ઈઝરાયલનો સીરિયા ઉપર એર સ્ટ્રાઈક:2 એરપોર્ટને નિશાને લીધા, હથિયાર લઈને પહોંચેલા ઈરાનના વિમાન પર 4 મિસાઈલો છોડી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈઝરાયલે બુધવારે મોડી રાત્રે સીરિયાના બે એરપોર્ટ ઉપર એર સ્ટ્રાઈક કરી હતી. પહેલો હુમલો અલેપ્પો ઈન્ચરનેશનલ પર થયો હતો. જ્યાં શસ્ત્રો લઈને આવેલા ઈરાનના વિમાનને પણ નિશાને લીધા હતા. બીજો હુમલો દમિશ્ક એરપોર્ટ પાસે થયો હતો. બન્નો જગ્યાએ ઈજરાયલે મિસાઈલ છોડી હતી.

સીરિયાની ન્યૂઝ એજન્સી સનાના જણાવ્યા પ્રમાણે, ઈઝરાયલે 4 મિસાઈલ છોડી હતી. હુમલો કર્યા પછી એરપોર્ટ ફર ભારે નુક્સાન થયુ હતુ. હાલ કોઈના મોતની પુષ્યી કરવામાં આવી નથી.

ઈઝરાયલનો કંઈ કહેવાથી ઈનકાર
ઈઝરાયલના પ્રવક્તાએ આ અંગે કંઈ પણ સત્તાવાર નિવેદન આપવાથી ઈનકાર કરી દીધો છે. આ પહેલા 14 ઑગસ્ટે પણ ઈઝરાયલે રાજધાની દમિશ્ક અને ટાર્ટસની પાસે હવાઈ હુમલાઓ કર્યા હતા. જેમાં 3 સૈનિકોના મોત થયા હતા. જ્યારે 3 અન્ય સૈનિકો ઘાયલ થયા હતા.

ઈરાનથી જોડાયેલા સૈન્ય પોસ્ટ પર હુમલો
ધ સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા પ્રમાણે ઈઝરાયલે ઈરાનના સૈન્ય પોસ્ટને પણ નિશાને લીધા હતા. ઈઝરાયલે પહેલા સીરિયામાં ઈરાનથી જોડાયેલા સૈન્ય પોસ્ટની સામે ઘણીવાર કાર્યવાહી કરેલી છે, પરંતુ તેઓએ ક્યારેય આ અંગે સ્વિકાર કર્યો નથી.

ઈઝરાયલને પોતાની ઉત્તરી સીમા પર ઈરાનની ઘુસણખોરીનો ડર રહે છે.જેના લીધે ઈરાનની બેસ અને લેબનોન આતંકી સંગઠન હિઝબુલ્લાહના અમુક પોસ્ટ ઉપર પણ હુમલો કરતુ રહે છે.

હિઝબુલ્લાહ આતંકી સંગઠન છે
ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સે 1982માં હિઝ્બુલ્લાહની સ્થાપના કરી હતી. આ પછી તેમનો હેતુ લેબનોનમાં રહેતા ઈઝરાયેલી લોકોને મારી નાખવાનો છે. હિઝબુલ્લાહનો અર્થ થાય છે 'ઈશ્વરનો પક્ષ' થાય છે. આ લેબનોનનું એક આતંકવાદી સંગઠન અને રાજનૈતિક પાર્ટી પણ છે. ઈઝરાયલને એટલે જ ઈરાનના આ સંગઠન સામે વિરોધ છે.