તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Taliban's Terrorists Have US Weapons Worth Rs 2.5 Lakh Crore; Surveillance spying Equipment Including Black Hawk Helicopters From More Than 85% Of Countries

અમેરિકી ઉપકરણો તાલિ'બાન'માં:આતંકવાદીઓ પાસે રૂ.2.5 લાખ કરોડનાં હથિયારો; 85% દેશોથી વધુ બ્લેક હોક હેલિકોપ્ટર્સ સહિત સર્વેલન્સ-જાસૂસી સાધનો પણ સામેલ

એક મહિનો પહેલા
ફાઇલ ફોટો
  • 20 વર્ષમાં અમેરિકાએ આપેલાં તમામ હથિયારો હવે તાલિબાનના કબજામાં

અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તાત્કાલિક ધોરણે પોતાનું સૈન્ય પરત બોલવી લીધું હોવાથી હવે કાબુલ સહિત સમગ્ર દેશ પર તાલિબાની શાસન લાગૂ થઈ ગયું છે. એટલું જ નહીં અમેરિકા દ્વારા લગભગ રૂ. 6.5 લાખ કરોડના ખર્ચે તૈયાર થયેલી અફઘાન સેના પણ નિષ્ફળ સાબિત થઈ અને મોટાભાગના સૈનિકોએ તાલિબાન સામે નમતું મૂક્યું હતું. ઉલ્લેખનીય છે કે આટલી રકમમાંથી રૂ. 2.5 લાખ કરોડના તો માત્ર હથિયાર, વિમાન અને અન્ય જરૂરી સાધનો હતા. તેવામાં હવે સૈનિકાએ હાર માની લેતા તાલિબાન પાસે ભાગ્યે જ કોઇ દેશ પાસે હોય તેવા અમેરિકાના એવા ઘાતક હથિયારો આવી ગયા છે.

અમેરિકાના વિપક્ષી નેતાના દાવાઓ શું હતા?
અમેરિકામાં સત્તાધિશ જો બાઇડનની ડેમોક્રેટ પાર્ટીને વિપક્ષી રિપબ્લિકન પાર્ટીએ અફઘાનિસ્તાન મુદ્દે સવાલોના સંકજામાં ઘેરી લીધી છે. એના એક સાંસદ જિમ બૈંક્સે કહ્યું, બાઇડન પ્રશાસનની બેદરકારીના પરિણામે અમેરિકી સેનાના અરબો ડોલરના ઉપકરણો હવે તાલિબાનના કબજામાં છે. જેમાં 75 હજાર વાહનો, 200થી વધુ એરક્રાફ્ટ અને 6 લાખથી વધુ હથિયારો સામેલ છે.

તાલિબાન પાસે હવે દુનિયાના 85% દેશોથી પણ વધુ બ્લેક હોક હેલિકોપ્ટર છે. તેમના કબજામાં નાઈટ વિઝન ગોગલ્સ, બોડી આર્મર્સ અને મેડિકલ સપ્લાઈ પણ આવી ગયા છે. એટલું જ નહીં હવે તાલિબાન પાસે અમેરિકાને છેલ્લા 20 વર્ષોમાં મદદરૂપ રહેલા અફઘાની લોકોના બાયોમેટ્રિક રેકોર્ડ્સ, ફિંગરપ્રિન્ટ્સ અને આંખોના સ્કેન સહિત વિવિધ ડેટા પણ ઉપલબ્ધ છે.

તાલિબાનીઓ પાસે અફઘાની લોકોના બાયોમેટ્રિક રેકોર્ડ્સ, ફિંગરપ્રિન્ટ્સ અને આંખોના સ્કેન સહિત વિવિધ ડેટા પણ ઉપલબ્ધ. ફાઇલ ફોટો
તાલિબાનીઓ પાસે અફઘાની લોકોના બાયોમેટ્રિક રેકોર્ડ્સ, ફિંગરપ્રિન્ટ્સ અને આંખોના સ્કેન સહિત વિવિધ ડેટા પણ ઉપલબ્ધ. ફાઇલ ફોટો

