હતો. આ ઘટનામાં એક સુરક્ષા અધિકારીનું પણ મૃત્યુ નિપજ્યું છે. લુકા અટાનાસિયો યુનાઈટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે જોડાયેલી હતી. સંગઠને કહ્યું કે હુમલામાં તેમના સૌથી મોટા સહયોગીનું મૃત્યુ થયું છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ પ્રતિનિધિ મંડળ સ્કૂલ ફિડિંગ પ્રોગ્રામ અંતર્ગત ફિલ્ડ ટ્રીપ પર આવ્યું હતું. જે માર્ગે કાફલો પસાર થઈ રહ્યો હતો, તેને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. કાફલા સાથે સિક્યોરિટી ન હતી. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. એવું માનવામાં આવે છે કે હુમલો કિડનેપિંગના ઈરાદાથી કરવામાં આવ્યો હતો.

આ વિસ્તારમાં વિદ્રોહી જૂથ સક્રિય
હુમલાવાળી જગ્યા ગોમાથી 2 કલાકના અંતર પર છે. રાજધાનીથી બહારના માર્ગ પર નિકળવું જોખમી છે, કારણ કે અહીં વિદ્રોહી જૂથ સક્રિય છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં UNના શાંતિ સૈનિક ગોઠવવામાં આવેલ છે. ગોમાથી બહાર જવા માટે UNના કાફલાને સુરક્ષા સંબંધિત મંજૂરી મેળવવી પડે છે.

આ વિસ્તાર નોર્થ કિવૂ પ્રાંતમાં આવે છે અને વિદ્રોહી જૂથ એલાઈડ ડેમોક્રેટીક ફોર્સિસ (ADF)નો ગઢ માનવામાં આવે છે. તેની સીમા રવાંડા અને યુગાંડાને મળે છે. વર્ષ 1990 સુધી આ વિસ્તારમાં ADFનું શાસન હતું. વર્ષ 2017માં અહીં ગ્રુપ ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાઈ ગયું. સંયુક્ત રાષ્ટ્રએ તેને સેંકડો નાગરિકોની હત્યા માટે જવાબદાર ઠરાવ્યા છે.

કોંગોમાં શાંતિ સ્થાપિત કરવામાં ભારતની મહત્વની ભૂમિકા રહી છે. અહીં ભારતીય સેનાના સૈનિકો પીસ મિશન હેઠળ કામ કરી રહ્યા છે
કોંગોમાં શાંતિ સ્થાપિત કરવામાં ભારતની મહત્વની ભૂમિકા રહી છે. અહીં ભારતીય સેનાના સૈનિકો પીસ મિશન હેઠળ કામ કરી રહ્યા છે

ગૃહ યુદ્ધનો માર સહન કરી રહો છે દેશ
કોંગો લાંબા સમયથી ગૃહ યુદ્ધનો સામનો કરી રહ્યું છે. તેને લીધે અહીં યુનાઈટેડ નેશન્સના શાંતિ સૈનિક ગોઠવવામાં આવ્યા છે. વર્ષ 1990માં સ્વતંત્રતા મળી ત્યારબાદથી જાન્યુઆરી 2019માં અહીં પ્રથમ વખત શાંતિથી સત્તાનું હસ્તાંતરણ થયું હતું. ત્યારે ફેલિક્સ ત્સેસેક્સી દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 1994થી 2003 સુધી ચાલી રહેલા સંઘર્ષમાં દેશમાં 50 લાખ લોકોના મૃત્યુ થઈ ચુક્યા હતા. વર્ષ 1999થી અહીં UNના શાંતિ સૈનિકો છે. તેમની સંખ્યા આશરે 17 હજાર છે.

કોંગો એવા દેશોમાં સામેલ છે, જ્યાં UNના શાંતિ સૈનિકો સૌથી વધારે સંખ્યામાં છે
કોંગો એવા દેશોમાં સામેલ છે, જ્યાં UNના શાંતિ સૈનિકો સૌથી વધારે સંખ્યામાં છે

કોંગો ગણરાજ્ય ક્ષેત્રફળની દ્રષ્ટિએ ત્રીજા ક્રમનો સૌથી મોટો દેશ છે. તેની સીમા ઉત્તરમાં મધ્ય આફ્રિકી ગણતંત્ર અને સુડાન, પૂર્વમાં યુગાંડા, રવાંડા અને અંગોલા સાથે જોડાયેલી છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે વિશ્વનો 11મો સૌથી મોટો દેશ છે. ફ્રેસ ભાષા ધરાવતો તે સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. કોંગોમાં સરકારી સૈનિકો અને વિદ્રોહીઓ વચ્ચે આશરે 2 દાયકાથી સંઘર્ષ ચાલી રહ્યો છે. વર્ષ 2006-07માં તો નોર્થ કિવુ પ્રાંતના ગોમા શહેરને રેપ કેપિટલ ઓફ વર્લ્ડ કહેવામાં આવતું હતું. ત્યારે આ શહેરમાં પ્રત્યેક કલાકે 48 મહિલાઓ સાથે રેપ થતો હતો. વર્ષ 1960માં કોંગોમાં સ્થિતિ બગડી ત્યારબાદ સૌથી પહેલા શાંતિ સૈનિક મોકલનાર દેશોમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. અહીં હજુ પણ સેંકડો સૈનિકો ગોઠવવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો