તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પેરિસની ઘટના:શિક્ષકે ઈસ્લામ સંબંધિત ચિત્ર દોર્યું તો ધર્માંધ આતંકીએ ગળું કાપી નાખ્યું; પોલીસ સાથેની અથડામણમાં હત્યારો ઠાર

પેરિસ3 દિવસ પહેલા
પેરિસના એક ઉપનગરીય વિસ્તારમાં શુક્રવારે સાંજે એક હિસ્ટ્રી ટીચરનું ગળું કાપીને હત્યા કરી દેવાઈ હતી. તસવીર ઘટના પછી પોલીસ દ્વારા કરવામાં આવેલી ઘેરાબંધીની છે. હુમલાખોરને અહીં ઠાર મારવામાં આવ્યો હતો.
  • ઈસ્લામિક ધર્માંધો અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના આગ્રહીઓ વચ્ચે ફ્રાન્સમાં થતી લોહીયાળ અથડામણનો વધુ એક બનાવ
  • પેરિસમાં હિસ્ટ્રીના શિક્ષકે ક્લાસમાં પયગંબરનું ચિત્ર દોર્યું હતું, ઈસ્લામમાં પયગંબરના ચિત્રની મનાઈ ફરમાવાયેલી છે
  • અગાઉ શાર્લી હેબ્દો મેગેઝિને બબ્બે વાર પયગંબરનું ચિત્ર પ્રગટ કર્યું હતું, જવાબમાં હિંસક હુમલાઓ થયા હતા

ફ્રાન્સમાં શુક્રવારે સાંજે એક હુમલાખોરે હિસ્ટ્રી ટીચરનું ગળું કાપીને હત્યા કરી દીધી છે. થોડીક વાર પછી પોલીસે હુમલાખોરને ઘેરી લીધો હતો. તેને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે તેને સરેન્ડર ન કર્યું તો પોલીસે તેને ગોળી મારી દીધી. હુમલાખોરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. શિક્ષક પર આરોપ છે કે તેને થોડાક દિવસ પહેલાં ક્લાસમાં ઈસ્લામ સાથે જોડાયેલી કોઈ તસવીર દેખાડી હતી. મળતી માહિતી પ્રમાણે, હુમલાખોર આ વાતથી નારાજ હતો.

શિક્ષકનો પીછો કર્યો
CNNના એક રિપોર્ટ પ્રમાણે, હુમલાખોરે ઘણે દૂર સુધી શિક્ષકનો પીછો કર્યો. એન્ટી ટેરર ડિપાર્ટમેન્ટે તેની પુષ્ટિ કરી છે. ઘટનાસ્થળ રાજધાની પેરિસની નજીક છે. ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે,ઘટના કોન્ફ્લાન્સ સેન્ટ હોનોરિન વિસ્તારમાં બની છે. અહીં એક સેકન્ડરી સ્કૂલમાં થોડાક દિવસ પહેલાં આ શિક્ષકે ઈસ્લામ સાથે જોડાયેલી એક તસવીર દેખાડી હતી. શિક્ષક જ્યારે શાળામાંથી નીકળ્યા તો આરોપીએ તેનો પીછો કર્યો. પછી તક જોઈને ગળું કાપી નાખ્યું.

ચાર લોકોની ધરપકડ
થોડીક વાર પછી આરોપીને પોલીસે આ વિસ્તારમાં ઘેરી લીધો હતો. તેણે સરેન્ડર કરવાનો ઈન્કાર કર્યો તો પોલીસે તેને ગોળી મારી દીધી હતી. પછી વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્મુન્યુઅલ મેક્રોને આ ઘટનાની નિંદા કરી અને કહ્યું, શિક્ષકની હત્યા એટલા માટે કરવામાં આવી, કારણ કે તે ફ્રીડમ ઓફ સ્પીચ એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યો હતો. તે ઈસ્લામિક કટ્ટરતાનો શિકાર બન્યો. મેક્રોને ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી.

હુમલાખોર કોણ હતો
ફ્રાન્સ સરકાર અથવા એન્ટી ટેરર ડિપાર્ટમેન્ટે હુમલાખોર વિશે હાલ કોઈ માહિતી બહાર પાડી નથી. જો કે અમુક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાખોરની ઉંમર 18 વર્ષ છે અને તે મૂળ ચેચેન્યાનો છે. તેનો જન્મ મોસ્કોમાં થયો હતો. ફ્રાન્સના એજ્યુકેશન મિનિસ્ટરે કહ્યું, પોલીસ અને તપાસ એજન્સીઓને તેમનું કામ કરવા દો. આ અંગે સમય આવ્યે માહિતી આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો