ઓસ્ટ્રેલિયામાં ફરી મંદિર પર હુમલો:મંદિરમાં ખાલિસ્તાની સમર્થકોએ કરી તોડફોડ; છેલ્લા 15 દિવસમાં મંદિર પર હુમલાની ત્રીજી ઘટના

4 દિવસ પહેલા
  • ખાલિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ જેવા નારા લખવામાં આવ્યા છે

ઓસ્ટ્રેલિયાથી મોટા સમાચાર મળી રહ્યા છે. અહીં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. ખાલિસ્તાની સમર્થકોએ મેલબોર્નના અલબર્ટ પાર્ક ખાતે આવેલા એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે. મેલબોર્નમાં છેલ્લા 15 દિવસમાં મંદિર પર હુમલા કર્યાની ત્રીજી ઘટના સામે આવી છે. ઇસ્કોન મંદિર, જેને હરે કૃષ્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન એક ભક્તિ યોગ ચળવળનું જાણીતું કેન્દ્ર છે. સોમવારે સવારે મંદિર મેનેજમેન્ટને જાણવા મળ્યું કે મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને દીવાલો પર ખાલિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ જેવા નારા પણ લખવામાં આવ્યા છે.

પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે
ઇસ્કોન મંદિરના ભક્તદાસે જણાવ્યું હતું કે 'મંદિરમાં તોડફોડ કરવાની આ ઘટનાથી અમે પરેશાન અને આક્રોશમાં છીએ.' જ્યારે ઇસ્કોન મંદિરના એક આઈટી સલાહકાર અને ભક્ત શિવેશ પાંડેએ કહ્યું, "છેલ્લાં બે અઠવાડિયાંમાં વિક્ટોરિયા પોલીસ હિન્દુ મંદિર પર હુમલો કરનારાઓ સામે કોઈ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે, જેઓ શાંતિપૂર્ણ હિન્દુ સમુદાય વિરુદ્ધ તેમનો નફરતથી ભરેલો એજન્ડા ચલાવી રહ્યા છે. આ પહેલાં પણ ખાલિસ્તાન સમર્થકોએ 12 જાન્યુઆરીએ મંદિર પર હુમલો કર્યો હતો. બરાબર 5 દિવસ પછી અન્ય એક મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.

17 જાન્યુઆરીએ શિવ મંદિર પર હુમલો કર્યો હતો
આ પહેલાં ખાલિસ્તાની સમર્થકોએ 17 જાન્યુઆરીએ વિક્ટોરિયાના કારુમ ડોન્સમાં આવેલ એક શિવ-વિષ્ણુ મંદિરમાં પણ હુમલો કર્યો હતો. મંદિરમાં તોડફોડની આ ઘટના ત્યારે સામે આવી હતી, જ્યારે તમિળ હિન્દુ સમુદાયનો ત્રણ દિવસીય લાંબો તહેવાર થાઈ પોંગલ પર દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચી રહ્યા હતા. શિવ-વિષ્ણુ મંદિરમાં વર્ષોથી પૂજા કરી રહેલા ઉષા સેંથિલનાથને જણાવ્યું હતું કે અમે ઓસ્ટ્રેલિયામાં તમિળ લઘુમતી સમુદાયના છે. આ અમારું પૂજા કરવાનું સ્થળ છે અને એ મને ક્યારેય સ્વીકાર્ય નથી કે ખાલિસ્તાની સમર્થક કોઈ જાતના ડર વિના પોતાના નફરતભર્યા સંદેશાઓ લખીને મંદિરની તોડફોડ કરે.

12મી જાન્યુઆરીએ સ્વામિનારાયણ મંદિરને પણ નિશાન બનાવ્યું હતું

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 12મી જાન્યુઆરીએ એક હિન્દુ મંદિર પર હુમલો થયો હતો, જેમાં ખાલિસ્તાનીઓએ BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરીને તોડફોડ કરી હતી.
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 12મી જાન્યુઆરીએ એક હિન્દુ મંદિર પર હુમલો થયો હતો, જેમાં ખાલિસ્તાનીઓએ BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરીને તોડફોડ કરી હતી.

જ્યારે આ પહેલાં 12મી જાન્યુઆરીએ પણ મેલબોર્નમાં આવેલું ભગવાન સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર પણ ભારતવિરોધી નારા લખીને અસામાજિક તત્ત્વોએ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલાની નિંદા કરતા સ્વામિનારાયણ મંદિરના વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે 'આ બર્બરતા અને નફરત ભરેલા હુમલાઓથી અમે ખૂબ જ દુઃખી અને આઘાતમાં છીએ. અમે શાંતિ અને સદ્ભાવ માટે પ્રાર્થના કરીએ છીએ.'

વિદેશમાં મંદિર પર હુમલાના અન્ય સમાચાર પણ વાંચો...

કેનેડામાં પણ હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરાયાં, BAPSના મંદિરની દીવાલ પર લખ્યું 'ખાલિસ્તાન જિંદાબાદ'

કેનેડાના ટોરેન્ટોમાં આવેલા સ્વામિનારાયણ (BAPS) મંદિરની દીવાલ પર ભારતવિરોધી સ્લોગન લખ્યું હોવાની ઘટના સામે આવી હતી.
કેનેડાના ટોરેન્ટોમાં આવેલા સ્વામિનારાયણ (BAPS) મંદિરની દીવાલ પર ભારતવિરોધી સ્લોગન લખ્યું હોવાની ઘટના સામે આવી હતી.

આ પહેલાં કેનેડામાં પણ સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાનીઓ દ્વારા તોડફોડ કરાઈ હોવાની ઘટના સામે આવી હતી. અહીં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર ભારતના વિરોધમાં ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા.

કેનેડાના ટોરેન્ટોમાં આવેલા સ્વામિનારાયણ (BAPS) મંદિરની દીવાલ પર ભારતવિરોધી સ્લોગન લખ્યું હોવાની ઘટના સામે આવી હતી. અહીં અસામાજિક તત્ત્વો દ્વારા મંદિરની દીવાલ પર ખાલિસ્તાન જિંદાબાદ લખવામાં આવ્યું હતું. આ ઘટના સામે આવ્યા પછી કેનેડાના સાંસદ સોનિયા સિદ્ધુએ ટ્વીટ કરીને લખ્યું છે કે ટોરેન્ટોમાં આવેલા મંદિરમાં થયેલી આ ઘટનાથી ખૂબ દુઃખી છું. આપણે એક બહુસાંસ્કૃતિક અને બહુધર્મી દેશમાં રહીએ છીએ, જ્યાં દરેકને સુરક્ષા મેળવવાનો હક છે. જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...