ચીનમાં 4 મહિનામાં ભારતીયો પર 50 હુમલા:બીજિંગ-શાંઘાઈમાં નિશાન બનાવીને મારપીટ કરવામાં આવી રહી છે, વિદ્યાર્થીઓ અને નોકરિયાત ટાર્ગેટ

18 દિવસ પહેલા

ચીનના ગ્વાંગઝૂ શહેરની મેટ્રો ટ્રેનમાં ભીડ હતી, તેથી લોકો ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક મુસાફરો બોલાચાલી કરવા લાગ્યા હતા. જોતજોતાંમાં મામલો ગરમાયો અને ઘણા લોકોએ મળીને બે છોકરાને માર મારવાનું શરૂ કર્યું. સ્ટેશન પર ટ્રેન ઊભી હતી, દરવાજો ખુલ્લો હતો, માર મારતા તેમને બહાર ધકેલી દેવામાં આવ્યા હતા. તેઓ પ્લેટફોર્મ પર પણ તેમને લાતો અને મુક્કાથી મારતા રહ્યા. મેટ્રો સ્ટેશનનો ગાર્ડ નજીકમાં જ ઊભો હતો, પરંતુ તેણે હુમલાખોરોને રોક્યા નહીં.

આ મામલો ઓક્ટોબર 2022નો છે. આ વીડિયો ચીનના સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. માર મારનારા લોકો ચીની હતા અને બંને છોકરા ભારતીય હતા. શા માટે ઝઘડો થયો, માર મારનારાઓ સામે શું કાર્યવાહી થઈ, માર ખાનારા બે છોકરાનું શું થયું એ બાબતે કંઈ જ ખબર નથી.

ચીનમાં ભણતો રિતેશ (નામ બદલેલ છે) આ વીડિયો જોઈને ચૂપ થઈ જાય છે. પછી કહે છે- 'ચીની મીડિયા ભારતીયો પર આવા હુમલાઓ સાથે જોડાયેલું છે. તે કેસોને સતત દબાવી રહ્યું છે, પોલીસ પણ તેમને સામે આવવા દેતી નથી. ભૂતકાળમાં મારા એક મિત્ર સાથે પણ આવું બન્યું હતું, પરંતુ કોઈ પગલાં લેવાયાં નથી. અમે કરી પણ શું શકીએ છીએ.

ચીનમાં અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલના મહિનાઓમાં ચીનનાં શહેરોમાં ભારતીયો પર હુમલાની ઘટનાઓ વધી છે. સ્ત્રોતોમાં યુનિવર્સિટીઓના પ્રોફેસરો અને સંશોધન વિદ્વાનો અને વિદ્યાર્થીઓ સામેલ છે. તેણે પોતાનું નામ ન આપવા વિનંતી કરી છે. આ રિપોર્ટ તે લોકોને આભારી છે.

ઘરે પરત ફરતી વખતે અથવા બજારમાં વધુ હુમલાઓ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનમાં હાજર ભારતીય દૂતાવાસના અધિકારીઓનું પણ માનવું છે કે ડોકલામ બાદ ચીનમાં ભારતીયો પર હુમલા વધી ગયા છે. ત્યાં સુધી કે ભારતીય એમ્બેસીએ પણ આ હુમલાઓ અંગે ડેટા એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે અને રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અહેવાલ મુજબ, શૈક્ષણિક વર્ષની શરૂઆત એટલે કે સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં ચીનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને લૂંટના 50થી વધુ મામલા સામે આવી ગયા છે.

આ વીડિયો બીજિંગનો હોવાનું જણાવવામાં આવ્યું છે. મેટ્રો ટ્રેનમાં ઝઘડા પછી એક ચીનની યુવતી એક ભારતીય યુવકને કહે છે કે ચીન છોડી દો, આ તમારો દેશ નથી. આ બાબતે યુવક કહે છે કે હું કેમ જાઉં. વીડિયો ક્યારનો છે એની માહિતી મળી શકી નથી.
આ વીડિયો બીજિંગનો હોવાનું જણાવવામાં આવ્યું છે. મેટ્રો ટ્રેનમાં ઝઘડા પછી એક ચીનની યુવતી એક ભારતીય યુવકને કહે છે કે ચીન છોડી દો, આ તમારો દેશ નથી. આ બાબતે યુવક કહે છે કે હું કેમ જાઉં. વીડિયો ક્યારનો છે એની માહિતી મળી શકી નથી.