ડેટાનું સત્ય શું છે?
અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને અફઘાનિસ્તાનને હથિયારો પૂરા પાડવા પાછળ ખર્ચ કરવાના આંકડા અંગે માહિતી બાઇડનના વહીવટીતંત્રે તેને યુદ્ધના પગલે સંવેદનશીલ માહિતી હોવાથી જાહેર કર્યા નથી. જોકે, US કોંગ્રેસ દ્વારા રચવામાં આવેલા યુદ્ધ ખર્ચ નિરીક્ષક, અફઘાનિસ્તાન રિકન્સ્ટ્રક્શન (SIGAR)ના ખાસ મહાનિરીક્ષકની કચેરીના જણાવ્યા મુજબ, આંકડાઓ થોડા અલગ છે.

યુદ્ધ ખર્ચ નિરીક્ષકના અહેવાલમાં સ્પષ્ટ પણે ઉલ્લેખ કરાયો છે કે અમેરિકાએ 88 અરબ ડોલરની રકમ અફઘાન સેનાની ટ્રેનિંગ અને હથિયારો પાછળ ખર્ચવામાં આવી છે. ડિફેન્સ મિનિસ્ટ્રીએ તો માત્ર 2005થી 2021 દરમિયાન હથિયારો પાછળ ખર્ચ થયેલી રકમની આંકડાકીય માહિતી જાહેર કરી છે. આ લગભગ 18 અરબ ડોલર (1.32 લાખ રૂપિયા) જેટલી થાય છે. જોકે અન્ય કેટલાક અહેવાલોએ તો આ આંકડાઓને સંપૂર્ણ રીતે ફગાવી દીધા છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલમાં દાવો કરાયો છે કે 2002થી 2017 સુધી અમેરિકાએ અફઘાન સેનાને 28 અબજ ડોલર (2.06 લાખ કરોડ રૂપિયા)ના હથિયારો આપ્યા હતા. અન્ય એક અહેવાલમાં, આ ખર્ચ 2001થી 2021 વચ્ચે 35 અબજ ડોલર(લગભગ 2.50 લાખ કરોડ)થી વધુ હોવાનું કહેવાયું હતું.

અમેરિકાએ અફઘાનિસ્તાનને કયા કયા હથિયારો આપ્યા?
ગત મહિને સિગરે પ્રકાશિત કરેલા એક અહેવાલ પ્રમાણે, અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન પહેલા અફઘાની સેના પાસે ઘણા હથિયારો હતા. જેમાં 6 લાખ M16 અસોલ્ટ રાઇફલ્સ, 1 લાખ 62 હજાર કમ્યુનિકેશનના સાધનો, 16 હજાર નાઇટ વિઝન ગોગલ્સ, મશીન ગન, લગભગ 1 લાખ વાહનો અને 16 હજારથી વધુ જાસુસી ઉપકરણો સામેલ છે. આ વર્ષે જૂન સુધીમાં, અફઘાન સેના પાસે 211 વિમાનો પણ હતા, જેની સંખ્યા પાછળથી વધારી દેવામાં આવી હતી. તેમાં બ્લેક હોક હેલિકોપ્ટરથી A-29 સુપર ટુકાનો અટેક એરક્રાફ્ટ અને C-208 લાઇટ અટેક એરક્રાફ્ટ સામેલ છે.

તાલિબાનના કબજામાં શું-શું છે?

તાલિબાન પાસે હાલમાં 85 હજાર લશ્કરી વાહનો. ફાઇલ ફોટો
તાલિબાન પાસે હાલમાં 85 હજાર લશ્કરી વાહનો. ફાઇલ ફોટો

1. વાહન
તાલિબાને જે અમેરિકી હથિયારો પર કબજો કર્યો છે, તેમાં સૈનિકોના ઘણા વાહનો સામેલ છે. 2016 સુધી અમેરિકાએ લગભગ 75 હજાર વાહનો અફઘાન સેનાને આપ્યા હતા, જ્યારે છેલ્લા 4 વર્ષોમાં જ 10 હજારથી વધુ વાહનો અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા હતા. આ અર્થમાં, તાલિબાન પાસે હાલમાં 85 હજાર લશ્કરી વાહનોની પહોંચ છે, જેમાં 45 હજાર લાઈટ ટેક્ટિકલ વાહનોથી લઈને 30 હજાર હમ્વી તથા લગભગ 200 પર્સનલ આર્મર્ડ કેરિયર્સ (મોટાભાગે ટેન્ક) છે.

