બ્રિટનના શાહી પરિવારના ઉત્તરાધિકારી પ્રિન્સ ઓફ વેલ્સ પ્રિન્સ ચાર્લ્સ તેમના ટ્રસ્ટ માટે લીધેલા ડોનેશનને લઈને વિવાદમાં સંપડાયા હતા. અહેવાલ મુજબ તેમના પર આરોપ લાગ્યો છે કે તેમણે અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2011ના રોજ આતંકી હુમલો કરાવનારા ઓસામા બિન લાદેનના પરિવારના સભ્યોથી 12.80 લાખ ડોલર(આશરે 10 કરોડ રૂ.)નું ડોનેશન લીધું હતું.
આ ડોનેશન 2013માં લંડનમાં લેવાયું હતું. પ્રિન્સ ચાર્લ્સના સત્તાવાર કાર્યાલયે પુષ્ટી કરી હતી કે બિન લાદેન ભાઈઓએ પ્રિન્સના ચેરિટીને પૈસા સાથે જ કહ્યું કે ચાર્લ્સે તેના માટે સંપૂર્ણપણે ડીલ જાતે કરી હતી. પાક.માં ઓસામા લાદેનના માર્યા ગયાના 2 વર્ષ પછી 30 ઓક્ટોબર 2013ના રોજ લંડનના ક્લેરેન્સ હાઉસમાં બકર બિન લાદેન સાથે એક ખાનગી બેઠક પણ કરી હતી.
શાહી મહેલ સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે તે સમયે લાદેન પરિવાર પાસેથી દાન લેવા અંગે પ્રિન્સ ચાર્લ્સને ચેતવાયા હતા, પરંતુ તેઓ માન્યા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.