આ હુમલા ચીનનાં અલગ-અલગ શહેરોમાં થયા છે. બીજિંગ, શાંઘાઈ અને ગ્વાંગઝૂમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ટાર્ગેટ એવા યુવાનો છે, જેઓ વિદ્યાર્થી છે અથવા નોકરિયાત હોય છે. કોલેજ કે ઓફિસથી ઘરે પરત ફરતી વખતે તેમના પર હુમલો કરવામાં આવે છે, ઘણાને બજારમાં નિશાન બનાવવામાં આવ્યા હતા.

જોકે ભારતીય દૂતાવાસ તેમને વંશીય હુમલા માની રહ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનમાં ગુનામાં વધારો થયો છે અને આ ઘટનાઓ તેનું પરિણામ છે. ઘણા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને દૂતાવાસને સુરક્ષા વધારવા વિનંતી કરી છે.

ભારતીય દૂતાવાસના લોકો તરફથી સલાહ- એકલા મુસાફરી ન કરો, રાત્રે ક્લબમાં ન જાઓ. ચીનની યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહેલા રિતેશનું કહેવું છે કે તેના મિત્ર પર હુમલા બાદ તેણે ભારતીય દૂતાવાસની મદદ પણ માગી હતી. એમ્બેસીના અધિકારીઓ ઓપન અને બંધબારણે બેઠકો દ્વારા ચીનમાં હાજર ભારતીયોના સતત સંપર્કમાં રહે છે.

ભારતીયો પરના મોટા ભાગના હુમલા માર્કેટ કે મેટ્રોમાં થયા છે. સામાન્ય રીતે એ બાલચાલથી શરૂ થાય છે. ભારતીય સમુદાયનો આરોપ છે કે ચીનની પોલીસ આવા મામલાઓને દબાવી દે છે.
ભારતીયો પરના મોટા ભાગના હુમલા માર્કેટ કે મેટ્રોમાં થયા છે. સામાન્ય રીતે એ બાલચાલથી શરૂ થાય છે. ભારતીય સમુદાયનો આરોપ છે કે ચીનની પોલીસ આવા મામલાઓને દબાવી દે છે.

રિતેશનું કહેવું છે કે ચીનમાં હાજર ભારતીય સમુદાય પર વારંવાર થતા હુમલાઓને કારણે નારાજ છે. વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ગંભીરતા દાખવવાની માગ કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થી યુનિયને પણ આ મામલે અનેકવાર વિરોધ નોંધાવ્યો છે. યુનિયનની માગ છે કે ચીની સરકાર વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી કરે.

હુમલા સંબંધિત મામલો વિદેશ મંત્રાલય સુધી પહોંચ્યો છે. તેમણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને ખાતરી આપી છે કે તેઓ આ સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહ્યા છે.

પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ પર પણ હુમલા
ચીનમાં માત્ર ભારતીય જ નહીં, પરંતુ પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવે છે. આમાંથી મોટા ભાગના ચીનમાં મેડિકલનો અભ્યાસ કરવા આવે છે. થોડા મહિના પહેલાં શાંક્સી પ્રાંતના યાંગલિંગમાં નોર્થ-વેસ્ટ એગ્રિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસમાં એક ચીની વિદ્યાર્થીએ બાંગ્લાદેશી વિદ્યાર્થીને છરી મારી દીધી હતી.

એ જ રીતે નાનજિંગ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક પાકિસ્તાની છોકરાની ગયા વર્ષે ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ચીનની એક યુવતી સાથે મિત્રતા હતી. તે તેની સાથે રસ્તામાં કેબની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે એક વ્યક્તિ તેને છરી મારીને ભાગી ગઈ હતી.

