ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:અમેરિકન સેનાની ટ્રેનિંગમાં ટીનએજરોનું જાતીય શોષણ, નિવૃત્ત અધિકારીઓએ સ્કૂલની વિદ્યાર્થીઓ પર દુરાચાર આચર્યો

ન્યૂયોર્ક3 મહિનો પહેલાલેખક: માઈક બેકર, નિકોલસ બોગેલ, ઈલાના માર્કસ
  • કૉપી લિંક

15 વર્ષની વિક્ટોરિયા બાઉર અમેરિકાની નૌકાદળમાં મરીન્સ તરીકે કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોઈ રહી હતી. તેણે સેના દ્વારા દેશની હાઈસ્કૂલોમાં ચલાવાતા જૂનિયર રિઝર્વ ઓફિસર્સ ટ્રેનિંગ કોર (GROTC) પ્રોગ્રામ માટે નૌકાદળના નિવૃત્ત ગુપ્તચર અધિકારી સ્ટીવ હાર્ડિનનો સંપર્ક કર્યો. હાર્ડિને બાઉરને પોતાના ટ્રેનિંગ કાર્યક્રમમાં સામેલ કરી લીધી. થોડા દિવસ પછી 45 વર્ષના હાર્ડિન સ્નેપચેટ પર બાઉરને મેસેજ મોકલવા લાગ્યો. ત્યાર પછી અનેક મહિના સુધી તે જાતીય શોષણનો ભોગ બની. તેણે ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને પોતાની આપવીતી જણાવી છે.

અમેરિકાના ટીનએજરોમાં સેનાના મૂલ્યો, શિસ્ત, હુનર અને ઈતિહાસની ટ્રેનિંગ આપવા માટે એક સદી કરતાં વધુ સમયથી હજારો સરકારી સ્કૂલોમાં GROTC કાર્યક્રમ ચાલી રહ્યો છે. ટ્રેનિંગ માટે સ્કૂલના દિવસોમાં જ ક્લાસ લેવાય છે. ન્યૂયોર્ક ટાઈમ્સે હજારો અદાલતી દસ્તાવેજો, તપાસ ફાઈલો અને અન્ય રેકોર્ડ પર નજર નાખ્યા બાદ જોયું કે, આ પ્રોગ્રામ સેનાના નિવૃત્ત અધિકારીઓ દ્વારા ટીનએજર વિદ્યાર્થીઓને શિકાર બનાવવાનું માધ્યમ બની ગયો છે. નિવૃત્ત સૈનિક અધિકારીઓને શિક્ષક તરીકેની તાલીમ આપ્યા વગર જ હાઈસ્કૂલોમાં અસૈનિક કર્મચારી તરીકે રાખવામાં આવ્યા છે.

અનેક વખત ઈન્સ્ટર્કટરોએ દારૂ કે નશાકારક દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું છે. એક પૂર્વ મહિલા ટ્રેનીએ કહ્યું કે, તેના ઈન્સ્ટ્રક્ટરે કહ્યું હતું કે, સેનામાં મહિલાઓ પાસે સમર્પણની અપેક્ષા રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...