તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Talks On Ladakh Border Dispute For An Hour, All Unresolved Issues To Be Held At Next Meeting Of Army Commanders

તજાકિસ્તાનમાં મળ્યા ભારત-ચીનના વિદેશ મંત્રી:લદ્દાખ સરહદ વિવાદને લઈને એક કલાક સુધી વાતચીત કરી, આર્મી કમાન્ડર્સની આગામી બેઠકમાં રાખવામાં આવશે તમામ વણઉકેલાયેલા મુદ્દાઓ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ બુધવારે તજાકિસ્તાનમાં મુલાકાત કરી - Divya Bhaskar
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ બુધવારે તજાકિસ્તાનમાં મુલાકાત કરી

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ બુધવારે તજાકિસ્તાનમાં મુલાકાત કરી. લદ્દાખથી લગભગ 920 કિલોમીટર દૂર દુશાંબે શહેરમાં એક કલાક ચાલેલી આ બેઠકમાં વેસ્ટર્ન લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચાલી રહેલા વિવાદના સમાધાનને લઈને ચર્ચા થઈ.

બંને મંત્રીઓએ તે વાત પર સહમતિ વ્યક્ત કરી કે આર્મી કમાન્ડર્સની આગામી બેઠકમાં બાકી રહી ગયેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. સાથે જ અંદરોદરની સહમતિથી એવા સમાધાન શોધવા જોઈએ, જે બંને પક્ષને મંજૂર હોય. આ વાત પર સહમતિ બની કે કોઈ પણ પક્ષ એવો એકતરફી પગલું નહીં ઉઠાવે જેનાથી તણાવ વધી શકે.

SCOની મીટિંગથી અલગ મુલાકાત
જયશંકર શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના વિદેશ મંત્રીઓની કાઉન્સિંલ અને અફઘાનિસ્તાન પર SCO સંપર્ક સમૂહની બેઠકમાં ભાગ લેવા તજાકિસ્તાનમાં છે. ચીનના વિદેશ મંત્રી સાથે તેમની મીટિંગ SCOથી અલગ રાખવામાં આવી હતી. જેમાં વિદેશ મંત્રીએ ફરી વખત કહ્યું કે બંને પક્ષ તે વાત પર સહમત હતા કે હાલની સ્થિતિને લાંબી ખેંચવી તે એક પણ પક્ષના હિતમાં નથી. આ વાત સંબંધોને ખોટી રીતે પ્રભાવિત કરે છે.

જયશંકરે જોર આપ્યું કે આ બંને દેશો માટે ફાયદામંદ છે કે વેસ્ટર્ન લદ્દાખમાં LACની સાથે અન્ય મુદ્દાઓના તાત્કાલિક સમાધાન માટે કામ કરવામાં આવે. સાથે જ દ્વિપક્ષીય સમજૂતી અને પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન થાય. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી.

ગત વર્ષના મે માસથી તણાવ યથાવત
ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ગત વર્ષના મે મહિનાથી તણાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગલવાનમાં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઈ હતી જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. જ્યારે ચીનના 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા. જો કે ચીને તેના કેટલા સૈનિકો મોતને ભેટ્યા તે અંગેનો સાચો આંકડો આજ દિવસ સુધી જણાવ્યો નથી.

કેટલાંક વિસ્તારમાંથી સૈનિકો હટ્યા, હજુ વિવાદ યથાવત
રિપોર્ટ મુજબ બંને પક્ષની અનેક તબક્કાની વાતચીત થઈ જે બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં વિવાદિત સરહદ પાસેના કેટલાંક વિસ્તારમાં પોતાની સેનાઓ અને સૈન્ય સરંજામ પરત ખેંચી લેવામાં આવ્યા. બંને પક્ષોએ પહેલાં પેંગોગ ત્સોની આસપાસથી પોતાના સૈનિકોને હટાવવાનો નિર્ણય લીધો, પરંતુ પૂર્વી લદ્દાખમાં હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને ડેપસાંગ જેવા ક્ષેત્રમાં હજુ તણાવની સ્થિતિ યથાવત છે.

અન્ય સમાચારો પણ છે...