આ સીસીટીવી ફૂટેજ નાનજિંગ યુનિવર્સિટીમાં ભણતા પાકિસ્તાની છોકરાના છે. અહીં જ તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.
આ સીસીટીવી ફૂટેજ નાનજિંગ યુનિવર્સિટીમાં ભણતા પાકિસ્તાની છોકરાના છે. અહીં જ તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

ચીનમાં રહેતી ઉષા કુમારી (નામ બદલ્યું છે) કહે છે કે આવો જ એક કિસ્સો શેનઝેનમાં પણ સામે આવ્યો હતો. અહીં એક પાકિસ્તાની વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં જાણવા મળ્યું કે તે જે એપાર્ટમેન્ટમાં રહેતો હતો ત્યાંના લોકો તેને માર મારતા હતા અને ધમકીઓ આપતા હતા. આનાથી તે પરેશાન થયો અને છેવટે તેણે આત્મહત્યા કરી લીધી હતી. જો કે ચીનના મીડિયા દ્વારા આવા સમાચારનો ખુલાસો કરવામાં આવતો નથી.

ડોકલામ વિવાદ બાદ ખતરો વધી ગયો છે
ઉષા કુમારી, 2017ના ડોકલામ વિવાદ પછીની સ્થિતિને યાદ કરતા કહે છે કે આ વિવાદ પછી પણ ભારતીયોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ચીનમાં ઘણા લોકો ભારતીય, પાકિસ્તાની અને નેપાળી નાગરિકો વચ્ચે તફાવત કરી શકતા નથી, આથી તેઓ પાકિસ્તાની અને નેપાળી લોકો સાથે પણ ઝઘડો કરતા હતા. તેમને કહેતા હતા કે તમારો દેશ અમારા પર હુમલો કરી રહ્યો છે.

જ્યારે પણ ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ થાય છે ત્યારે આવા કિસ્સાઓ વધી જાય છે. બીજિંગમાં ભારતીય દૂતાવાસમાં કામ કરતા અજિત (નામ બદલ્યું છે) કહે છે- વાતાવરણ એટલું ખરાબ હતું કે અમે મોઢું ઢાંકીને બહાર જતા હતા. અમે અમારી ભારતીય ઓળખ છુપાવવા મજબૂર હતા. મારા બાળકો બીજિંગ યુનિવર્સિટીમાં ભણતા હતા, હું આખો દિવસ તેમની ચિંતા રહેતી હતી.

ચીનમાં અભ્યાસ કરતા ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ચીનના શિક્ષણ મંત્રાલય અનુસાર, ચીનની વિવિધ યુનિવર્સિટીઓમાં 30 હજાર કરતાં વધુ ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ભારતના વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીઓનો ડેટા તૈયાર કર્યો છે અને તેમને સમયાંતરે સમસ્યાઓ વિશે પૂછવામાં આવે છે.

જોકે 2017 પછી ભારતના 400 પીએચડી વિદ્યાર્થીઓને ડીગ્રી મળી નથી. તેમાંથી લગભગ 250 વિદ્યાર્થીઓને ગાઈડે સપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે છતાં તેઓ ત્યાં રોકાયા છે, કારણ કે તેમને સારું કામ અને પગાર મળે છે.

ભારતીય વિદ્યાર્થીનું ઓક્ટોબરમાં મૃત્યુ થયું હતું, જાન્યુઆરીમાં જણાવ્યું હતું
ઝેંગઝૂ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીનું છઠ્ઠા માળેથી પડી જવાથી મોત થયું હતું. યુવતીની ઉંમર આશરે 18 વર્ષની હતી. તે અહીં મેડિકલનો અભ્યાસ કરવા આવી હતી. આ ઘટના ઓક્ટોબર 2022માં બની હતી, પરંતુ તે હમણાં જ સામે આવી છે. હોસ્પિટલના દર્દીના રેકોર્ડ મુજબ યુવતીનું નામ અનિવલેખા હતું. તે ભારતમાં ક્યાંની રહેવાસી હતી, એની માહિતી બહાર આવી નથી.

ભારતીય વિદ્યાર્થિની અનિલેખા ઝેંગઝૂ યુનિવર્સિટીના આ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડી ગઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને બચાવી શકાઈ નહીં.
ભારતીય વિદ્યાર્થિની અનિલેખા ઝેંગઝૂ યુનિવર્સિટીના આ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડી ગઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને બચાવી શકાઈ નહીં.
અન્ય સમાચારો પણ છે...