તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરમીનો 7 વર્ષનો રેકોર્ડ બ્રેક:યુએઈમાં તાપમાન 51 ડિગ્રીને પાર થઈ ગયું

દુબઈ9 દિવસ પહેલાલેખક: શનીર સિદ્દિકી
  • કૉપી લિંક
  • બાળકોને કારમાં એકલાં છોડાશે તો પેરેન્ટ્સને 10 વર્ષની સજા, 2 કરોડનો દંડ ફટકારાશે

યુએઈમાં હાલમાં ગરમીનો કેર પ્રવર્તે છે. રવિવારે અલ એનના સ્વીહાનામાં પારો 51.8 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો હતો. આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. ગત શુક્રવારે પણ અહીં પારો 51 ડિગ્રી હતો. આ મામલે રાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્ર(એનસીએમ)ના પ્રવક્તાએ કહ્યું કે મેની તુલનાએ જૂનમાં તાપમાન 2-3 ડિગ્રી વધી જાય છે. હાલ એમ કહેવું ઉતાવળ ગણાશે કે યુએઈ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ જોશે.

અગાઉ જુલાઈ 2002માં 52.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું પણ 3 દિવસમાં બે વખત 51 ડિગ્રીએ પહોંચવું પણ નવી વાત છે. યુએઇના ખગોળવિજ્ઞાની હસન અલ હરિરીએ કહ્યું કે 2020થી સૂર્ય તેના અધિકતમ ગતિવિધિવાળા ચક્રમાં પ્રવેશી ગયો છે. આ જ ગરમીનું કારણ છે. પણ આંકડા અને વિશ્લેષણ વિના આ કહેવું મુશ્કેલ છે.

બીજી બાજુ અબુધાબીની પોલીસે ચેતવણી આપી કે જો માતા-પિતા કે વાલીએ કોઈ પણ કારણોસર બાળકને કારની અંદર છોડી દીધાં તો આ દંડનીય અપરાધ ગણાશે. આવા લોકોને 10 વર્ષની જેલ અને 10 લાખ દિરહમ(2 કરોડ રૂ.)સુધીના દંડનો સામનો કરવો પડી શકે છે.

બહારનું તાપમાન 40 ડિગ્રી તો ગાડીની અંદર 60 ડિગ્રી હોઈ શકે છે : નિષ્ણાતો
નિષ્ણાતોનું કહેવું છે કે આટલી ગરમીમાં બાળકોને ગાડીમાં છોડવા જીવલેણ સાબિત થઈ શકે છે કેમ કે બહારનું તાપમાન 40 ડિગ્રી છે તો 10 મિનિટમાં જ ગાડીની અંદરનું તાપમાન 60 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હીટસ્ટ્રોક અને સફોકેશનથી બાળકો મૃત્યુ પામી શકે છે. સરકારી રેકોર્ડ મુજબ દર વર્ષે સરેરાશ 40 બાળકો આ કારણે જ મૃત્યુ પામે છે. સૌથી મોટી વાત એ છે કે 55% માતા-પિતા આવા ખતરાથી વાકેફ નથી હોતાં.

અન્ય સમાચારો પણ છે...