2. 150 એરક્રાફ્ટ્સ તાલિબાનના કબજામાં હોવાનું અનુમાન
આ જ મહિનામાં તાલિબાને અમેરિકાના બ્લેક હોક હેલિકોપ્ટર અને A-29 સુપર ટુકાનો વિમાન કબજે કર્યા હતા. બ્લેક હોક હેલિકોપ્ટરની કિંમત 155 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. કહેવાય છે કે અફઘાન સેના સાથે લગભગ 45 બ્લેક હોક હેલિકોપ્ટર હાજર હતા. આના સિવાય તેમની પાસે 50 MD-530 અને 56 Mi-17 હેલિકોપ્ટર પણ હતા.
23 સુપર ટુકાન અટેક હેલિકોપ્ટર ઉપરાંત, અફઘાન એરફોર્સ પાસે C-208, C-182, C-130 સુપર હર્ક્યુલસ, T-182, G-222 અને An-32 જેવા પરિવહન વિમાનો પણ હતા.
18 યુટિલિટી એરક્રાફ્ટ અને AC-208 ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ પણ અફઘાન એરફોર્સનો ભાગ હતા.

46 અફઘાની એરક્રાફ્ટ ઉઝબેકિસ્તાન આવી પહોંચ્યા- સ્થાનિક સરકારનો દાવો. ફાઇલ ફોટો
46 અફઘાની એરક્રાફ્ટ ઉઝબેકિસ્તાન આવી પહોંચ્યા- સ્થાનિક સરકારનો દાવો. ફાઇલ ફોટો

મીડિયાના અહેવાલો પ્રમાણે અફઘાન એરફોર્સના ઘણા સૈનિકો તાલિબાન વિરૂદ્ધ ચાલી રહેલા પોતાના મિશન દરમિયાન એરક્રાફ્ટ લઇને પાડોશી દેશ જતા રહ્યા હતા. ઉઝ્બેકિસ્તાન સરકારે દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાક દિવસોમાં 46 અફઘાની એરક્રાફ્ટ ત્યાં આવી પહોંચ્યા હતા, જેમાં 24 હેલિકોપ્ટર્સ સામેલ છે. વળી, અન્ય કેટલાક વિમાનો તાઝિકિસ્તાન પહોંચ્યા હોવાની આશંકા છે. તેમછતાં તાલિબાનના કબજામાં લગભગ 150 એરક્રાફ્ટ્સ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, જો તાલિબાનના આતંકવાદીઓ અમેરિકન વિમાન ઉડાવી ન શક્યા તો પણ અમારી ટેકનોલોજી તેમના માટે ખૂબ મહત્વની સાબિત થઈ શકે છે. આની સાથે વિમાનોના વિવિધ પાર્ટ્સની કિંમત પણ તાલિબાનીઓને લાભ પહોંચાડી શકે છે. લશ્કરી વિમાનની કંટ્રોલ સ્ટીકની કિંમત 18 હજાર ડોલર (આશરે 13 લાખ રૂપિયા) છે અને ફ્યૂલ ટેન્ક 35 હજાર ડોલર (આશરે 25 લાખ રૂપિયા) સુધી વેચાઈ શકે છે.

3. 6 લાખથી વધુ હથિયારોની સહાયતાથી તાલિબાન વધુ મજબુત થવાની સંભાવના
અમેરિકાએ છેલ્લા 20 વર્ષોમાં અફઘાન સેનાને 4 લાખ રાઇફલ્સ, 1.5 લાખથી વધુ પિસ્તોલ, લગભગ 65 હજાર મશીન ગન આપી હતી. આના સિવાય તેમને ગ્રેનેડ લોન્ચર, શોટગન, રોકેટ-પ્રોપેલ્ડ વેપન્સ અને મોર્ટાર લોન્ચર અપાયા હતા. DODના અહેવાલ પ્રમાણે અત્યારે તાલિબાન 20 વર્ષોમાં અફઘાનિસ્તાનને ફાળવવામાં આવેલા 6 લાખથી વધુ હથિયારોની સહાયતાથી પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી શકે છે.

