તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Teach Children To Be Active, Appreciate Effort Rather Than Result In Play, Start With Exercise With Family

એક્સપર્ટનું સૂચન:બાળકોને સક્રિય રહેતા શીખવાડો, રમતમાં પરિણામની જગ્યાએ પ્રયાસની પ્રશંસા કરો, પરિવાર સાથેની કસરતથી શરૂઆત કરો

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવૃત્તિઓ થોપવા પ્રયાસ ન કરો, નહીંતર સ્થિતિ વણસી શકે છે

ગત બે-ત્રણ દાયકામાં રમત વધારે સ્પર્ધક અને સમય માગતી થઈ ચૂકી છે. રિસર્ચ જણાવે છે કે નાની વયે ઓવરટ્રેનિંગથી ઈજાનો ખતરો રહે છે. પણ બાળકોને સક્રિય રાખવા પણ જરૂરી છે. પર્યાપ્ત પુરાવા છે કે છોકરો હોય કે છોકરીઓ બધા માટે રમત મનોવિજ્ઞાની તથા શારીરિક રીતે ફાયદાકારક હોય છે. ફક્ત વજન ઘટાડવાના ઉદ્દેશ્યથી નહીં પણ ખુશી, માનસિક મજબૂતી અને સામાજિક રીતે સારો અનુભવ કરવા પણ સક્રિય રહેવું મહત્ત્વપૂર્ણ છે. તો બાળકોને દૈનિક કામમાં લગાવો અને તણાવ આપ્યા વિના કેવી રીતે સક્રિય રહેતા પ્રોત્સાહિત કરશો સમજો એક્સપર્ટ્સથી...

1. જે રમતોમાં બાળકોને રસ નથી તેની સાથે જોડાવા દબાણ ન કરશો

બાળકોને જે રમતમાં રસ નથી તેની સાથે જોડાવા દબાણ કરશો તો લાંબા સમય સુધી આવું નહીં ચાલે. વિસ્કોન્સિન મેડિકલ કોલેજમાં ક્લિનિકલ સ્પોર્ટ્સ સાઈકોલોજિસ્ટ મેથ્યુ માયરવિક કહે છે કે બાળક હોય કે મોટાં હોય, કંઈક કરવા ત્યારે જ પ્રેરાય છે જ્યારે તેમની પાસે નિયંત્રણ હોય છે, જોડાણ લાગે છે અને તે સફળ મહેસૂસ કેર છે. જેમ કે બાળકો ફૂટબોલ કે બાસ્કેટબોલ પસંદ નથી કરતા તો તેમને સ્કેટબોર્ડિંગ ઓફર કરી શકો છો. ડાયેટિશિયન ક્રિસ્ટી હેરિસન કહે છે કે બાળક જો વિજ્ઞાન, પ્રકૃતિમાં રસ ધરાવે છે કે તો પ્રોત્સાહિત કરો. કોઈ પ્રવૃત્તિ થોપવા પ્રયાસ ન કરશો, નહીંતર સ્થિતિ વણસી શકે છે. જેમ કે અમુક વયસ્કોને દબાણ કરી વર્કઆઉટ કરવા મજબૂર કરાયા તો તેમને કસરતથી નફરત થઇ ગઈ. તેમને આ સજા જેવું લાગ્યું.

2. તેમને શીખવાડો કે આપણે ફક્ત મહેનત પર ધ્યાન આપવાનું છે : બાળકો કિશોર અવસ્થામાં પહોંચતા જ પ્રતિસ્પર્ધી ન હોવાને કારણે રમતથી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના નિષ્ણાતો કહે છે કે બાળકોને શીખવાડો કે રમતનાં પરિણામોને નિયંત્રિત ન કરી શકાય. ફક્ત મહેનત કરી શકાય છે. એક ગેમ પછી ભલે બાળક જીતે કે હારે તેની પ્રશંસા કરો. કંઈક એવું કહો કે મને સારું લાગ્યું કે તે આજે એટલા શોટ રમ્યા કે પછી તને મેદાનમાં મિત્રો સાથે મસ્તી કરતો જોઈ સારું લાગ્યું.

3. પરિવાર સાથે કરી શકાય તેવી પ્રવૃત્તિઓ શોધો : બાળકો સ્માર્ટ હોય છે. તે જુએ છે કે મોટા વર્કઆઉટ કઈ રીતે કરી શકાય છે જેમ કે જોગિંગ પર જવું હોય કે ઘરે એક્સરસાઈઝ કરવી હોય. ડૉ. હેરિસન કહે છે કે એવી પ્રવૃત્તિઓ શોધવા પ્રયાસ કરો જે પરિવાર સાથે કરી શકાય, ખુશી આપે, સક્રિય રાખે. જેમ કે મહામારી દરમિયાન અનેક પરિવારોએ બાળકો સાથે યોગ કરવાની શરૂઆત કરી. જ્યાં સુધી આઉટડોર રમતની શરૂઆત નહીં થાય તે આ પ્રવૃત્તિઓને ચાલુ રાખવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...