વાઈરલ વીડિયો:પાણી પીવા જતાં બાળકનાં ગળામાં બોટલનું ઢાંકણું ફસાયું, ટીચરની ટેક્નિકથી માસૂમની જિંદગી બચી

એક મહિનો પહેલા

અમેરિકાના ન્યૂ જર્સી શહેરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બોટલથી પાણી પીતા એક વિદ્યાર્થીને જોઈ શકાય છે. પાણી પીતાં પીતાં આ વિદ્યાર્થીના ગળામાં બોટલનું ઢાંકણું ફસાઈ જાય છે, પરંતુ, સદભાગ્યે, ક્લાસમાં હાજર ટીચરે હાઈમલેક મનુવાની પ્રક્રિયા કરી વિદ્યાર્થીનો જીવ બચાવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આ સ્ટુડન્ટ દાંત વડે બોટલનું ઢાંકણું ખોલે છે કે અચાનક તેનાં ગળામાં ઢાંકણું ફસાઈ જાય છે. તે દોડીને ટીચર પાસે જાય છે અને તેમને ઈશારામાં સમજાવે છે. આ પછી, ટીચર હાઈમલેક મનુવાની પ્રક્રિયા કરીને આ વિદ્યાર્થીનો જીવ બચાવે છે.

જે વિદ્યાર્થીની સાથે આ ઘટના બની તેનું નામ રોબર્ટ છે. રોબર્ટ ઈસ્ટ ઓરેન્જ કોમ્યુનિટી ચાર્ટર સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણે છે. રોબર્ટે બોટલમાંથી પાણી પીધું કે તરત જ ઢાંકણું ગળામાં ફસાઈ ગયું. પછી રોબર્ટ દોડીને ટીચર પાસે જાય છે. જે પછી ટીચર ઢાંકણું બહાર કાઢે છે.

આ ઘટના વિશે રોબર્ટે કહ્યું, 'મેં મારા દાંતની મદદથી પાણીની બોટલ ખોલી અને પાણી પીવાનું શરૂ કર્યું, ત્યાર બાદ બોટલનું ઢાંકણું મારાં ગળામાં ફસાઈ ગયું'.

શું હોય છે હાઈલેક મનુવા પ્રક્રિયા?

આ પ્રક્રિયા કોઈપણ વ્યક્તિની પાછળ ઊભા રહીને કરવામાં આવે છે, જેથી જે કંઈ પણ કોઈ વ્યક્તિ ગળી ગયું હોય, તેને બહાર કાઢી શકાય.

ટીચરે પ્રાથમિક સારવારની તાલીમ લીધી છે

જે ટીચરે બાળકનાં ગળામાંથી ઢાંકણું કાઢ્યું, તેમનું નામ જેનકિન્સ છે. તે છેલ્લા પાંચ વર્ષથી શાળામાં ભણાવી રહી છે. તેણે CPR અને પ્રાથમિક સારવારની તાલીમ લીધી છે. જ્યારે તે પ્રી-સ્કૂલ ટીચર હતી ત્યારે તેણે આ ટ્રેનિંગ લીધી હતી.

તેમણે કહ્યું, 'જ્યારે તે મારી પાસે દોડી આવ્યો ત્યારે તે કંઈ બોલતો નહોતો, તેના ગળા તરફ ઈશારો કરતો હતો. પછી મેં તેને હાઈમલેક મનુવાની પ્રક્રિયા કરી. જે બાદ બોટલનું ઢાંકણું બહાર આવી ગયું.'

અન્ય સમાચારો પણ છે...