તાલિબાન પાસે વિવિધ બંદૂકો સાથે રૂ. 24 હજારથી વધુ કિંમત ધરાવતી બુલેટ્સ પણ છે. ફાઇલ ફોટો
તાલિબાન પાસે વિવિધ બંદૂકો સાથે રૂ. 24 હજારથી વધુ કિંમત ધરાવતી બુલેટ્સ પણ છે. ફાઇલ ફોટો

અફઘાન સેના પાસે સૌથી સામાન્ય બંદૂક M16 રાઇફલ હતી, જેની કિંમત 750 ડોલરથી 12 હજાર ડોલર (લગભગ 55 હજાર રૂપિયાથી 9 લાખ રૂપિયા) સુધી હતી. આના સિવાય મશીન ગન M240 મોડલની કિંમત 6.67 લાખ રૂપિયા અને ગ્રેનેડ લોન્ચરની કિંમત 3.70 લાખ રૂપિયા છે. બીજી બાજુ સૈનિકો દ્વારા ઉપયોગમાં લેવાતી ગ્લોક જનરેશન પિસ્તોલની 0.4 કેલિબરની બુલેટની કિંમત 24 હજાર રૂપિયા સુધીનો અંદાજ છે.

4. સર્વેલન્સ-જાસૂસી ઉપકરણો
અફઘાનિસ્તાનમાં અલકાયદાને નાબૂદ કરવા માટે અમેરિકા દ્વારા અફઘાની સેનાને સામાન્ય હથિયારોની સાથે ઘણા સર્વેલન્સ-જાસૂસીને લગતા ઉપકરણો પણ ઉપલબ્ધ કરાવાયા હતા, જેની તાલીમ પણ સેનાને અપાઈ હતી. મીડિયા અહેવાલો અને ડેટાના આધારે અમેરિકાએ આતંકવાદી સંગઠનો સામે લડત આપવા માટે અફઘાન સેના અને પોલીસને 16 હજારથી વધુ જાસૂસી અને સર્વેલન્સ ઉપકરણો ફાળવ્યા હતા. જેમાં નાઇટ વિઝન ડિવાઇસથી લઇને રેડિયો મોનિટરિંગ સિસ્ટમ અને માનવરહિત ડ્રોન્સ પણ સામેલ છે. જે આતંકવાદીઓનું લોકેશન ટ્રેસ કરીને બોમ્બ વડે હુમલો કરવામાં સહાયક થાય છે.

USના વિવિધ સર્વેલન્સ-જાસૂસી ઉપકરણો પર તાલિબાનનો કબજો. ફાઇલ ફોટો
USના વિવિધ સર્વેલન્સ-જાસૂસી ઉપકરણો પર તાલિબાનનો કબજો. ફાઇલ ફોટો

કિંમતોની વાત કરીએ તો, નાઇટ વિઝન ગોગલ્સની કિંમત 80 મિલિયન ડોલર (લગભગ 589 કરોડ રૂપિયા) હોય છે. આના સિવાય, રેડિયોના સાધનો (રિસીવર, ટ્રાન્સમીટર, એમ્પ્લીફાયર, રિપીટર)ની કિંમત 3.5 મિલિયન ડોલર (આશરે 2.5 કરોડ રૂપિયા) સુધી જઈ શકે છે. જોકે, US લશ્કર માટે એક સારી વાત છે કે તાલિબાનને આ સાધનો ચલાવવા માટે ઘણી તાલીમની જરૂર પડી શકે છે, જેના વિના આ સાધનો તેમના માટે સંપૂર્ણપણે બિનકાર્યક્ષમ રહેશે.

અન્ય સમાચારો પણ છે...