ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સની માગ:ટેક કંપનીઓ ઇકોનોમિસ્ટને વધુ નોકરીઓ આપી રહી છે, 2 વર્ષમાં 13% ટેક તો 27% ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સને તક

ન્યુયોર્ક22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિઝનેસ ટ્રેક પર લાવવા ટેક કંપનીઓ રિસર્ચ પર ધ્યાન આપી રહી છે

અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓમાં ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સની માગ ઝડપથી વધી છે. હવે અહીં ટેક્નો એક્સપર્ટ્સથી વધુ ફાઇનાન્સના જાણકારોને નોકરી પર રખાય છે. કોરોના બાદ આ કંપનીઓ તેમનો બિઝનેસ ટ્રેક પર લાવવા ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સની ભરતી કરી રહી છે.

આ કંપનીઓએ છેલ્લાં 2 વર્ષમાં માત્ર 13% ટેક એક્સપર્ટ્સને હાયર કર્યા, જેની સામે આ કંપનીઓમાં 27% ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સને નોકરી મળી. ઉબેર અને લીફ માટે કામ કરી ચૂકેલા યુનિવર્સિટી ઑફ શિકાગોના પ્રોફેસર જોન લિસ્ટે કહ્યું કે ખાનગી કંપનીઓમાં નોકરીનો અર્થ પહેલાં રિસર્ચને સંપૂર્ણપણે ભૂલી જવું હતું, હવે કામનો હિસ્સો છે. સિલિકોન વૅલીની કંપનીઓ માર્કેટિંગના પ્લાનિંગ, માર્કેટમાં પ્રોડક્ટ લૉન્ચ કરવાની રણનીતિ ઘડવા તથા કિંમત નક્કી કરવા ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સની મદદ લઇ રહી છે.

ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સ હાયર કરવામાં અમેઝોન સૌથી આગળ છે. તેણે 400 ફુલ ટાઇમ ફાઈનાન્સિયલ એક્સપર્ટની ભરતી કરી છે, જેમાંથી મોટા ભાગના પાસે પીએચ.ડી.ની ડિગ્રી છે. તેઓ ઓનલાઇન માર્કેટ પર રિસર્ચ કરીને કંપનીની માર્કેટિંગ પોલિસી ઘડે છે. અમેઝોન પછી ઉબેરનો નંબર આવે છે.

તેણે તો હાર્વર્ડ યુનિ.ના પીએચ.ડી. રિસર્ચર્સને હાયર કરી લીધા છે. અમેરિકાની યુનિવર્સિટીઓના અર્થશાસ્ત્રના 10 સર્વશ્રેષ્ઠ વિભાગના 2022ના પ્લેસમેન્ટના આંકડા મુજબ ટેક કંપનીઓએ 7માંથી 1 ફાઈનાન્સિયલ એક્સપર્ટને હાયર કર્યા જ્યારે 2018માં 20માંથી 1 હાયર કર્યા હતા. યુનિ. ઑફ કેલિફોર્નિયાના સ્ટીવ ટેડલિસ કહે છે કે ડેટા સેલિંગ પોઇન્ટ છે. ડેટા જેટલો વધારે, તેટલી કમાણી વધારે. ટેક કંપનીઓનું માનવું છે કે અર્થશાસ્ત્રીઓ સ્ટેટિસ્ટિક્સથી જ માનવ વ્યવહારને સારી રીતે સમજે છે.

અર્થશાસ્ત્રીઓને એન્જિનિયર-વિજ્ઞાની જેવાં પેકેજ
મેટાએ મેસાચુસેટ્સ યુનિ. ઑફ ટેક્નોલોજીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચ.ડી. કરી રહેલી જૌમે બસ્તિદાને ફી સાથે 34 લાખ રૂ. સ્ટાઇપેન્ડ ઓફર કર્યું છે. તે કહે છે કે આટલું પેકેજ કમ્પ્યૂટર એન્જિનિયર, વિજ્ઞાની, ફિઝિસિસ્ટ અને સ્ટેટિસ્ટિશિયનને મળતું હતું, જે હવે અર્થશાસ્ત્રીઓને પણ અપાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...