માલીમાં શુક્રવારે આર્મી બેઝ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તેમા ઓછામાં ઓછા 27 સૈનિકોના મોત થયા છે, જોકે 33 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. સેનાએ જણાવ્યું કે 21 જવાનોની સ્થિતિ ગંભીર છે અને 7 હજુ પણ ગુમ છે. આ હુમલો મોંડોરો બેઝ પર કરવામાં આવ્યો હતો, જે બુર્કિના ફાસો અને માલીની સરહદ પર છે. આતંકવાદીઓએ આર્મી બેઝને ઉડાવી દેવા માટે કાર બોમ્બનો ઉપયોગ કર્યો હતો અને ટેન્કો સહિત 21 જેટલા વાહનોને પણ જપ્ત કરી લીધા છે. આ હુમલો થયો ત્યારે બેઝ પર આશરે 150 સૈનિકો ફરજ ઉપર હતા.
સેનાની જવાબી કાર્યવાહીમાં 70 આતંકવાદી ઠાર
બીજી બાજુ સેનાની જવાબી કાર્યવાહીમાં 70 આતંકવાદીઓને મારી નાંખવામાં આવ્યા છે. અલબત હજુ સુધી માહિતી મળી શકી નથી નકે કયા આતંકવાદી જૂથ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. સેનાની આ કાર્યવાહી કોઈ આતંકવાદી જૂથને નિશાન બનાવવાને બદલે એક સમાન રીતે કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ બન્ને આતંકવાદી સંગઠન સેન્ટ્રલ માલીમાં સક્રિય છે.
એક દાયકાથી જેહાદી આંદોલન સાથે જોડાયેલું રહ્યું છે માલી
વર્ષ 2012માં અલ કાયદા સાથે સંકળાયેલા આતંકવાદીઓએ ઉત્તરીય રણ વિસ્તાર ઉપર કબજો કર્યો હતો. તે સમયે ફ્રાંસની દરમિયાનગીરી કરીને માલીની મદદ કરી હતી અને સમગ્ર વિસ્તારને આતંકવાદીઓના કબજામાંથી મુક્ત કરાવ્યો હતો. ત્યારબાદ ત્યાં તેણે પોતાની સેનાને ગોઠવી હતી. ત્યારથી આતંકવાદીઓ તરફથી સેનાને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
દેશનો બે-તૃત્યાંઉસ ભાગ સરકારના નિયંત્રણ બહાર છે
ફ્રાંસની કાર્યવાહી બાદ આતંકવાદી સમૂહ અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ ફરીથી એકજૂટ થઈ ગયું અને માલિયન ગ્રામીણ વિસ્તારને પોતાના કબ્જામાં લઈ લીધા. આ સાથે નાઈઝીરિયા, બુર્કિના ફાસો અને અન્ય પડોશી દેશોમાં પોતાની પહોંચ બનાવી. માલી દેશ બે-તૃત્યાંસ વિસ્તાર સરકારના નિયંત્રણથી બહાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.