તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફઘાનિસ્તાન:મેટરનિટી હોસ્પિટલ પર આતંકવાદી હુમલો, બે નવજાત સહિત 14 લોકોના મોત

કાબુલ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરક્ષા દળોએ 80 લોકોને બચાવ્યા, આ પૈકી કેટલીક મહિલાઓનો સમાવેશ થાય છે
 • 15 લોકો હુમલામાં ઈજાગ્રસ્ત થયા, તેમા બાળકો અને મહિલાઓ પણ સામેલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મંગળવારે આતંકવાદીઓએ એક મેટરનિટી હોસ્પિટલ પર હુમલો કર્યો છે. તેમા 14 લોકોના મોત થયા છે અને 15 લોકોને ઈજા થઈ છે.મૃત્યુ પામનારમાં બે નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ સુરક્ષા દળોએ હોસ્પિટલને ઘેરી લીધી હતી. આશરે 80 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 

હોસ્પિટલમાં અચાનક જ આતંકવાદી ઘુસ્યા
પ્રાપ્ત માહિતી પ્રમાણે પશ્ચિમી કાબુલની બારચી હોસ્પિટલમાં કેટલાક આતંકવાદીઓ ઘુસ્યા હતા અને તેમણે આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આ હોસ્પિટલ મેટરનિટી ઉપરાંત બાળકોના ઈલાજ માટે જાણીતી છે. સુરક્ષા દળો નજીક ફરજ પર હતા. તેમણે તાત્કાલિક હોસ્પિટલને ઘેરી લીધી અને લોકોને સુરક્ષિત રીતે કાઢ્યા હતા. આ ઓપરેશનમાં આશરે 80 લોકોના જીવ બચાવી શકાયા છે.

15 ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની સ્થિતિ નાજુક
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તેમા 15 લોકો ઈજા પામ્યા છે. આ પૈકી મોટાભાગની સ્થિતિ નાજુક છે. આ હોસ્પિટલમાં કેટલાક વિદેશી લોકો પણ કામ કરે છે. તમામ સુરક્ષિત છે. મંત્રાલયે આ હુમલાને માનવતાની વિરુદ્ધનો હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે દોષિતોને કોઈ પણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં. કેટલીક માહિતીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ હુમલો આત્મઘાતી હુમલો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો